SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ મારકંડ રમેશ મારકંડ નવભારતના ભાગ્યવિધાતા કોઈ વ્યક્તિ સાથે આપણે એને સરખાવીએ છીએ. લઘુતાગ્રંથિ, નહીં ! : હા, લઘુતાગ્રંથિ, પામર મન. ચાલો એ વાત છોડો. ફરીથી કોઈ સરદાર સંબંધમાં બિસ્માર્કનું નામ નહીં લેતા. એમણે ખેડૂતોને ઊભા કર્યા. એ બીજી વાત. : એ પહેલી વાત; બરાબર, મુડદાલ, ચીંથરેહાલ, બ્રિટિશ સરકારને ચોપડે હિન્દનો ખેડૂત ફક્ત કબજેદાર–ખેતી કરવાનો પરવાનો ધરાવનાર, પણ જમીનનો માલિક નહીં—એવા દેવાદારને કમ્મરમાંથી તૂટી ગયેલા ખેડૂતને ઊભો કર્યો, મરદ બનાવ્યો. : બારડોલીનો દાખલો પેલા મુંબઈના ગવર્નરે તો છેક ૧૯૩૫માં રોકડું પરખાવી દીધું હતું કે તમારા બારડોલીના ખેડૂતોની જમીન એમને પાછી નહીં મળે. તોયે જેવા સરદાર પાર્લામેન્ટરી બોર્ડના સેક્રેટરી થયા કે તરત એ કહેતા તેમ, જમીન બારણા ઠોકતી માલિકને બારણે પાછી આવી. બહુ દીર્ધદષ્ટિવાળી વ્યક્તિ. : અને કુનેહ ? : એમનો વિચાર કરતાં જ, સહજમાં આપણી સમક્ષ રાષ્ટ્રિય એક્તા, કોમી એખલાસ, હરિજનો અને દલિતોનો ઉદ્ધાર–ઉપરાંત, સત્ય, અહિંસા અને અસહકાર એ બધા આદર્શો ખડા થઈ જાય છે. : એમાં એક મોટી વાત તો એ કે જાહેર નાણાંના એકેએક પૈસાનો કરકસરથી જ સદુપયોગ થાય. એનો ચોખ્ખો હિસાબ પ્રજા આગળ રજૂ થાય એવી એમની ખેવના હતી. અને યોજના પણ ઘડી. : એમણે સત્તા ઉપર આવતાં જે વહીવટી કામનાં ધારાધોરણો નક્કી કર્યા તે યાદગાર રહેશે. જુનવાણી સિવિલ સરવિસ અને નવી સરવિસ વચ્ચે ભેદભાવ નહીં. અંગ્રેજ અમલદારો ભલે ભારતમાં રહે પણ એમને ખાસ હક્ક નહીં. અને ઘણા રહ્યા, વફાદારીથી રહ્યા. સરવૈયું અને વિદાય ૨૨૫ રમેશ : હા, હા, એક વાત તો દફતરે નોંધાયેલી છે. સનંદી અધિકારીઓએ સરદાર પ્રત્યેના માનમાં એક અજોડ પગલું ભર્યું હતું. સનંદી અમલદાર સર ગિરજાશંકર બાજપાઈના પ્રમુખપણા હેઠળ બધા જ સનંદી અમલદારો સરદારશ્રીને અંજલિ આપવા લોકસભાના ખંડમાં એકઠા થયા હતા. ચન્દ્રવદન : ત્યાં એક જ ઠરાવ. રમેશ : સરદાર પ્રત્યેના માનના પ્રતીક તરીકે સમગ્ર સનંદી અમલદારોની પ્રતિજ્ઞા કે બધા ભારત દેશના હિતમાં જ કામ કરશે. મારકંડ : હો હો, આ તો સનંદી અમલદારોની વાત, પણ સામાન્ય લોકોનો પણ એટલો જ પ્રેમ. સત્તા ઉપર હતા ત્યારે પણ રતલામ આગળથી જતો ફ્રન્ટિયર મેઇલ અટકાવી લોકોના ટોળાએ એમને વધાવ્યા હતા. રમેશ : પણ એમને એવા જાહેર દેખાડા ગમતા નહોતા. એ તો પોતે કામ કરવામાં જ માનતા. એ જ સાદાઈ, એ જ નિરાભિમાન, એ જ દેશદાઝ, એ જ મિત્રધર્મ, શત્રુઓ પ્રત્યે પણ માન. મારકંડ : ઝપાટાબંધ કામનો નિકાલ, અને ૧૯૧૬થી તે છેવટ સુધી એ જ વ્યવહારુ બુદ્ધિ થકી ગૂઢ સવાલોનો સરળ ઉકેલ. દેશના ભાગલા પડ્યા પછી પણ એની સમજશક્તિ ચોખ્ખી હતી. રમેશ : હિન્દુઓ તથા મુસ્લિમો એકબીજાની કતલ ના કરે, એ અટકાવવા માટે એનાં ભાષણો, અને એમણે ભરેલાં પગલાં ફરી ફરીને વિચારવા જેવાં છે. એવી વિકટ પરિસ્થિતિમાં પણ એમનો સ્વદેશપ્રેમ, લોક માટેની લગની તરવરતાં જોવામાં આવે છે. ચન્દ્રવદન : પણ મહાન વ્યક્તિની જીવનયાત્રાનો પણ અંત આવે તે પહેલાં કુદરત કેવા કેવા ઇશારા કરે છે. મારકંડ : મહાત્માજીના આખરના અપવાસ માટે તમે વિચારો છો ? રમેશ મારકંડ રમેશ મારકંડ
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy