SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ આત્મકલ્યાણના ઉજ્વળ પંથે નીકળે કે અમે પૂ. ગુરુદેવના ચરણોમાં ચોમાસું કરી શકીએ. પ્રભુ, તમે અમારી આ સાચી ભાવના પૂરી કરજો. જાણે તેમના અંતરની આ ભાવના રંગ લાવી ! આકાશમાં વાદળાનું કોઈ નામોનિશાન નહતું અને અચાનક ચારે તરફથી કાળાકાળા વાદળો ઘેરાવા માંડ્યા. આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો અને સાધ્વીજી મહારાજના મનમાં આશાનું કિરણ ઉદ્ભવ્યું. ઘાણેરાવ અને સાદડી વચ્ચે નદી-નાળા આવતા હતા. તે પાણીથી ભરાઈ જવાથી ધાણેરાવ જવાનું મોકૂફ રહેશે, એમ વિચારતા વિચારતા પૂ. ગુરુદેવને વંદન કરવા જઈ રહ્યા હતા. ત્યાં સામેથી જ પંન્યાસ શ્રી સમુદ્રવિજયજી મળ્યા અને તેમણે જણાવ્યું કે પૂ. ગુરુદેવજીએ કહ્યું છે કે પાણી ગોઠણ સુધી હોય તો પણ તમારે જવાનું છે. પછી ગુરુદેવને વંદન કરવા ગયા ત્યારે ગુરુદેવે આજ્ઞા કરી કે ઘાણેરાવ તો અમારી પાસે જ છે. ત્યાં ચોમાસું કરો અને ગુરુદેવજીના નામનો ડંકો વગાડો. બીજા દિવસે પૂ. ગુરુદેવના દર્શન કરીને, તેમને વંદન કરીને, તેમના આશીર્વાદ અને વાસક્ષેપ લઈને પૂ. સાધ્વીજીઓએ ઘાણેરાવમાં ૧૯૪૯નું અગિયારમું ચોમાસું કરવા માટે વિહાર કર્યો. પૂ. ગુરુ આચાર્ય વિજયવલ્લભસૂરિજી પણ ચોમાસા દરમિયાન શ્રાવકો દ્વારા તેમના ખબર મેળવતા રહેતા અને તેમની જરૂરી સારસંભાળ લેતા. બધાં શ્રાવકો પૂ. સાધ્વી શ્રીજીના શુદ્ધ આચાર-વિચાર વ્યાખ્યાનવાણી અને શાસન પ્રભાવનાની પ્રશંસા કરતાં, જે સાંભળી પૂ. ગુરુદેવ પ્રસન્ન થતાં. ચોમાસું પૂરું થતાં પૂ. સાધ્વીજી મહારાજ કારતકી પૂનમના દિવસે જ ઘાણેરાવથી વિહાર કરીને પૂ. ગુરુદેવજીના ચરણોમાં આવી પહોંચ્યા. તેમને જોઈને પૂ. ગુરુદેવે આશ્ચર્યપૂર્વક પૂછવું કે તમે પૂનમના મેળા ઉપર મુછાળા મહાવીર (તીર્થ)ની યાત્રા કરવા ન ગયા ? ત્યારે પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીએ વિનમ્રતાપૂર્વક અને ભોળાભાવે જણાવ્યું કે અમારા માટે તો પૂનમની યાત્રા પણ આપ છો અને મુછાળા મહાવીર પણ આપ જ છો ! આ સાંભળીને પૂ. ગુરુદેવ હસી પડ્યા. પૂ. સાધ્વીજી મહારાજના આંતરિક હૃદયસ્પર્શ ભાવો જાણીને પૂ. ગુરુદેવે તેમને પોતાની સાથે મારવાડની પંચતિર્થિની યાત્રા કરવા માટે આવવાનું જણાવ્યું. પૂ. ગુરુદેવ સાથેની યાત્રામાં પોષ માસની સંક્રાંતિ આવી. પૂ. ગુરુદેવના મુખેથી સંક્રાંતિ સાંભળીને તેમની સંક્રાંતિ સંભળાવવાની રીત શીખી લીધી. બીજી સંક્રાંતિ વિજોવામાં હતી. ત્યારે પૂ. ગુરુદેવે તેમને વ્યાખ્યાન કરવા જણાવ્યું. પૂ. ગુરુદેવની સાથે વિહાર કરતાં ત્યારે તેઓ આંખની તકલીફને લીધે ધીમે ધીમે નાનાં નાનાં પગલાં ભરતાં. કૃષ થતી જતી કાયા અને જૈફ ઉમર હોવાથી રાતા મહાવીર પહોંચતા બાર વાગી જતા. આ મરુધરભૂમિમાં આકરા તાપમાં ‘સૂરિમંત્રનો જાપ ન થાય ત્યાં સુધી મોઢામાં પાણી પણ ન નાખતા. સખત ગરમીના કારણે કોઈ શ્રાવકે ચાદરથી છાંયો કર્યો તો પૂ. ગુરુદેવે હાથ ઊંચો કરીને ચાદર હઠાવી દીધી. આ દિવસોમાં ગુરુદેવની કઠિન દિનચર્યા, શુદ્ધ જીવન, આચાર-વિચાર, તપ-જપ, ઉદારતા, વિશાળતા, વ્યવહારશુદ્ધિ, ન્યાયશીલતા, ગુણગ્રાહકતા, સમાજકલ્યાણની ઉત્કટ ભાવના, દયા, કરુણા, સહાનુભૂતિ વગેરે અનેક અનેક ગુણોનો પરિચય થયો. જિંદગીમાં માત્ર ને માત્ર આ સાડા ત્રણ માસ ગુરુદેવની સાથે રહેવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો. પોતાના પ્રેરણાના સ્રોત સમાન ગુરુદેવના આ સાક્ષાત્ પરિચયથી સૌને ખૂબ શીખવાનું, જાણવાનું મળ્યું અને તેમના અનુભવનો લાભ મળ્યો. રાતા મહાવીરની પ્રતિષ્ઠામાં પોતાની સાથે રહેવાનું જણાવ્યું ત્યારે ત્યાં પ્રતિષ્ઠા અને ત્રણ સાધુમહારાજની દિક્ષાનો પ્રસંગ માર્યા. પૂ. ગુરુદેવે આગળના વિહાર વિશે પૃચ્છા કરતાં પૂ. સાધ્વીશ્રી શીલવતીશ્રીજી મહારાજે જણાવ્યું કે અમે ગુજરાત તરફ વિહાર કરવા ઇચ્છીએ છીએ. ત્યારે પૂ. ગુરુદેવે ફરમાવ્યું કે ગુજરાતમાં શું પડ્યું છે ? આ બાજુ વિચર. પૂ. સાધ્વીશ્રીએ પૂછયું કે આ બાજુ ક્યાં ? પૂ. ગુરુદેવે સૂચવ્યું કે જેસલમેરની યાત્રા કરો, બીકાનેર, નાગોર વગેરે ક્ષેત્રોમાં વિચરણ કરીને ત્યાંની પ્રજા ઉપર ઉપકાર કરો અને પૂ. ગુરુદેવનું નામ ઉજ્જવળ કરો. હવેના વિહાર દરમિયાન સાધ્વીજીની જ્ઞાનપિપાસા સતત વૃદ્ધિ પામતી હતી. તરસ્યાને જળ મળી જાય એ રીતે એમને આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજી મહારાજનો મેળાપ થયો. એ સમયે જેસલમેરના જ્ઞાનભંડારોના - ઉર
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy