SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ સાધ્વીશ્રીએ સંસ્કૃતમાં પ્રવચન આપ્યું. ત્યાર બાદ ઈ. સ. ૧૯૭૦માં બેંગલુરુની મહારાજા સંસ્કૃત કૉલેજમાં પણ એમણે પ્રભાવશાળી ધારાપ્રવાહમાં સંસ્કૃત ભાષામાં પ્રવચન આપ્યું હતું. એકવાર વલ્લભસ્મારકમાં જાપાનથી એક અધ્યાપક આવ્યા હતા. તેઓ જાપાની, પ્રાકૃત અને સંસ્કૃત ભાષા એમ ત્રણ ભાષા જાણતા હતા. એમની સાથે સાધ્વીશ્રીએ સંસ્કૃતમાં વાર્તાલાપ કર્યો હતો. ૧૯૬૬માં સાધ્વીશ્રીનો મુંબઈમાં પ્રવેશ થયો અને મુંબઈમાં એમનાં પ્રવચનોએ એક નવી જ ચેતના જગાવી. મુંબઈના થાણા, સાયન, માટુંગા, મરીન ડ્રાઇવ, ગોવાલિયા ટેન્ક, ભાયખલા જેવા વિસ્તારોમાં સભાગૃહ, જૈનભુવન કે જિનાલયના ઉપાશ્રયમાં આ જાહેર પ્રવચનોનું આયોજન થયું. એ પ્રવચનોના વિષયો જ સાધ્વીશ્રીની વિશાળતા અને મહત્તાનો પરિચય આપે છે. તેઓ વાદળ જોનાર નહોતાં, પરંતુ સમગ્ર આકાશ નીરખનાર હતાં અને આથી ૧૯૬૬ના એપ્રિલ મહિનાથી ઑગસ્ટ મહિના સુધીમાં એમણે આપેલાં વ્યાખ્યાનોના વિષય જોઈએ તો તેમાં ‘ આજ ની પરિસ્થિતિ’, ‘માતૃભક્તિ’, ‘ધર્મ અને સમાજ' અને “મનુષ્ય જીવનનું કર્તવ્ય’ એવા સમાજલક્ષી વિષયો મળે છે, તો વળી ‘ધર્મનો મર્મ’, ‘શાસનપ્રભાવના', ‘અહિંસાદર્શન’ અને ‘યુગસંદેશ’ જેવા ધર્મલક્ષી વિષયો પર એમણે વ્યાખ્યાનો આપ્યાં છે. આમ પોતાની આસપાસના માનવીઓની વાસ્તવિક હાલતથી માંડીને છેક મોક્ષમાર્ગ સુધીની વાત એમનાં વ્યાખ્યાનોમાં મળે છે. તેઓએ અને પૂ. શ્રી પ્રમોદસુધા મહાસતીજીએ એક જ મંચ પરથી ‘જીવનમાં સાદાઈનું મહત્ત્વ', ‘રાષ્ટ્રીયભાવના', ‘સમાજોત્કર્ષ ' જેવા વિષયોની સાથે ‘સત્યની ઉપાસના” અને ‘અનેકાંતવાદ' વિશે વ્યાખ્યાનો આપ્યાં છે. સાધ્વીશ્રી મૃગાવતીજી શ્વેતાંબર સંપ્રદાયનાં સાધ્વી હતાં, જ્યારે પૂ. મહાસતીશ્રી પ્રમોદસુધાજી સ્થાનકવાસી સંપ્રદાયનાં હતાં. આ બંને સાધ્વીજીઓએ એક જ પાટ પરથી વ્યાખ્યાન આપ્યા. જેમ બે સરિતા એકઠી થાય અને તીર્થ બને, એ રીતે બે ચૈતન્યધારા એકઠી થઈ અને ચૈતન્યતીર્થ સર્જાયું. આ બંને સાધ્વીઓ ક્રાંતિકારી વિચારો ધરાવતાં હતાં, તેથી તેમનાં સંયુક્ત રીતે વાણીની વસંતનો વૈભવ યોજાયેલાં વ્યાખ્યાનોમાં ગચ્છ અને સાંપ્રદાયિકતા છોડીને જૈન ધર્મના ઝંડા હેઠળ એક થવાની વાત હતી. યુગદર્શી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ તો જૈન એકતા માટે અથાગ પ્રયત્ન કર્યા હતા, આથી સાધ્વીશ્રી મૃગાવતીજીના વ્યાખ્યાનમાં સતત જૈન એકતાનો અવાજ ગુંજતો રહ્યો. જ્યારે મહાસતીજી શ્રી પ્રમાંસુધાજીએ કહ્યું કે એ ક જ કુટુંબમાં એક વ્યક્તિ ભીંડા ખાતો હોય અને બીજો તુરિયાં ખાતો હોય, ત્યારે આપણે સમગ્ર કુટુંબની ભાવનાને ભૂલીને એકને ભીંડાવાદી અને બીજાને તૂરિયાવાદી કહીશું ખરાં ? બંને સાધ્વીજીઓએ જુદા જુદા સંપ્રદાયોની જુદી જુદી સંવત્સરીઓ અંગે પારાવાર વેદના વ્યક્ત કરીને જૈન સમાજને એક થવા માટે હૃદયસ્પર્શી અપીલ કરી. ગચ્છભેદ અને પક્ષાપક્ષીની વાતથી ઉપર ઉઠીને જૈન સમાજમાં એકતાનું મહત્ત્વ સમજાવતા તા. ૧૦ નવેમ્બર ૧૯૭૧ના રોજ ઘાટકોપરના પોતાના વ્યાખ્યાનમાં પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી જણાવે છે કે, “જૈન મુનિ તેને જ કહેવાય કે તે જ્યાં જાય ત્યાં સંગઠનની જ્યોત પ્રગટાવે, શાસનની સેવા કરે અને સમાજને સાચું જ્ઞાન આપે, ભેદભાવ ઊભા કરે, ભાગલા કરે, સંપ્રદાયો દ્વારા સમાજની શક્તિ ઓછી કરે તેને સાચા સાધુ શી રીતે કહી શકાય ? સંઘમાં એકતા જળવાશે ત્યારે જ મને આનંદ થશે. હું તમારી પાસે શ્રીસંઘની પાસે એક જ ભીક્ષા માગું છું અને તે સંઘની એકતા. શ્રી છેડાએ સમજવાનું કે સંઘના બંને છેડા સંધાય અને શ્રી ભેદા સર્વ ભેદભાવ ભૂલી જઈ ભેદો દૂર કરે. જો આમ થશે તો સંઘમાં એકતા સ્થપાશે અને તો જ મારું અહીં આવવું સાર્થક ગણાશે, અન્યથા નહીં.” તેમની વાણીની તાત્કાલિક અસર થઈ અને શ્રી વસનજીભાઈ છેડા અને શ્રી ઉમરશીભાઈ ભેદાએ પરસ્પર ક્ષમાયાચના કરી અને આ રીતે ત્યાંના સંઘમાં એકતાનું વાતાવરણ સર્જાયું. સાધ્વીશ્રી મૃગાવતીજી માનતાં હતાં કે વ્યાખ્યાન લોકરંજન માટે નહીં, પરંતુ આત્મકલ્યાણના હિત અર્થે થવું જોઈએ. સામાન્ય માન્યતા એવી છે કે સંસાર અસાર છે, પરંતુ ૧૯૬૬ની વીસમી નવેમ્બરે ભાયખલાના રંગમંડપમાં ‘નિર્ભયતા શેમાં ?' - એ વિષય પર વ્યાખ્યાન આપતાં સાધ્વીશ્રીએ કહેલા વિચારો આજે પણ કેટલા સચોટ અને હૃદયસ્પર્શી લાગે છે ! એમણે કહ્યું ,
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy