SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ નવભારતના ભાગ્યવિધાતા : નથી ગમ પડતી. માયા : એક જ માયા. સ્વદેશની ! મારો હિન્દ. મારી પ્રજા. સ્વદેશાભિમાનની માયા, એટલે વફાદારી દેશ પ્રત્યેની, એમાં જે આડો આવે તેની જડ કાઢવાની પિતા પાસે એ ભાવના પામ્યા હતા, અને દેશને સ્વતંત્ર કર્યો ત્યારે જંપ્યા. ઓહોહો સરદાર એટલે, એ કામકાજમાં પોતાનું શરીર તોડી નાંખ્યું. હૃદય મજબૂત તોયે ઘવાયું. : હા. એટલે હવે એ ઘવાયેલ હૃદયની વ્યથા-કથા જ જોવીસાંભળવી રહી. ૧૨ સરવૈયું અને વિદાય કવિ : પાત્રો : મારકંડ ભટ્ટ, રમેશ ભટ્ટ, ચન્દ્રવદન મહેતા મારકંડ : ત્યારે આજે આ સરવૈયું ? રમેશ : કેમ ખરુંને ચન્દ્રવદનભાઈ ? મારકંડ : કેમ મૂંગા થઈ ગયા છો, ચન્દ્રવદનભાઈ, બોલોને સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર એમની જીવનલીલાને આવરી લેતા અગિયાર હપ્તા તો કર્યા આ હવે છેલ્લો હપ્તો ખરું ? ચન્દ્રવદન : ખરું . મારકંડ : ખખડીને બોલોની–આમ શું ઢીલા ઢચ અવાજે બોલો છો. ચન્દ્રવદન : સામે બે ભટ્ટ મારકંડભાઈ અને રમેશભાઈ, એટલે કંઈ હિંમત છે, બાકી હવે લખવા-બોલવાની હિંમત રહી નથી. મારકંડ : લ્યો, તમે તો હવે અર્જુન થઈને બેઠા. વળી તમે આ દૈન્યમાં ક્યાં લપસ્યા ! ચન્દ્રવદન : જુઓ ભાઈઓ ! હું અર્જુન નથી, અને તમે કોઈ કૃષ્ણ નથી. પણ તમે ભલું યાદ દેવડાવ્યું. આ લીંટીઓ વાંચો-ઊભા રહો, કોણ વાંચશે ? તમે વાંચો મારકંડભાઈ !
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy