SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનદાતા અને જીવનશિલ્પી પ્રેરણાની પાવનમૂર્તિ અધ્યયન માટે તેઓ સતત પ્રેરતાં રહ્યાં અને તે માટે સઘળી અનુકુળતા સર્જતાં રહ્યાં. ઉત્તમ પંડિતો પાસેથી જ્ઞાનસાધનાનો યોગ થાય તે માટે સાધ્વી શ્રી શીલવતીજી સ્વયં એમને વિનંતી કરતાં હતાં. આ પંડિતો છ-છ કલાક સુધી બાલસાધ્વી મૃગાવતીજીને ધર્મગ્રંથોનો અભ્યાસ કરાવતા હતા અને આ તેજસ્વી સાધ્વીરત્નનો દિવસનો સમય સ્વાધ્યાય અને શાસ્ત્રાભ્યાસમાં જતો હતો, તો રાત્રે પોતે કરેલા પાઠ પાકા કરતાં હતાં. અત્યંત તીવ્ર બુદ્ધિ ધરાવતાં સાધ્વીશ્રી મૃગાવતીજી ૧૪ વર્ષની ઉંમરે પ્રતિદિન સંસ્કૃતના એકસો શ્લોકો કંઠસ્થ કરી લેતાં. માતાને અહર્નિશ એક જ ભાવના રહેતી કે મારી આ શિષ્યા-પુત્રી સંસ્કૃત ભાષામાં વિશાળ જનસમુદાયને વ્યાખ્યાન આપી શકે એવી તૈયાર થવી જોઈએ. એમણે એ સમયના પ્રકાંડ પંડિત શ્રી છોટેલાલજી શર્માને આ કામ સોંપ્યું અને સાથોસાથ અન્ય વિદ્વાનો અને મનીષીઓ પાસે અભ્યાસ માટે વ્યવસ્થા કરી આપી. આનું પરિણામ એ આવ્યું કે સાધ્વીશ્રી મૃગાવતીજી સંસ્કૃત ભાષામાં અસ્મલિત વ્યાખ્યાન આપી શકતાં હતાં. ગુરુને સર્વસ્વ સમર્પણ કરી દે એવી ગુરભક્તિનાં દૃષ્ટાંતો મળે છે, પરંતુ શિષ્યના અભ્યદય માટે ગુરુ સ્વયંને અર્પણ કરી દે, પોતાનું સર્વસ્વ એમાં જ સમાવી દે અને પોતે સ્વયં શિષ્યમય જ બની ગયાં હોય એ રીતે સાધનાની અને જીવનની બધી ક્રિયા-પ્રક્રિયા ગોઠવે, એવું તો ક્વચિત્ જ બનતું હોય છે. અહીં સાધ્વીશ્રી શીલવતીજી હકીકતમાં સાધ્વીશ્રી મૃગાવતીજીમય બની ગયાં હતાં અને પોતાની શિષ્યા-પુત્રીના વ્યક્તિત્વના ઘડતરમાં જ પોતાનું સર્વસ્વ સમર્પી દીધું હતું. આ રીતે મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીના જીવનઘડતરમાં એમનાં માતાગુરૂએ અમૂલ્ય ફાળો આપ્યો. આની પાછળ ગુરુવર્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની ઉદારતા, દીર્ધદૃષ્ટિ અને પ્રગતિપ્રિયતાનું મનોરમ દર્શન થાય છે. વળી સાધ્વી માતા-પુત્રી વચ્ચેના આવા ધર્મવાત્સલ્યની સુભગ અસર એમનાં બે સાધ્વીજીઓ પ. પૂ. સુયેષ્ઠાજી મ. સા. તથા પ. પૂ. સુત્રતાજી મ. સા. પર પણ જોવા મળે છે. એમનાં વિનય, વિવેક, મિતભાષિતા, અધ્યયન પ્રત્યેની રુચિ, સેવાપરાયણતા, નિખાલસતા વગેરે ગુણો તેમની શિષ્યાઓમાં પણ જોવા મળે છે. સાધ્વીશ્રી શીલવતીજી જેમ એક હેતાળ માતા જેવાં મમતાળુ હતાં, એવાં જ વખત આવ્યે તેઓ, સંતાનના ભલાની ખાતર કડવું ઓસડ પાનાર કઠોર માતાનું રૂપ પણ ધારણ કરી શકતાં હતાં. તેઓ મમતા વરસાવતાં હોય કે કઠોરતા દર્શાવતાં હોય, કિંતુ એ બંનેની પાછળ એમની એકમાત્ર મનોવૃત્તિ લોકહિતની રહેતી. સોરઠનાં આ સાધ્વીજી પ. પૂ. શીલવતીજી અને પૂ. મૃગાવતીજીના હૈયે પંજાબનો પ્રદેશ વસેલો હતો અને પંજાબના જૈનો પણ આ સાધ્વીરત્નો પ્રત્યે અખૂટ આસ્થા ધરાવતા હતા. તેઓએ જેટલી લોકચાહના પંજાબમાં જગાડી, એટલી જ એમણે મુંબઈમાં છેલ્લાં બે ચાતુર્માસ દરમિયાન સર્જી હતી. મુંબઈમાં તો એમની એક જ ઝંખના હતી કે આર્થિક મૂંઝવણ અનુભવતા સામાન્ય અને મધ્યમ વર્ગના ઉત્કર્ષની અમારા ગુરુદેવની ભાવના કેવી રીતે સફળ થાય ! અને આ માટે એમણે મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટેની ગુરુ વલ્લભવિજયજી અને ગુરુ, સમુદ્રવિજયજીની ભાવનાને સાકાર કરી. નાલાસોપારામાં સાધર્મિક ભાઈઓના નિવાસ માટે ‘આત્મવલ્લભનગર ” બનાવીને સમાજમાં એક નવો ચીલો પાડ્યો અને મધ્યમવર્ગના જૈનોની વેદનાને ઓછી કરી. આ રીતે મુંબઈનાં બે ચાતુર્માસ દરમિયાન માતાગુરુની સાથે રહીને પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજે અપાર લોકચાહના પ્રાપ્ત કરી. માતાગુરુ પણ જીવનના અસ્તાચળ સમયે વીતરાગ પ્રભુના ધ્યાનમાં એકાગ્ર થઈને શ્રી સિદ્ધાચલજી તથા શ્રી શંખેશ્વરજી જેવા તીર્થોની યાત્રાની ભાવના ભાવ્યા કરતા. વળી છેલ્લે છેલ્લે પોતાના ગુરુદેવે સ્થાપેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો સુવર્ણ મહોત્સવ ખૂબ શાનદાર રીતે ઊજવાય એ જોવાની પ. પૂ. શીલવતીજી મ. સા.ની ઝંખના પૂરી થઈ અને એમનો આત્મા પૂર્ણ સંતોષ અનુભવી રહ્યો અને વિદ્યાલયની શાખાઓમાં એની ઉજવણી ચાલુ હતી, તે દરમિયાન જ વિ. સં. ૨૦૨૪ના મહા વદિ ચોથ, તા. ૧૭-૨-૧૯૬૮ ને
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy