SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ મનિષાપિલીટી ૭૧ દેખાય કે હલ્લો, હાથ ઝાલીને ઘર ખેંચી જાય અને એમ છસાત દિવસ પોતાના ધણી ઉપર પિકેટિંગ કરી, એમને બ્રિજની લતમાંથી ઉગાર્યા. શિષ્ય શિક્ષક નવભારતના ભાગ્યવિધાતા મિસિસ વાડિયા : અરે નહીં રે, શું ધંધો માંરીયો જ, કમાવા કૉરેટમાં જાય અને ગુમાવવા ક્લબમાં જાય. શિવાભાઈ, ચીમનભાઈ, મગનભાઈ, તમે બી શું મિ. વાડિયાને આવી મોટી રકમની શરત કરી બ્રિજ રમવાની રજા આપોચતે – અવાજ : પણી મિસિસ વાડિયા – અમે અહીં – મિસિસ વાડિયા: તમે જ એવણને ઉશ્કેરોચ, જો ધંધો મારયો જ , કોઈ નવો બૅરિસ્ટર આયો તો શું એની સાથે હજ્જતે ચરવાનું, એમ કરીએ તો ઘરના સૂપરા સાફ થઈ જાય. આજે હું જોઉંચ કે એ કેમ રમી સકેચ ! અવાજ : માયજી, અંદર આવીને બેસોની. મિસિસ વાડિયા: ના, ના રે ના, હું ક્લબની બહાર આંટા મારત. આવવા દોની, મારા ભરથારને આ શું આયા-જો વારિયાજી , ચાલો સીધા ઘરના, ક્લબના પગથિયે હું નહીં ચરવા દઉંને, ના, ના, ચાલો મારી સાથે ઘર—આય જુગારમાં પાયમાલ થઈ જવાય ના, મારે એક બી રમત નથી રમવી, ખોદાયજીએ અક્કલ હોશિયારીથી કમાવાની તાકાત આપી તે કાયદાનાં કામો કરોની ? આ શું ? ના, ના ચાલો. સીધાસીધા ચાલો ઘેરનહીં આવસો તો પોલીસને પાવો વજારસ. અહીં લોક એકઠું કરી તમારી ફજેતી કરસ. પેલી ગારીમાં બીજા પણ બેત્રણ બૈરાંઓને લેતી આવી છે. તેમને બોલાવસ. ચાલો ઘેર નહીં એમ ખેંચતાણી ના કરો. સમજી જાઅ નહીં તો જોવા જેવી થશે, જો ચાલો, ચાલો, જો કામ કરી બેઠાચ. ચાલો તો... શિષ્ય : પછી... શિક્ષક : બીજે દિવસે પણ એ જ ફજેતો. બાઈ સાંજના ચાર વાગ્યાના આવીને ક્લબને બારણે આંટા મારે, જેવા એમના વર આવતા શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક : અમે નાનપણમાં એમને વિષે પાઠ ભણેલાં એમાં આ વાત નહોતી. : તો હવે મોટાં પુસ્તકો વાંચશો તો જાણવા મળશે. પછી તો વલ્લભભાઈએ મ્યુનિસિપાલિટીની સાફસૂફી હાથમાં લીધી. એક પછી એક મિજાજી, તોરી, ઘમંડી ઑફિસરોને તગેડી મૂક્યા. : તગેડી મૂક્યા, એટલે ? : ભગાડી મૂક્યા. એમાં અંગ્રેજ અફસર.... : એમ ? તો એવી વાતો કહોને. : એ તો હિમ્મત ! થયું એમ કે ૧૯૧૪ની આસપાસ અંગ્રેજ સરકારનું રાજ્ય. જાલિમ સરકારે એવો ઠરાવ કર્યો કે, જેથી મ્યુનિસિપાલિટી ધારામાં ફેરફાર થયો. એટલે મ્યુનિસિપાલિટીના વહીવટમાં એમનો એક ગોરો ઑફિસર માથે બેઠો રહે અને પોતાનું ધાર્યું કરાવી શકે. : પણ મ્યુનિસિપાલિટીનું કામકાજ તો ચૂંટેલા પ્રજાના પ્રતિનિધિઓ કરે. : બરાબર ! પણ અંગ્રેજ સરકાર જેટલી શાણી, એટલી લુચ્ચી; જેટલી ઉદાર એટલી ચકોર સરકાર જેટલી સ્વતંત્રતા ચાહે એટલી પરતંત્રતાની નવી બેડીઓ બનાવે. : સમજણ ન પડી. : અંગ્રેજ સરકાર બતાવે કંઈ, કરે કંઈ, ઘરમાં ચાવવાના દાંત શિષ્ય શિક્ષક શિષ્ય શિક્ષક
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy