SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ લાલા અમરનાથ લાલા અમરનાથ ૧૫ ઇંગ્લેન્ડથી નિરાશ થઈને પાછા ફરેલા અમરનાથે ભારતની ભૂમિ પર પગ મૂક્યો ત્યારે તો કહી દીધું કે હવે પોતે ક્રિકેટમાંથી સંન્યાસ લઈને લોન-ટેનિસને અપનાવશે. પણ ક્રિકેટના પ્રેમને એ તરછોડી શકે એમ હતા જ ક્યાં ? ૧૯૩૭-૩૮માં લૉર્ડ ટેનિસનની ટીમ ભારતના પ્રવાસે આવી. અમરનાથ સત્તર દાવમાંથી તેર દાવમાં નિષ્ફળ ગયા – આમ છતાં એમણે કરેલા ૧૨૩ અને ૧૨૧ રન તથા અણનમ રહીને કરેલા ૧૦૯ રનની રમત જોઈને ટેનિસને આ યુવાનને ભારતનો બ્રેડમેન કહ્યો. મુંબઈની અપૂર્વ લોકચાહના મેળવનારી પચરંગી સ્પર્ધામાં ૧૯૩૮માં અમરનાથે ચમત્કાર સર્યો. આ સમયે બેટધરોને રનના જંગી જુમલા ખડકવાની આદત પડી ન હતી. સત્તાવીસ વર્ષ વટાવી ગયેલી આ પચરંગી સ્પર્ધામાં માત્ર એક જ ફટકાબાજ બેવડી સદીનો આંકડો વટાવી ચૂક્યો હતો. એનું નામ હતું એલેક હોતી. એણે ૧૯૨૪માં યુરોપિયન ટીમ તરફથી હિંદુ ટીમ સામે ૨૦૧ રન કર્યા હતા. આ કાળે ગોલંદાજો ઑફ સ્ટમ્પની બહાર દડો નાખવાની રીત અજમાવતા નહીં. મુંબઈની વિકેટ પણ એવી હતી કે ત્રણ દિવસમાં મૅચ પૂરી થઈ જવાની સહુ આશા રાખતા. આ સમયે ટેસ્ટ ટીમ સામે અમરનાથે ૨૪૧ રન કરીને નૂતન વિક્રમ રચ્યો ! પછીને જ વર્ષે વિજય મરચન્ટ અને વિજય હજારેએ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં રનના જંગી જુમલાઓ તોડવાના વિક્રમની શરૂઆત કરી. આ પરંપરા છેક બી. બી. નિમ્બાલકરે અણનમ રહીને કરેલા ૪૪૩ રન સુધી પહોંચી. જો સામી ટીમે વૉક-આઉટ ન કર્યો હોત તો નિમ્બાલકરના રનનો આંકડો કેટલો હોત ? અમરનાથે પોતાના ૨૪૧ રનના દાવમાં ઑફ-સાઇડ પર તથા લેગ તરફ પ્લેસિંગ કરીને કેટલાક સુંદર સ્ટ્રોક લગાવ્યા. આ પછી ૧૯૩૯-૪૦માં દક્ષિણ પંજાબ તરફથી રજપૂતાના સામે ઉત્તર વિભાગની અંતિમ સ્પર્ધામાં અમરનાથે ૨૦૩ રન કર્યા ! ૧૯૪૩-૪૪ની રણજી ટ્રોફીમાં બૅટિંગ અને બૉલિંગ બંનેમાં કુશળતા બતાવી. પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન અમરનાથે રણજી ટ્રોફીના સત્તાવન દાવમાં બે વાર અણનમ રહીને ૩૯.૩૦ની સરેરાશથી ૨૧૬૨ રન કર્યા છે. આમાં છ સદીનો સમાવેશ થાય છે, જ્યારે ૧૪.૫૪ની સરેરાશથી ૨૭૬૪ રન આપીને ૧૯૦ વિકેટો મેળવી છે ! આમાં પણ ૧૯૩૮માં દક્ષિણ પંજાબ તરફથી સિંધની બે રનમાં ચાર વિકેટ અને ૧૯૫૮માં રેલવે તરફથી પતિયાળાની શૂન્ય રનમાં ચાર વિકેટ મેળવવાની સિદ્ધિ સનસનાટીપૂર્ણ ગણાય છે. ૧૯૪પના નવેમ્બરની પહેલી તારીખે દિલ્હીમાં ઑસ્ટ્રેલિયન સર્વિસીઝ ઇલેવન અને રાજકુમારોની ટીમ
SR No.034291
Book TitleLala Amarnath
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBalbharti Pustak Shreni
Publication Year1998
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy