SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ કવિ માયાં કવિ. માયાં કવિ કવિ માયા નવભારતના ભાગ્યવિધાતા : હા. : તમે માયા માયા કરી મને ભાંડો છો. પણ જાણો છો જેમ પાકિસ્તાન અને હિન્દુસ્તાનના ભાગલા પડ્યા એમ શિરોહીના પણ ભાગલા પડ્યા. : હોય નહીં ! : તમારે વીર કાવ્ય લખવા જેવા, સરદાર સાહેબના દફતરમાં આ નોંધાયેલી વાત છે. જેણે ગાદીનો મોહ છોડ્યો તેણે તરત છોડ્યો. પણ ન છૂટ્યો એનાથી ન છૂટ્યો. : શિરોહી આબુની વાત કહોને ! : ૧૯૪૭ પછી ૪૭માં સ્વરાજ્ય, ૧૯૪૮માં તો ભારતનું રાષ્ટ્રસંઘ તૈયાર, એ અરસામાં ૧૯૪૬માં શિરોહીના રાજાનું અવસાન થયું. ગાદીવારસ કોઈ નહીં, કારણ કે કોઈ પુત્ર જ નહીં. એમનાં પહેલાં રાણી તે કચ્છના મહારાવની પુત્રી, અને એમની મોટી દીકરી તે નવાનગર રાજ્યનાં મહારાણી. : મને આ વંશાવળીમાં હવે રસ નથી. : સાંભળો તો ખરા. શિરોહીના રાજા મહારાવ સરોપા રામસિંગને આ એક રાણી, પણ બીજાં ત્રણ લગ્નો કરેલાં, એટલે કુલ ચાર રાણીઓ – એટલે એમાંથી એકના કુંવર તેજસિંગે ગાદી માટે દાવો કર્યો. બીજા અભયસિંહજી. એ શિરોહીના રાજાના સગાભાઈ ઉમેદસિંગજીના દીકરાના દીકરા અને ઉમેદસિંગજીએ થોડો સમય રાજ્ય પણ કર્યું હતું. એટલામાં ત્રીજા લખપતરામસિંહજીએ પણ ગાદી માટે દાવો નોંધાવ્યો. : લખપતરામસિંહ કોના પુત્ર ? : એ મહારાવ સરોપાસિંહે કોઈ રજપૂતબાઈ સાથે ખાંડાથી લગ્ન કરેલું એના પુત્ર. હૈદરાબાદ અને... ૨૧૫ કવિ : ખાંડાથી ? માયા : પોતે જઈ ન શકે. ખાંડુ મોકલી લગન લેવાય; આમ ત્રણ ગાદી વારસના દાવા. એમાં છેલ્લો દાવો બ્રિટિશ સરકારે નકારી દીધો હતો. હવે બે રહ્યા. એ માટે સરદાર સાહેબને ત્યાં રકઝક. : પછી ? ? સરદારે તો જયપુરનરેશ, કોટાનરેશ અને જસ્ટિસ સર હરસિદ્ધભાઈ દિવેટિયાની કમિટી નીમી. : પરિણામ ? માયા : પેલા દીકરાના દીકરાને, પૌત્રને ગાદી , પણ પછી રાજ્યના બે ભાગ કરવાનું ઠરાવવામાં આવ્યું. કવિ : કેમ ? ગાદીવારસ તો નક્કી થયા. માયા : પણ રાજ્યમાં અરધી પ્રજા ગુજરાતી ભાષા બોલે, અરધી રાજસ્થાની બોલે, એટલે ખેંચતાણ. તે વાત ધારાસભા સુધી પહોંચી. દરમ્યાન સરદાર સાહેબે પોતાના માણસો પાસે પાકી હકીકતની ખબર કઢાવી. ઉત્તરમાં અંબામાત, આબુપર્વત એટલે આબુ ગુજરાતમાં, આમ દેલવાડાના સુંદર દહેરા ગુજરાતમાં, રાજ કુટુંબને સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે બેટી-વ્યવહાર આ પરિસ્થિતિ-રાજ્યના બે ભાગલા. : પણ દેશ તો હવે અખંડ હિન્દુસ્તાન થવાનો છે, તોયે ? : એ જ તો ખૂબી છે. આખરે ભાગલા પડ્યા, બીજ છૂટકો જ નહોતો. : પણ પછી તો આબુ રાજસ્થાનમાં નોંધાયો. : એ ગુજરાતની ઉદારતા કહેવાય. એ ઘટના વળી જુદી જ છે. મારો કહેવાનો મુદ્દો એ છે કે બેત્રણ વર્ષ માટે ગાદી હતી પણ એ માટે ત્રણ જણના દાવા. કવિ માયા માયા
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy