SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરધામને વંદના પ્રેરણાની પાવનમૂર્તિ પૂ. સાધ્વીશ્રી સુત્રતાશ્રીજીએ એમને વિશે એક પ્રસંગ કહ્યો હતો, આત્મારામજી મહારાજ એક યોદ્ધાના પુત્ર હોવાથી સશક્ત શરીર, ખડતલ બાંધો અને કોઈ પહેલવાન કે કુસ્તીબાજ જેવી એમના દેહની છબી હતી. એક વાર કોઈ ગામમાં એક અખાડા પાસેથી પસાર થતા હતા, ત્યારે એક કુસ્તીબાજે એમને જોઈને બીજા કુસ્તીબાજને મજાકમાં કહ્યું, ‘આજે આપણા અખાડા તરફ કોઈ નવો કુસ્તીબાજ આવી રહ્યો છે.” આત્મારામજીએ એ મજાક સાંભળી અને એમણે કહ્યું, ‘સાચી વાત છે, હું પણ કુસ્તીબાજ છું. માત્ર ભેદ એટલો કે હું દેહ સાથે નહીં, પરંતુ ઇન્દ્રિયો સાથે લડીને એને ચિત કરીને વિજય મેળવવા માગું છું.” આવા આત્મારામજી મહારાજે પંજાબમાં મૂર્તિપૂજ કે જૈન ધર્મનો બોધ આપ્યો. તેઓ પોતાના શિષ્યોને સંસ્કૃત ભાષામાં એવા પ્રવીણ કરતા કે તેઓ સહુ ભેગા મળે, ત્યારે ઘણી વાર સંસ્કૃત ભાષામાં જ ચર્ચા કરતા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પર અસાધારણ પ્રભુત્વ હોવાથી એ ભાષામાં ગ્રંથરચના કરી શક્યા હોત, પરંતુ પોતાની ભાવનાઓ જનસમુદાય સુધી પહોંચાડવા માટે એમણે હિંદી ભાષામાં જૈન તત્ત્વદર્શનની છણાવટ કરતાં પુસ્તકો લખ્યાં. વળી, અન્ય ધર્મો સાથે જૈન ધર્મનો તુલનાત્મક અભ્યાસ પણ રજૂ કર્યો અને કવિ હોવાથી એમના દ્વારા હિંદી ભાષામાં પૂજાસાહિત્યનું પ્રથમવાર નિર્માણ થયું. તેઓ પંજાબમાં વિહાર કરતા હતા ત્યારે ઈ. સ. ૧૮૯૭ (વિ. સં. ૧૯૫૩)માં ગુજરાનવાલા (જે હાલ પાકિસ્તાનમાં છે)માં કાલધર્મ પામ્યા. ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં એમનો ઘણો મોટો પ્રભાવ હતો. આ જ પરંપરામાં આત્મારામજી મહારાજના એક શિષ્ય પૂ. વિજયવલ્લભસૂરિ મહારાજ થયા. વડોદરાના આ છગન નામના કિશોરને રાધનપુરમાં દીક્ષા આપી. આત્મારામજી મહારાજે પોતાના સમુદાયની ધુરા વલ્લભસૂરિને સોંપીને એમ કહ્યું કે, “મારી પાછળ વલ્લભ પંજાબને સંભાળશે.’ યુગદર્શી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ પોતાના ગુરુની ભાવનાને સાકાર કરી. કેટલાંય વર્ષો સુધી પંજાબમાં વિહાર કરીને યુગસર્જ ક ધર્મકાર્ય કર્યું. જાણે એ જ શબ્દોનો પડઘો પડતો હોય, એ રીતે યુગદર્શી આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે સાધ્વીશ્રી મૃગાવતીજીને ‘અબ તુમ પંજાબ જાઓ, મેં આતા હું ” એમ કહ્યું હતું. પરંતુ સાધ્વીશ્રીને આવી આજ્ઞા આપ્યા બાદ દુર્ભાગ્યે યુગદર્શી આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજીનો મુંબઈમાં કાળધર્મ થતાં તેઓ પંજાબ જઈ શક્યા નહીં. પણ સાધ્વીજીએ ઈ. સ. ૧૯૫૮ (વિ. સં. ૨૦૧૪)માં અંબાલાના ચાતુર્માસ દરમિયાન વલ્લભવિહાર સમાધિમંદિરનું ભૂમિપૂજન, શિલાન્યાસ અને નિર્માણ કર્યું અને આચાર્ય વિજયવલ્લભસૂરિની પ્રેરણાથી નિર્માણ થયેલી ‘શ્રી આત્માનંદ જૈન કૉલેજ', ‘શ્રી આત્માનંદ જૈન હાઈસ્કૂલ’, ‘શ્રી આત્માનંદ જૈન કન્યા ઉચ્ચ વિઘાલય’, ‘શ્રી આત્માનંદ જૈન મિડલ હાઈસ્કૂલ' તથા શ્રીસંઘની સઘળી સંસ્થાઓને સાધ્વીજીએ પુનઃ સિચિત કરી. એ પછી તેઓ ગુરૂધામ લહરામાં આવ્યાં અને ગુરુ આત્મારામજી મહારાજના જન્મસ્થળે એમના જન્મ પછી ૧૨૦ વર્ષ બાદ ઈ. સ. ૧૯૫૭ (વિ. સં.૨૦૧૩)માં જીરા ગામમાં સાધ્વીશ્રી મૃગાવતીજી રહ્યાં અને અહીં રહીને એમણે ‘ગુરુઆત્મકીર્તિ સ્તંભ'ના નિર્માણ માટે પ્રેરણા આપી. વાત એવી હતી કે ક્રાંતિકારી પંજાબદેશોદ્ધારક જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ (પૂ. આ. આત્મારામજી મહારાજ) ઈ. સ. ૧૮૯૭ (વિ. સં. ૧૯૫૩)માં કાળધર્મ પામ્યા હતા. એમના કાળધર્મના સ્થળ પર ગુજરાનવાલામાં સમાધિભવનની રચના થઈ હતી, પરંતુ ભારત અને પાકિસ્તાનનું વિભાજન થતાં ગુજરાનવાલા પાકિસ્તાનમાં ગયું અને તે સમાધિસ્થળ પણ ત્યાં જ રહી ગયું. આથી એમના જન્મસ્થળ લહરા-જીરામાં એમનું કોઈ કીર્તિચિન સર્જાય, તે આવશ્યકતા હતી. આ અંગે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે એક સમયે પ્રેરણા પણ આપી હતી અને એ પછી જિનશાસનરત્નશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજીએ આ કાર્ય સાધ્વીશ્રી શીલવતીજી મહારાજ, સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ અને સાધ્વીશ્રી સુયેષ્ઠાજી મહારાજને સોંપ્યું અને એમને જીરા તરફ વિહાર કરવાનો આદેશ આપ્યો. સાધ્વીશ્રી મૃગાવતીજીએ સકળ શ્રીસંઘને આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ ની ભવ્ય સાધુતાનો ખ્યાલ આપીને એમણે આ પ્રદેશ પર કરેલા
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy