SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સાચું કહું તો, કોઈની પાસે અઢળક સંપત્તિ હોય કે અમર્યાદિત સત્તા હોય, કોઈની કીર્તિનો કળશ છલક છલક થતો હોય – હું એમનાથી બહુ પ્રભાવિત થતો નથી. કોઈની અસાધારણ વિદ્વત્તા માટે મને આદર થાય છે. કોઈની અસાધારણ સર્જકતા મનને પ્રસન્ન કરે છે. પણ હું નમી પડું છું કેવળ વ્ય િતની સરળતાને ! ‘નરી સરલતા કોણ પૂજશે ?' એમ ન્હાનાલાલે ભલે કહ્યું. હું નરી સરલતાનો પરમ પૂજક છું – માત્ર પૂજક જ નહિ, આશક છું. ગમે તે ગુણનો ઢોંગ રચી શકાય. કેટલાક ગુણોનો ઢોંગ લાંબો સમય ટકાવી શકાય, પણ સરળતાનો ઢોંગ થઈ શકતો નથી. અંદર ટીપુંય ન હોય તોય આંખો આંસુથી છલકાવી દઈ શકાય, અંદર પ્રસન્નતાનો છાંટોય ન હોય તોયા હોઠ પર હાસ્ય લાવી શકાય. પણ અંદર ન હોય તો ચહેરા પર સરળતા દેખાડવાનું ઘણું અઘરું છે ને દેખાડી શકાય તો ઝાઝી વાર ટેકાવવાનું તો લગભગ અશ• ય છે. કુમારભાઈને હું ચાહું છું એમની નિર્વ્યાજ સરળતાને કારણે. બહુ ઓછા માણસોમાં આવી સરળતા મેં જોઈ છે અને આ સરળતા કુમારભાઈના લોહીનો ગુણ હોવાને કારણે વિદ્વત્તા, પદ, પ્રતિષ્ઠા – કશું જ આ સરળતાને સત-વિક્ષત કરી શ• યું નથી. સોનામાં સુગંધ સંભવી શકે કે નહિ તે હું જાણતો નથી, પણ કુમારભાઈની સોના જેવી સરળતામાં સંનિષ્ઠાની સુગંધ એકરસ થઈને ભળેલી છે તે મેં અનુભવ્યું છે. * રતિલાલ બોરીસાગર 6 કુમારપાળ દેસાઈના જીવનકાર્ય પર દૃષ્ટિપાત કરીએ ત્યાર પહેલાં એમના પિતાશ્રી સાહિત્યકાર જયભિખુના વ્યકિતત્વનો વિચાર કરવો પડે. સાહિત્યકાર “જયભિખ્ખનું મૂળ નામ હતું બાલાભાઈ વીરચંદ દેસાઈ. વીરચંદભાઈનું કુટુંબ ધર્મપ્રેમી, કુટુંબવત્સલ અને સાહિત્યના સંસ્કારોથી ઓપતું હતું. જયભિખુનો જન્મ ૧૯૦૮માં સૌરાષ્ટ્રના વીંછીયા ગામમાં થયો. તેમનું કુટુંબ વિદ્યાપ્રેમી હતું. બાર-તેર વર્ષની કુમળી વયે તો બાલાભાઈએ “સરસ્વતીચંદ્ર” જેવી મહાનવલ વાંચી હતી. સાહિત્યકાર તરીકેનો આદર્શ ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી મળ્યો. જયભિખ્ખનો અભ્યાસ વરસોડા, અમદાવાદની ટયુટોરિયલ હાઈસ્કૂલ અને ત્યાર પછી ગ્વાલિયર પાસેના શિવપુરી આશ્રમમાં થયો. સામાન્ય રીતે એમ કહેવાય કે જૈનો વેપારમાં આગળ હોય, પણ “જયભિખુ એ સાહિત્યમાં નામ અમર કર્યું. શિવપુરીમાં આઠ-નવ વર્ષ સુધી સંસ્કૃત, હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાસાહિત્યનું અધ્યયન કર્યું. આ સંસ્થાનો ઉદેશ જૈન પંડિતોને તૈયાર કરીને વિદેશ મોકલવાનો હતો. તેઓએ જૈન પંડિત બનવાને બદલે સરસ્વતીની આરાધના કરવાનો નિશ્ચય કર્યો. અમદાવાદમાં ગૃહસ્થાશ્રમ શરૂ કર્યો. આ સમયે તેમની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહોતી, પણ એવી ઉદારદિલથી રહેતા હતા કે તેની કોઈને જાણ ન થાય. તેની વાત કરતાં કુમારપાળભાઈ કહે છે, તેમની પાસે એક જ કોટ હતો. કોઈ તેમને પૂછે કે તમારી પાસે આ એક જ કોટ છે ? તો તેઓ કહેતા કે, “ના, એક જ તાકામાંથી ત્રણેક કોટ સિવડાવ્યાં છે. આ રીતે સ્વમાની સાહિત્યકાર જયભિખ્યુંતેમની આર્થિક પરિસ્થિતિ કેવી છે તે કોઈને કળવા દેતા નહોતા. કોઈ પણ મુશ્કેલીમાંથી આનંદ તેઓ મેળવી શકતા. આર્થિક મુશ્કેલી હોય, છતાં હંમેશાં બીજાને મદદ કરવા તત્પર રહેતા.
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy