SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ કરુણામયી કર્મગિની સાધ્વીશ્રી મહત્તરાજીનું વિરલ જીવન તે માત્ર અનુમોદનીય જ નહીં, પણ અનુકરણીય પણ છે. એમની રગેરગમાં મૈત્રીભાવનાનું ગુંજન હતું, એથીય વિશેષ એ સાદાઈ અને સંયમની સાક્ષાત્ મૂર્તિ હતા. ભારતીય દર્શનોના સમર્થ વિદ્વાન પદ્મભૂષણ પંડિત દલસુખભાઈ માલવણિયા પાસે સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજીએ દર્શનોનો અભ્યાસ કર્યો હતો. સાધ્વીશ્રી સ્વયં એમને ગુરુ સમાન આદર આપતા હતા, પરંતુ પંડિત દલસુખભાઈ માલવણિયા એમના આંતરજીવનની એક વિશેષતા દર્શાવતા નોંધે છે, મેં નજરોનજર જોયું કે, આત્મા અને શરીરની ભિન્નતાને માનનાર વ્યક્તિ કેવી હોય છે. વાતો તો ઘણા લોકો કરે છે. પરંતુ જીવનમાં એ ભેદને સાક્ષાત્ કરવો એ કઠણ કામ છે. આત્મબળ પણ શું અને કેવું હોય છે તેનો સાક્ષાત્કાર પણ મને મહત્તરા મૃગાવતીમાં થયો છે. એમનામાં મેં આવેલ ડૉક્ટરને પાછા મોકલવાની તાકાત પણ જોઈ છે. શરીર પ્રત્યે આવી નિરપેક્ષતા જોવાનું દેવોને પણ દુર્લભ છે. હું એ મહત્તરાજીમાં જોઈ શક્યો, ત્યારે મારું મન વધુ પ્રભાવિત થયું હતું.' સાધ્વીજીની બીજી એક વિશેષતા એ હતી કે પોતાની કરુણામયી કર્મયોગિની સિદ્ધિ અને સફળતાનો યશ એ અન્યને વહેંચી દેતા. પ્રાચીન કાંગડા તીર્થનો ઉદ્ધાર અને વલ્લભસ્મારક જેવા મહાન કાર્યમાં નિમિત્ત બનવા છતાં એમને અહંકાર સહેજે સ્પર્ધો નહોતો. કોઈ મળવા આવે તોપણ પોતાની સફળતા કે સિદ્ધિની વાત ક્યારેય કરતા નહીં. એમને મળનારને એમની નમ્રતા અને વાત્સલ્યનો મધુર સ્પર્શ થતો. મુંબઈના પત્રકાર શ્રી નગીનદાસ જે. શાહ (વાવડીકર) મુંબઈથી સ્પેશિયલ ટ્રેનમાં ૧૯૭૯ની ૨૮મી નવેમ્બરે મહત્તરાજીને વંદન કરવા ગયા, ત્યારે એમણે જોયું કે એમનો ભત્રીજો દિલ્હીની ઠંડીમાં થરથર ધ્રૂજતો હતો. મહત્તરાશ્રીજીએ બાજુમાં બેઠેલા એક પંજાબી બહેનને કહ્યું, ‘યહ મેરા ભાઈ હૈ. ઉસ બચ્ચે કે લિયે એક ગરમ સ્વેટર શીઘ્ર લાનેકા પ્રબંધ કીજીયે.' નગીનભાઈના પત્ની ઉષાબહેને કહ્યું, ‘સાહેબજી, એવી કોઈ જરૂ૨ નથી.' ત્યારે મહત્તરાજીએ ખૂબ લાગણીભર્યા અવાજે કહ્યું, ‘મોટી વ્યક્તિઓનું ધ્યાન રાખનારા ઘણા છે, પણ મારે તો તમારું ધ્યાન રાખવાનું છે.’ અને સાંજે તો પત્રકાર નગીનભાઈ વાવડીકરના ઉતારા પર ગરમ સ્વેટર અને મફલર હાજર થઈ ગયા. નગીનભાઈને થયું કે એમના જેવી સામાન્ય વ્યક્તિને માટે પણ મહત્તરાજીના હૃદયમાં કેવો અદ્ભુત વાત્સલ્યભાવ છે ! ઉદ્યોગપતિ અભયકુમાર ઓસવાલ પણ જ્યારે જ્યારે મનથી ક્ષુબ્ધ અને અશાંત થઈ જતા, ત્યારે સાધ્વીજીનાં ચરણોમાં બેસી જતા. ૧૯૮૨માં તેઓ પોતાના વ્યવસાયમાં વિષાદજનક એકલતાનો અનુભવ કરતા હતા, ત્યારે મહત્તરાજીએ એમને ખૂબ આશીર્વાદ આપ્યા અને વાત્સલ્યપૂર્ણ શબ્દો કહ્યા, ‘ભાઈ, હંમેશાં તમારું ભલું થશે.’ આ સમયે શ્રી અભયકુમાર ઓસવાલે બે કલાક સુધી સાધ્વીજીનાં પ્રેરક વચનોનું અને એમની પ્રેરણાનું અમૃતપાન કર્યું. પરિણામે એમના જીવનમાં નવો ઉત્સાહ અને દૃઢ આત્મવિશ્વાસ બંધાયો, જેને પરિણામે તેઓ ઘણાં મોટા વ્યાપાર-કારોબારને સ્વસ્થતાથી સંભાળી શક્યા અને જીવનમાં આવેલી કપરી આપત્તિઓ પાર કરી શક્યા. ૨૦૭
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy