SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ આ બારડોલી “ભારતકી થર્મોપોલી” ૧૩૩ નવભારતના ભાગ્યવિધાતા મુંબાઈ બંદરેથી એના સૈન્યની આખરી ટુકડીએ, લૉર્ડ માઉન્ટબેટનની સરદારી હોઠળ, સત્તાનો આખરી લશ્કરી રાજદંડ, હિંદના સરસેનાપતિને સોંપી, પાલવા બંદરેથી વિદાય લીધી ત્યારે બંને પક્ષનાં સૈન્યોની આંખમાં આંસુ છલકાતાં હતાં. બંદૂકો નમી રહી હતી, તલવારો સલામી ભરી રહી હતી, એ વિરલ સંવેદનાથી ભરપૂર દેશ્ય–ફરી પાછું સજીવન ન થાય. : તમે બહુ દૂર નીકળી ગયા, અમને આ બારડોલીનું, એ સમયનું વાતાવરણ સજીવન ન કરી શકો તો, એ કથાનક વિષે તો કિશોર કહો ? માર કંડ : આવો ખુશાલભાઈ, તમે તો એ ૧૯૨૮-'૧૯ના જીવતા જાગતા કાર્યકર્તા છો. કહો એ કથાખુશાલભાઈ : મારું નામ ખુશાલભાઈ નહીં. મારકંડ : ખુશાલભાઈ, તમારું નામ જે હોય તે; કુંવરજીભાઈ, કલ્યાણજીભાઈ, દયાળજીભાઈ, કેશવભાઈ જે હોય તે, તમે બધાએ જ સરદારની એ લડતને શોભાવી હતી. કહે છે કે, ખુશાલજીભાઈએ જ સરદારને સરદાર બિરુદ આપ્યું હતું. ખુશાલભાઈ : વલ્લભભાઈ સાહેબને સરદારનું બિરુદ આપનાર પહેલા તો મહાત્મા ગાંધીજી, અમે તો એમને પગલે પગલે. મારકંડ : એ જે હોય તે કહો, સરદાર સાહેબ અમદાવાદ છોડી બારડોલી કેમ આવ્યા ? ખુશાલભાઈ : બોરસદ સત્યાગ્રહમાં સરદારની જીત થઈ, પછી કોકોનાડા કોંગ્રેસના ઠરાવો માટે માંહોમાહં ઝઘડા ચાલ્યા, મારકંડ : એમ ? ખુશાલભાઈ : એવું તો બન્યા જ કરે. ઝઘડા વિના ભેરુબંધીની મીઠાશ હોતી જ નથી. ગાંધીજીએ સરકારી અદાલતો, ધારાસભાઓ વિશેનો બહિષ્કાર સમજાવ્યો. ૧૯૨૪માં સરદાર સાહેબ, અમદાવાદમાં મ્યુનિસિપાલિટીના પ્રમુખ ચૂંટાયા, એ સમયે અમદાવાદના સરકારી કેન્ટોન્મેન્ટમાં ૧૯૦૦ની સાલથી હજાર ગૅલન પાણીના અઢી આના લેખે ટેક્ષ આપેલો નહીં, દાદાગીરી જ. એટલે એ રકમ લેવા નક્કી કર્યું. રકમ ન આપે ત્યાં સુધી પાણી આપવાનું બંધ કર્યું. મારકંડ : પછી ? ખુશાલભાઈ : જામી, લિગલ ઓપિનિયન - પછી કૉર્ટ. મારકંડ : પણ રકમનું શું ? ખુશાલભાઈ : વિરોધ નોંધાવીને કોર્ટમાં કજીયો. સરદારના મનમાં તો રકમ જ જોઈતી હતી, તે મળી ગઈ. પછી બાર મહિને તોડ નીકળ્યો. મારકંડ : એમ જુઓ તો એ દરમ્યાન સરદાર સાહેબે, અમદાવાદ મ્યુનિસિ પાલિટી તથા શહેરની શિકલ જ ફેરવી નાખી. પાણીની સવલત માટે મોટી પાઇપો નંખાઈ, ગટરો વધારવામાં આવી, શહેરની ગીચ વસ્તી સુધારવા કોટની દીવાલો તોડી, નદી પાર વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ બાંધવા જોગવાઈ કરી, સવારે જાતે ચારપાંચ કલાક શહેરમાં અમલદારો સાથે ફરી, ખંતથી શહેરમાં સફાઈ તથા જરૂરિયાતો પૂરી પડે એ માટે તકેદારી કરી. તે ઠેઠ ૧૯૨૭માં સુરત મુકામે સ્થાનિક સ્વરાજ પરિષદમાં પ્રમુખપદેથી સ્થાનિક સ્વરાજ્યના વહીવટી તંત્રનો નકશો દોરી આપ્યો. એ જ વર્ષમાં ગુજરાતની ભૂમિ પર એકાએક કુદરતનો કોપ ઊતર્યો. કિશોર : તે શું ? મારકંડ : ગુજરાતમાં રેલ સંકટ, માની ન શકાય એટલો વરસાદ પડ્યો. ૨૩ જુલાઈ, શનિવારથી તે ૨૯ જુલાઈ, શુક્રવાર સુધી મુશળધાર વરસાદ.
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy