SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ નવભારતના ભાગ્યવિધાતા મારકંડ : કોચીન, ત્રાવણકોર, એર્નાકુલમ શહેરોમાં દેશ એક રહે, સંપીલો રહે એ માટે કેટકેટલાં ભાષણો કર્યા, દિલની વરાળ ઠાલવી. પોરબંદરમાં ગાંધી સ્મૃતિ મંદિરમાં પણ એક જ વાત : “આપણા માંહોમાંહેનાં વેરઝેર, ઈર્ષા, અદેખાઈ, ભૂલો, કુસંપને ટાળો.” ચન્દ્રવદન : એ દુઃખ એમને ઓછું નહોતું. મારકંડ : ૧૯૫૦ની સાલ, વર્ષની આખરે તો એમણે કેટલો બધો પ્રવાસ ખેડ્યો ! સપ્ટેમ્બરમાં નાસિક, ઑક્ટોબરમાં ઇંદોર, ગ્વાલિયર બધે એક જ વાત, સંપીને દેશની બરકત બઢાઓ, બધાને લાભ થશે. ચન્દ્રવદન : પછી એમણે આપણી ખામીઓ પ્રત્યે જ ધ્યાન દોર્યું છે. મારકંડ : ઑક્ટોબર આખરે અમદાવાદ એમનો જન્મદિવસ – એ સભા, એ ભાષણ, લોકોની મેદની, સરદાર દર્શને ઘેલી પ્રજા ઓ... જેમણે એ દૃશ્યો જોયાં છે– ચન્દ્રવદન : તેમના હૃદયમાં એ કોતરાઈ ગયાં છે. અમે નસીબદારોમાંના એક, શિસ્તબદ્ધ લોકોનાં ટોળાં, ભાવભર્યા એમના ઉમળકા, ‘સરદાર ઘણું જીવો’ એવી પ્રાર્થનાઓ. પણ હવે પ્રભુને ત્યાં એ વિનંતીઓ મંજૂર નહોતી. મારકંડ : ૩૭મી સ્વામી દયાનંદની મૃત્યુતિથિ દિલ્હીમાં ઊજવાતી હતી, સરદાર સાહેબે ત્યાં નવમી નવેમ્બર ૧૯૫૦ને દિવસે પોતાની હૈયાવરાળ અને એમની આગવી સુઝનો પરચો બતાવ્યો. ચીનની ચાલ વિશે, ચીનની તિબેટ ઉપરની બદદાનત વિશે એમણે જાહેરમાં પ્રતિઘોષ કર્યો. ચીની-હિન્દી ભાઈ-ભાઈનો ભરમ ભેદ્યો. ચન્દ્રવદન : એ સમયે સરદાર સાહેબનું ભાષણ ઊકળતા ચરુ જેવું છે. ચીને અહિંસક તિબેટ ઉપર ઉગામેલા હથિયાર માટે સરદારે ટીકા કરી, અને ભારતના અહિંસાના શસ્ત્રમાં શ્રદ્ધા પ્રગટ કરી. સરવૈયું અને વિદાય ૨૩૫ ચીનના વલણ થકી સરદાર ખિન્ન હતા. તા. ૧૫ નવેમ્બરે આ બધાં કારણોથી ફરી તબિયત બગડી. મારકંડ : તા. ૧૨મી ડિસેમ્બર ૧૯૫૦ના રોજ દિલ્હીની અત્યંત ઠંડીને કારણે એમને મુંબઈ લાવવામાં આવ્યા. ૧૫ નવેમ્બર પછી એમનું હૃદય ભાંગી જવા જેવું જ થઈ ગયું હતું. ઉત્તરની સરહદો ઉપર ચીનના હુમલાનો ભય, તિબેટ, નેપાલ ઉપર ચીનનો ડોળો, પૂર્વ બંગાળામાંથી પાછા ફરનારા હિન્દુઓ વિશે ચિંતા, કોંગ્રેસ છાવણીમાં વધતા જતા મતભેદો - કોઈનું પણ હૈયું તૂટી જાય. : કહોને ચન્દ્રવદનભાઈ ! એમને મુંબઈ લાવ્યા ત્યારે તમે ત્યાં હાજર હતા ? ચન્દ્રવદન : હા, પહેલે દિવસે સહેજ સુધારો જણાયો. તા. ૧૪મીએ રાતે હૃદયરોગનો ફરી હુમલો આવ્યો. બીજે દિવસે સવારે આઠ વાગ્યે સહેજ ભાનમાં આવ્યા. બોલ્યાં હવે બધું ખલાસ. ડૉક્ટરોએ આશા આપી – અરે હજી તો તમારે ઘણું ઘણું કામ કરવાનું છે. ત્યારે આશ્રમ ભજનાવલિમાંથી ભજનની એક લીટી જ બોલ્યા : ‘મારી નાડ હરિ તમારે હાથ’ – આઠ પછી આશરે દોઢેક કલાક પછી આ ભક્તજનનો પ્રાણ એના ક્ષણભંગુર દેહને ત્યજી ગયો. ભારતવર્ષ ઉપર વીજળી પડી ! મારકંડ : ઠેરઠેરથી મુંબાઈ કેટલાયે લોકો એરોપ્લેનમાં એમનાં અંતિમ દર્શન માટે આવવા લાગ્યા. ભારતના વડાપ્રધાન નહેરુજી– રમેશ : સ્મશાનયાત્રામાં તો આખું મુંબાઈ ઊમટ્યું હશે. સોનાપુરમાં ઊભા રહેવાની જગ્યા જ નહીં હોય – મારકંડ : તમે તો ત્યાં જ હતા, ખરુંને, સોનપુરમાં ચિતા સમક્ષ. ચન્દ્રવદન : બિરલા હાઉસથી સોનપુર કઈ રીતે અમે પહોંચ્યા એ કશું જ
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy