SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ પરિશિષ્ટ-૮ તરીકે રહી ચુકેલા ડૉ. લક્ષ્મીમલ્લજી સિંઘવી વિશેષ અતિથિરૂપે ઉપસ્થિત રહ્યા હતાં. આમાં ૧૦૧ વિકલાંગોને કૃત્રિમ હાથ-પગ આપ્યાં, જેથી તેઓ આત્મનિર્ભર થઈ શકે અને આર્થિક સહાય પણ આપી, જેનાથી સ્વ-રોજગારીથી સમ્માનિત જિંદગી જીવી શકે. ટ્રાઇસિકલ, સિલાઈ મશીનો, વાસણો વગેરે આપ્યાં, અને ૧૭0 લોકોએ નેત્રદાન શપથપત્ર અર્પણ કર્યા. વિકલાંગોએ શ્રદ્ધા ભાવથી માંસ, મદીરા ત્યાગના નિયમો સાધ્વીજી મહારાજ ની સભામાં લીધાં. પૂ. મહત્તરાજી મૃગાવતીજીએ વલ્લભસ્મારકની ભૂમિની મુલાકાત લીધા બાદ પૂ. ગુરુ વલ્લભની દીક્ષાશતાબ્દિ અહીં થનારા સ્મારકમાં મનાવવાની ભાવના પૂ. ઇન્દ્રન્નિસૂરિજી પાસે પત્રમાં વ્યક્ત કરી હતી. તેના અનુલક્ષમાં ૧૪મી માર્ચ ૧૯૮૮ના દિવસે પૂ. ગુરુ મહારાજ શ્રી ઇન્દ્રદિગ્નસૂરિજીની નિશ્રામાં ધામધૂમથી દીક્ષાશતાબ્દિ વર્ષનો સમાપન સમારોહ ઉજવાયો. આ પ્રસંગે શ્રીમતી અરૂણાબેન અભયકુમારજી ઓસવાલ પૂ. ઇન્દ્રદિન્નસૂરિજીની પ્રેરણાથી સાતક્ષેત્રના સિંચન માટે રૂ. એક કરોડનું દાન આપ્યું. ટ્યૂબવેલ : ગુરુદેવના દીક્ષાસ્થળ, રાધનપુરમાં ‘શ્રી આત્માનંદ જૈન મહાસભા' ઉત્તર ભારતે દુષ્કાળના કારણે ટ્યૂબવેલ લગાડવા માટે ૬૧OOO રૂપિયાની રકમ મોકલાવી. પાંજરાપોળ : આણંદજી કલ્યાણજી પેઢી સંચાલિત છાપરીયાળી પાંજરાપોળ પાલીતાણા માટે ‘શ્રી આત્માનંદ જૈન મહાસભા'એ ગુજરાતમાં દુષ્કાળ સમયે પેઢીના અધ્યક્ષ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈને ત્રણ લાખની રકમ મોકલાવી. (૨) લફની જૈન દેરાસર : વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજયરત્નાકરસૂરીશ્વરજી મહારાજની જન્મભૂમિમાં એમની પ્રેરણાથી નિર્મિત દેરાસર માટે વિપુલ આર્થિક યોગદાન કરાવ્યું. (૩) શ્રી મહાવીર જૈન શ્વેતાંબર મંદિર : વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજયરત્નાકરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી હમ્બડા રોડ લુધિયાણા ઉપર બનેલા આ જિનાલયમાં કુપનો દ્વારા પાંચ લાખનું યોગદાન અપાવ્યું. (૪) શ્રી આત્મવલ્લભ જૈન આરાધના ભવન : નવીન શાહદારા દિલ્હીમાં આ ઉપાશ્રયનું ભૂમિપૂજન ૧૦-૨-૧૯૮૮ના રોજ શ્રી ખજાનચીલાલ જૈન પરિવારે અને શિલાન્યાસ તથા ઉદ્ઘાટન રાયસાહબ રાજ કુમારજી(અંબાલા)એ કર્યો (૫) શ્રી આત્મવલ્લભ જૈન ધાર્મિક પાઠશાળા : અધિષ્ઠાતા શ્રી માધી શાહજી દ્વારા સંચાલિત લુધિયાણા ચાવલ બજારમાં ચાલતી આ પાઠશાળાના સ્થાયી ફંડ માટે આચાર્ય શ્રી નિત્યાનંદસૂરિજી મહારાજની પ્રેરણાથી આરંભાયેલા ફંડમાં ઈ.સ. ૧૯૯૩ના ચાતુર્માસમાં ચાર લાખ રૂપિયા થયા. () શ્રી આત્મવલ્લભ જૈન મહિલા મંડળ : નવીન શાહદરા દિલ્હીમાં આ મંડળની સ્થાપના કરી જે હાલ બહુ સુચારુરૂપે ચાલે છે. (૭) કન્યા છાત્રાલયમાં એક રૂમ : ગુરુ વિજયઇન્દ્રદિનસૂરિજી મહારાજની નિશ્રામાં નીકળેલો વિજય વલ્લભસ્મારક દિલ્હીથી હસ્તિનાપુર પદયાત્રી સંઘ જ્યારે દુહાઈ (ગાજિયાબાદ) પહોંચ્યો ત્યારે તે દિવસે સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજનો ૬૩મો જન્મદિવસ હતો. જન્મદિવસ ઉજવીને શ્રીસંઘે ભાવવિભોર થઈને એક રૂમ માટે ૨૭000 રૂપિયા અને પાંચ પંખા ભેટ કર્યા. શ્રી કીર્તિભાઈ ગાંધીએ આ ખુશીમાં શ્રીસંઘને ઠા-પાણી-નાસ્તો કરાવવાનો લાભ લીધો. (૮) ગિરિવિહાર ભોજનશાળા : આ સંસ્થામાં શ્રીમતી સંતોષરાણી મોતીસાગર જૈન દુગ્ગડે (અંબાલા) ત્રણ લાખનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. (૯) આત્મવલ્લભ એજ્યુકેશન ટ્રસ્ટ : શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈ વડે સંચાલિત આ ટ્રસ્ટમાં શ્રી અશોકભાઈ ઓસવાળે રૂ. ૧ લાખનું યોગદાન આપ્યું. (૧૦) શ્રી આત્મવલ્લભ શ્રમણોપાસક ગુરુકુલ : વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય રત્નાકરસૂરીશ્વરજીની - ૨૮૯
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy