SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ અબ હમ અમર ભયે પ્રકાશબાબુએ થોડીવાર માળા-પાઠ કર્યા. સાધ્વી સુવ્રતાજી, સાધ્વી સુયશાજી અને સાધ્વી સુપ્રજ્ઞાજી એમની આસપાસ બેઠા હતા. સહુ મનોમન પ્રભુસ્મરણ અને નવકાર જાપ કરતા હતા. અડધા કલાક પછી એમની તબિયતમાં સુધારો થયો. એમણે અનુરાધા જૈનને નજીક આવવાનું કહ્યું. સાધ્વી સુયશાજીને આનંદઘનજીનાં પદ ગાવાનું કહ્યું. એમણે ‘આશા ઓરનકી ક્યા કીજે ', તે પછી અવસર બૈર બૈર નહીં આવે” આ બે પદ ગાયાં. તેમણે ત્રીજું પણ એક પદ ગાયું. આ પદો સાંભળીને તેઓ પોતાની શારીરિક વ્યાધિ વિસરી ગયા અને આત્મલીન બની ગયા અને પછી મહારાજીએ સ્વયં ‘અબ હમ અમર ભયે, ન મરેંગે' એ મહાયોગી આનંદઘનજીનું સ્તવન અને શ્રી ચિદાનંદજીનું પદ ગાયું. આમાં આવતા કેટલાક ગુજરાતી શબ્દો જે ઓ સમજી શકતા નહીં, એમને સમજાવવા લાગ્યા અને પોતાના હાથથી તાલ આપવા લાગ્યા. આ બધું દોઢેક કલાક સુધી ચાલ્યું. એમના પ્રસન્ન ચહેરાને જોઈને સહુનો ચહેરો પ્રસન્ન થઈ ગયો. એમણે શ્રીમતી અનુરાધા જૈનનો હાથ હાથમાં લઈને કહ્યું, ‘તું ઘણીવાર મને કહે છે કે તારે ત્યાં રાત્રિનિવાસ માટે આવું, પણ આવતી નથી. તારા ઘેર જો રાત રહેત, તો આવો સત્સંગ ક્યાંથી થાત ?' અનુરાધા જૈન કશું બોલી શક્યા નહીં, એમની આંખોમાં આંસુની ધારા હતી અને હૃદય માતાનું વાત્સલ્ય અનુભવતું હતું. એ રાત્રી સદાને માટે અનુરાધા જૈનના હૃદયમાં અવિસ્મરણીય બની ગઈ. એમ લાગતું હતું કે હવે એ પોતાની ભૌતિક જીવનલીલા સંકેલી લેવા માગે છે. મહત્તરાશ્રીજીના સ્વાથ્યના સમાચાર મળતાં જ વલ્લભસ્મારક દર્શનાર્થીઓની ભીડથી ઊભરાઈ ગયું. બહાર પ્રાંગણમાં અખંડ જાપ ચાલતો હતો. શાંત મનથી શંખેશ્વર પાર્શ્વપ્રભુના ચિત્ર સમક્ષ નવકાર મંત્રનો જાપ ચાલી રહ્યો હતો. અહીં એકત્રિત થયેલો વિરાટ જનસમૂહ આખી રાત જાગતો રહ્યો. ૧૯૮૬ની ૧૭મી જુલાઈએ એમનું સ્વાચ્ય ઘણું ચિંતાજનક બની ગયું. મહત્તરાજીને સંકેત મળતાં અંતિમ સમયે એમણે અનશન લઈ લીધું. સહુએ પાણી લેવા માટે ઘણો આગ્રહ કર્યો, પરંતુ એમણે સતત અસ્વીકાર જ કર્યો. અશક્ત શરીરમાં શક્તિ આવે તે માટે લૂકોઝ ચડાવવા નર્સને બોલાવવામાં આવી, પરંતુ સાધ્વીજીએ એમ પણ થવા દીધું નહીં. બપોરના ૪-૦૦ વાગે ડૉક્ટરે ઘેનનું ઇજેક્શન આપવા પ્રયત્ન કર્યો. જો તેઓ ઘેનમાં હોય, તો લૂકોઝ ચડાવી શકાય, પરંતુ ઘેનનું ઇંજેક્શન લેવાને બદલે સ્વયં સમાધિમાં ડૂબી ગયા અને કહ્યું, ‘અરિહંત ભગવાનનો દીવો કરો. મારે સમાધિમાં બેસવું છે.' ૧૭મી જુલાઈની સાંજે પાંચ વાગે કોઈ દૈવી શક્તિ પ્રગટ થતી હોય તેમ મહત્તરાજી એકાએક બેસી ગયા. શ્રી વિનોદલાલ દલાલ અને શ્રી રાજ કુમારજી (એન.કે.) સાથે ક્ષમાપના કરી, પણ એની સાથોસાથ વચન લીધું કે તેઓ વિદ્યાલય અને અન્ય નિર્માણકાર્ય યોજનાબદ્ધ રીતે પાર પાડશે. સર્વશ્રી રામલાલજી, લાલા રતનચંદજી, શાંતિલાલ ખિલાનેવાલે તથા રાજકુમાર રાયસાહબ આદિને ‘મિચ્છા મિ દુક્કડમ્' કહ્યા. આ સમયે એમની પરમ પ્રિય શિષ્યાઓની કઈ અનુભૂતિ હશે ! એ સમયનું વર્ણન કરતાં વિદુષી સાધ્વીશ્રી સુવ્રતાશ્રીજી કહે છે, “પોતાની સાધ્વીઓનો મોહ જાણી એમને સંબોધિત કરતાં કહ્યું કે, “ધીરજ ધારણ કરજો, ૨ડતા નહિ, હિંમત રાખજો. વીર બની જ્ઞાન, ધ્યાન અને આત્મકલ્યાણના માર્ગ પર આગળ વધજો. મારા આશીર્વાદ તમારી સાથે છે.’ ત્યાર પછી ચોર્યાસી લાખ જીવયોનિના જીવોની ક્ષમા માંગી. ચતુર્વિધ આહારનો ત્યાગ કર્યો અને જાતે જ સંથારાના પચ્ચક્ખાણનું ઉચ્ચારણ કર્યું. આગ્રાથી શ્રીમતી ઉષાબહેન આવ્યાં અને અમદાવાદથી વિદ્યાગુરુ પંડિત બેચરદાસ દોશીના પત્ની શ્રીમતી અજવાળીબહેન તથા લુધિયાણાથી પૂ. સાધુસાધ્વીના મા જેવા શ્રીમતી તરસેમકુમારી ઓસવાલ પણ આવ્યા. એમને આશીર્વાદ આપીને પછી ભગવાન શંખેશ્વરના ફોટા સમક્ષ પાંચ કલાક સમાધિમાં બેસી ગયા. થોડીવાર પછી એમણે કહ્યું, ‘તમે સૌ શાંતચિત્ત થઈ જાઓ. મને કોઈ સ્પર્શ ન કરે. મારી ધ્યાનસ્થ સ્થિતિમાં વિઘ્ન આવે છે.’ અંતે પોતાની સાધ્વીઓને પણ બહાર જવા આદેશ આપ્યો અને કહ્યું કે, મારા અને મારા પ્રભુ વચ્ચે કોઈ આડ રાખવા નથી ઇચ્છતી'. તેઓ લગભગ પોણા પાંચ કલાક સુધી એ જ અવસ્થામાં અર્ધપદ્માસનની મુદ્રામાં બેસી રહ્યા. આટલો દીર્ધકાળ ધ્યાનસ્થ અવસ્થામાં શરીરના બળ પર રહે, તેને ડૉક્ટરો અસંભવ માનતા હતા. એ ક ૧૮૮ ૧૮૯
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy