SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ પરિશિષ્ટ-૫ પૂંછડું આમળવા લાગ્યો પણ ગાય બેઠી જ ન થઈ, ત્યારે તેને ખબર પડી કે ગાય માંદી છે અને પોતે સસ્તામાં લેવા જતાં છેતરાયો છે. એટલે એણે વિચાર્યું કે હું પણ કોઈ બીજાને આને વળગાડી દઉં. એમ બીજો ઘરાક આવ્યો, પણ તેણે તો ગાય વિશે અનેક સવાલો કર્યા ત્યારે પેલાએ કહ્યું કે મેં જેમ લીધેલ છે તેમ તારે લેવી હોય તો બે રૂપિયા ભલે ઓછા આપજે. એ સાંભળીને નવો ઘરાક બોલ્યો કે તું તો બુદ્ધ છે, મારે રૂપિયા એવા હરામના નથી જેથી તારી પેઠે છેતરાઉં.. આ રીતે જે અધ્યાપક-શિક્ષક શાસ્ત્ર કે સાહિત્ય શીખવતી વખતે વિદ્યાર્થીને એમ કહે કે ભાઈ, જેવું હું શીખ્યો છું તેવું મેં તમને શીખવ્યું, વિદ્યાર્થી તે બાબત તર્ક કરે યા તો વિશેષ ચર્ચા કરે તો શિક્ષક એમ જવાબ આપે કે મેં તો મને જેવું મળ્યું તેવું જ શીખવ્યું, એ અંગે મેં પણ મારા અધ્યાપક પાસે કોઈ તર્ક નહીં કરેલો અથવા વિશેષ સમજણ નહીં માંગેલી, એટલે તમે પણ આ અંગે કોઈ તર્ક ન કરો. આમ કહેનાર અધ્યાપક કે શિક્ષક પેલા બ્રાહ્મણ જેવો અજ્ઞાની છે અને ભણાવવાનો અનધિકારી છે. આથી ઊલટું, જે શિક્ષક, જોઈ-તપાસીને ગાયને દાનમાં લેનાર ચતુર બ્રાહ્મણની પેઠે , પોતાના ગુરુ પાસેથી વિદ્યા મેળવતાં માત્ર શબ્દસ્પર્શી જ ન રહે પણા વિશેષ તર્કો અને મનન-ચિંતન કરીને મૂળ વાત વિશે અનેક માહિતી મેળવે અને છાત્રોને પણ કેવળ શબ્દસ્પર્શી ન બનાવતાં તર્કનો ઉપયોગ કરવાનું સૂચન કરે તથા નવી નવી હકીકતોને શોધવાની તક આપે તથા તુલનાત્મક પદ્ધતિની સમજણ આપીને વિશેષ શોધ કરવા પ્રેરણા આપે અને કેવળ પ્રાચીન લોકોના શબ્દો ઉપર જ અંધવિશ્વાસ રાખવાની વાતને ગૌણ રાખે, તેવો શિક્ષક વિદ્યા દેવાનો પૂરો અધિકારી છે. વળી, ગુરુએ કે શિક્ષકે આપેલ પાઠને જ્યારે છાત્ર ગોખતો હોય ત્યારે શિક્ષકને એમ જણાય કે છાત્ર ખોટું ગોખે છે અથવા ખોટું વિચારે છે ત્યારે શિક્ષક વિદ્યાર્થીને સૂચન કરે કે, ભાઈ તું તો ખોટું ગોખે છે અને વિચારે છે પણ ખોટું! આ સાંભળી છાત્ર ચિડાઈને કહે કે લ્યો સાહેબ, તમે જ મને આમ શીખવેલ છે અને આમ વિચારવાની ભલામણ કરેલ છે, છતાં તમે કેમ ફરી જાઓ છો અને મારી ભૂલ બતાવો છો ? આ સાંભળી શિક્ષક ગુસ્સે થઈ જાય અને વિદ્યાર્થીને કહે કે અલ્યા, તારે ભણવાનું ધ્યાન તો રાખવું નથી અને મારી ભૂલ કાઢવી છે, આવો ૨૬૪ તું નાલાયક છે એની તો મને આજે જ ખબર પડી - આમ એ બંને ઝઘડો ઊભો કરે અને ન બોલવાનું બોલવા માંડે તો એવો છાત્ર તો અયોગ્ય લેખાય જ, પણ શિક્ષક પણ વિદ્યાદેવીની ભૂમિકા વગરનો છે એમ સમજવું. આથી વિપરીત, જ્યારે વિદ્યાર્થી શિક્ષકની સરતચૂકની વાત કરે ત્યારે શિક્ષક નમ્રપણે એમ કહે, ભાઈ, સંભવ છે કે તને ભણાવતી વખતે મારું ધ્યાન ન રહ્યું હોય અને ખોટો પાઠ અપાયો હોય તથા આમ ચિંતન કરવાની ભલામણમાં પણ મારી ભૂલ થઈ હોય, પણ ભાઈ, ખરો પાઠ આમ છે અને તેનું ખરું ચિંતન આમ કરવું જોઈએ - આમ કહેનારો આ જાતનો નમ્ર ગુરુ કે શિક્ષક વિદ્યા દેવાનો ખરો અધિકારી છે. આ રીતે આ નાના લેખમાં શિષ્ય અને ગુરુની યોગ્યતા તથા અયોગ્યતા વિશે જે વિવેચન પંડિત શ્રી બેચરદાસજી દોશી પાસે અભ્યાસ કરતી વખતે મને મળેલું તે અહીં રજૂ કરેલ છે. ભૂલ માટે ક્ષમા માગું છું. તથા ભૂલની મને જાણ કરવાની પ્રાર્થના કરું છું. લેખ-૫ બહેનોને પ્રેરણાત્મક સંદેશ પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીએ તા. ૧૧-૬-૬૫ના રોજ રાજકોટમાં ‘શ્રી કાન્તા સ્ત્રી વિકાસગૃહ ની મુલાકાત લીધી હતી અને તે પ્રસંગે સંસ્થાની વ્યવસ્થા, શિક્ષણ, ગૃહઉદ્યોગ વગેરે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તે પછી બહેનોને પ્રેરણા મળે તેવી રીતે દૃષ્ટાંતો દ્વારા મનનીય પ્રવચન આપ્યું. બહેનો ધારે તો ઘણું કામ કરી શકે તેમ છે. અત્યારના સમાજની પરિસ્થિતિ અને વાતાવરણને પલટાવવા બહેનોએ સદાચાર, સંયમ, સાદાઈ કેળવવા ખૂબ જ આવશ્યક છે. આ સદ્ગુણોથી જીવનમાં ઘણો વિકાસ સાધી શકાશે. દુનિયાના મહાપુરુષો, મહાત્માઓ, ભગવાન બુદ્ધ, મહાવીર, રામ, કૃષ્ણ, ગુરુનાનક, મહર્ષિ દયાનંદ સરસ્વતી, શ્રીમદ્ રાજચંદ્ર વગેરેએ સ્ત્રીઓની ઉન્નતિ અને વિકાસ માટે ઘણું કહ્યું છે. - ઉપ
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy