SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ લાલા અમરનાથ લાલા અમરનાથ ગયો ! ડેનિસ કોમ્પટન જેવો આકર્ષક ફટકાબાજ એક કલાકની મથામણ પછી ફક્ત ૧૭ રન કરી શક્યો. હાર્ડસ્ટાફને તો અમરનાથે શૂન્ય રનમાં બોલ્ડ કરી નાખ્યા. અમરનાથની ગોલંદાજી એવી તો પ્રભાવક હતી કે એક પછી એક ઓવરમાં એ વધુ ને વધુ લેન્થ મેળવ્યું જતા હતા. કાતિલ ‘લેગકટર ની સાથે સાથે એ એમના ‘ઇન-સ્વિંગર્સને બદલ્યું જતા હતા. આ આખીય ટેસ્ટ શ્રેણીમાં ડર્બિશાયર સામેની મેચ તો યાદગાર બની રહી. છેક છેલ્લી ઓવરના બીજે દડે ભારતીય ટીમે આ રોમાંચક મૅચમાં ડર્બિશાયરની ટીમને હાર આપી. છેલ્લી ઓવરમાં મહત્ત્વપૂર્ણ વિકેટ લેનાર ગોલંદાજ હતા લાલા અમરનાથ ! ભારતના ૧૧૯ રનમાંથી અમરનાથે ૮૦ મિનિટમાં ૮૯ રન કર્યા. આ પછી અમરનાથ વિકેટકીપિંગ કરતા હતા. ડર્બિશાયરના બેટધરોએ ભારતીય ગોલંદાજો પર પ્રભુત્વ મેળવવા માંડ્યું. અમરનાથે વિકેટકીપરના પેડ છોડીને ગોલંદાજી કરવી શરૂ કરી અને વિજય ધીરે ધીરે ભારતની નજીક આવવા લાગ્યો. એમણે દડાની વેધક લેન્થથી સ્ટ્રોક લગાવનારા ડબિશાયરના બેટધરોને કાબૂમાં લીધા. ૧૮ ઓવરમાં ૩૩ રન આપીને ત્રણ વિકેટો મેળવી ! આમાં અત્યંત મહત્ત્વની છેલ્લી વિકેટનો પણ સમાવેશ થાય છે. ભારતની સ્વાતંત્ર્યપ્રાપ્તિને ચાર મહિના જ થયાં હતા અને ભારતીય ટીમ, જગતભરમાં ક્રિકેટમાં સર્વોપરી ગણાતી ઑસ્ટ્રેલિયાની ટીમનો એના ઘરઆંગણે મુકાબલો કરવા ગઈ. ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં કલકત્તામાં ખેલાયેલી મૅચમાં અમરનાથે બેવડી સદી કરી ! ઇડન ગાર્ડન પરની આ સ્પર્ધામાં એમણે ૨૫૦ મિનિટમાં ૨૬૨ રન કર્યા. આમાં ૩૨ તો બાઉન્ડ્રીના ફટકા હતા. વળી તેમની સામે ગોલંદાજો પણ સામાન્ય કક્ષાના ન હતા. દત્ત ફડકર, ફઝલ મહંમદ, ચૌધરી અને ગિરધારી જેવા ચુનંદા ગોલંદાજોનો અમરનાથે આસાનીથી સામનો કર્યો. ઑસ્ટ્રેલિયાના પ્રવાસ માટે સુકાની તરીકે વિજય મરચન્ટની પસંદગી થઈ હતી. ભારતના સંગીન ખેલાડી મરચન્ટ પોતાની ક્રિકેટકલાની પરાકાષ્ઠા બતાવી રહ્યા હતા, પરંતુ સ્વા બરાબર ન રહેતાં ઓસ્ટ્રેલિયા ન જઈ શક્યા. બીજા શાનદાર ફટકાબાજ રૂસી મોદીએ પણ નાદુરસ્ત તબિયતના કારણથી પ્રવાસના આમંત્રણનો અસ્વીકાર ક્ય. મુસ્તાકઅલી અને ફઝલ મહંમદ પણ આમાં સામેલ થઈ શક્યા નહીં. પરિણામે છેલ્લી ઘડીએ ખુબ ઉતાવળથી ટીમ તૈયાર કરવામાં આવી. દેશની એ ઉત્કૃષ્ટ ટીમ ન હતી. એમાં મજબૂત ઓપનિંગ બેટધર અને ઝંઝાવાતી ઓપનિંગ ગોલંદાજની મોટી ખોટ હતી.
SR No.034291
Book TitleLala Amarnath
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBalbharti Pustak Shreni
Publication Year1998
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy