SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નવભારતના ભાગ્યવિધાતા ના રોજ લખેલી રોજનીશી, નોંધપોથી, ડાયરી જે કહેવું હોય તેમાંથી વાંચું છું. પૃચ્છ ક : ક્યાંથી લાવ્યા ? શાસ્ત્રીજી : છાપેલી છે. પૃચ્છક : પણ લાવ્યા ક્યાંથી ? શાસ્ત્રીજી : બજારમાં મળે છે. લાયબ્રેરીઓમાં તો છે જ. જેને વાંચવું-જોવું નહીં, મહેનત કરવી નહીં તે સંશય કર્યા કરે. સાંભળો. ‘તા. ૭-૩-૩૦ શુક્રવાર રાતના આઠ વાગ્યે સેન્ટ્રલ જેલ સાબરમતી બોરસદથી મોટરમાં ડે. સુ. મિ. બિલ્લીમોરીઆ એમને મૂકી ગયા. પકડતાં તેમજ છૂટા પડતાં એ ખૂબ રોયો. રસ્તામાં પણ ખૂબ ભલમનસાઈથી વર્યો.' પૃચ્છક : ખરેખર, આવું લખ્યું છે. પોલીસ માટે-લાવો જોઉં. શાસ્ત્રીજી : સાંભળો, જોવું તો બધું ઘણું છે, પણ અમે એ વાંચવાના નથી. અમે તો ભક્તિ અને વાત્સલ્ય વિષે જ ઉલ્લેખ કરી સરદાર કેટલા મોટા બાહ્યાડંબર વિનાના ભક્ત હતા તે સ્પષ્ટ કરી આપીશું. આપણે ક્યાં હતા ? તો તા. ૭ પછી તા. ૮મીની નોંધ ઘણી લાંબી છે. તા. ૯મીમાં પણ લંબાણ છે. એમાં બે વાત છે. એકમાં એમની સાથે ખૂન કરનારા કદીઓનો સાથ. બીજામાં મહાદેવભાઈ આવ્યા તેમણે ખબર પૂછી તો સરદારે કહ્યું, સ્વર્ગવાસ જેટલો આનંદ છે. પૃચ્છ ક : સ્વર્ગવાસ ! શાસ્ત્રીજી : ત્યારે એ જ તો સરદાર સાહેબનો શ્લેષ છેને ! પણ એ નોંધે છે. કે માથાનો ભાર જતાં ચિંતા વગરનો હું છું. એ સાંભળો. તા. ૧૨-૩-૩૦ બુધવાર સવારના ચાર વાગે ઊઠીને પ્રાર્થના કરી. ગીતા વાંચી. ભક્તજન વલ્લભભાઈ ૧૫૭ પૃચ્છક : હેં ! શાસ્ત્રીજી : આજે સાડા છ વાગે બાપુ આશ્રમમાંથી નીકળવાના તે યાદ કરી, ખાસ ઈશ્વરસ્મરણ કરી તેમની સફળતા માટે પ્રભુની સહાયતા માંગી. તા. ૧૩-૩-૩૦ : ચાર વાગે ઊઠીને પ્રાર્થના. રામાયણ વાંચન વગેરે. તા. ૧૪-૩-૩૦ બુધવાર, પ્રાર્થના ચાર વાગ્યે. તા. ૧૫-૩-૩૦ અઢી વાગ્યે ઊઠી એમા હેમિલ્ટન વાંચી, પૂરી કરી. પછી પ્રાર્થના. ૧૭-૩-૩૦, ચાર વાગે ઊઠી પ્રાર્થના, કસરત; છ વાગ્યે દાતણપાણી, હાઈ-ધોઈ ગીતાપાઠ. પૃછે કે : હવે કસરત વધારામાં આવી. શાસ્ત્રીજી : તા. ૧૭, ૧૮, ૧૯ એમ વાંચતા ચાલ્યા જાઓ. પ્રાર્થના, વાચન, નિત્યક્રમ તે તા.૬-૩-૩૦ને દિવસે રાષ્ટ્રીય સપ્તાહની ઉજવણીની સફળતા વિશે, ગુજરાતની લાજ રાખે તે વિશે ખૂબ પ્રાર્થના કરી. તા. ૨૨-૪-૩૦ છેલ્લી ડાયરી. આમ પ્રાર્થના, ગીતાવાંચન અને રામાયણ, ઉપરાંત જેલના અધિકારીઓની રામાયણની નોંધ વાંચવા મળે છે. વાંચતાં રસ પડે છે. ફક્ત સ્વરાજ્ય મળ્યા પહેલાં એક વીસી પહેલાં આપણી જેલની કેવી હાલત હતી, એમાં કેટલી તાજ ગીથી, અને સહનશક્તિ ખીલવતી ખુમારીથી સરદાર રહ્યા તે જાણવા મળે છે. કહો, સરદાર ભક્ત ખરાને ? પૃછે કે : ભક્તવત્સલ-આપે બરાબર કહ્યું. રોજ પ્રાર્થના ગુજરાત માટે ખાસ પ્રાર્થના, જે મંગળ દિવસે વધારે પ્રાર્થના અને રામાયણ, ગીતાનું વાંચન આ તો અમને નવું જ જાણવા મળ્યું. શાસ્ત્રીજી : અને પેલા તોછડા, ઉદ્ધત, અવિવેકી અધિકારીઓને એમના અજ્ઞાન વિશે કે એમની નોકરીમાંની ચૂક વિશે કોઈને કનડ્યા નથી. કારણ એ પણ હિન્દીભાઈઓ છે. શું કરે, ફક્ત રોટલા માટે સરકારના હાથા થઈ બેઠા છે. એમની દયા ખાધી. કેટલું
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy