SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ એક વિશેષતા એ છે કે તેઓ જે કાર્ય હાથ ઉપર લે છે, તેમાં ગમે તે મુશ્કેલી આવે તો તેમાં માર્ગ કાઢીને કાર્ય કરે છે. તેનું કારણ કે તેઓ સંઘભાવનાથી સરસ રીતે કામગીરી ચલાવે છે. ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતો ગુજરાતી વિશ્વકોશ જે ગુજરાત વિશ્વ કોશ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા પ્રસિદ્ધ થાય છે. આ ટ્રસ્ટ ડિસેમ્બર, ૧૯૮૫માં સ્થપાયું. તેઓ તેના આરંભકાળથી જ ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટને તેમણે શુન્યમાંથી સર્જન કરીને સાકાર કર્યું છે. અનેક વ્ય િતના કાફલા સાથે તેઓ કામ કરે છે. ગુજરાતી વિશ્વકોશના રાહબર ડૉ. ધીરુભાઈ ઠાકર. વિશ્વકોશનું બીજું પાસું તે ડૉ. કુમારપાળ દેસાઈ. જ્યારે આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારે એચ. એલ. કૉલેજ ઑવું કૉમર્સ હોસ્ટેલના કંપાઉન્ડમાં જ્યાં રસોડું હતું ત્યાં આ સંસ્થા કામ કરતી હતી. હવે તો તેને પોતાનું ભવન છે. આ સંસ્થાની માવજત કરવા માટે એમણે ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ અવિરત પ્રયાસ કર્યો છે. તેમનાં કાર્યોની પ્રશંસા કરતાં ડૉ. ધીરુભાઈ ઠાકર કુમારપાળના વ્ય*િ તત્વનું ઉજ્જવળ પાસું તે વહીવટી કુશળતા અને સંગઠનશ િત. તેમની પ્રત્યેક પ્રવૃત્તિની પાછળ સુચિતિત આયોજન હોય છે. જે જે સંસ્થાનું સંચાલન તેમના હાથમાં હોય તેના પર સુઘડ ‘કુમારપાળ ટ’ જોવા મળે છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપનાકાળથી કુમારપાળ મારી સાથે જોડાયેલા છે. છેલ્લાં ત્રેવીસ વર્ષથી વિશ્વકોશના પ્રકાશનનું કામ સુંદર અને સંગીન રીતે સમયસર થાય છે તેનું શ્રેય કુમારપાળને છે. વહીવટી તાપ દેખાય નહીં એવી સલુકાઈથી સંસ્થાનું સંચાલન કરવાની કુશળતા તેમનામાં છે.” મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોમાં કુમારપાળ દેસાઈના સંપર્કના પરિણામે વિશ્વકોશના ભવ્ય વિમોચન સમારોહ યોજાઈ શે• યા. કોલકાતામાં તો સાડત્રીસમી ગુજરાતી સાહિત્ય પરિષદ પછીનો સૌથી મોટો સાહિત્યિક બનાવ વિશ્વકોશના વિમોચનના સમારોહનો ગણાય. વિશ્વકોશનું ભવ્ય ભવન તૈયાર થયું. ત્યારે એટલો સહયોગ મળ્યો કે સંસ્થા પર કશો આર્થિક બોજ ન આવ્યો. ગુજરાત સાહિત્ય અકાદમીમાં ઉપપ્રમુખનો હોદો પણ તેઓ શોભાવી ચૂ યા છે. કુમારપાળ દેસાઈ જે જે સંસ્થા સાથે જોડાયા છે તે બધી જ સંસ્થાઓમાં હકારાત્મક વલણ અપનાવીને સહુને સાથે રાખીને કામ કરે છે. તેમનું વ્ય િતત્વ જ એવું છે કે તેમની સાથે કામ કરનાર વ્ય િતઓને પણ આનંદ અને સાથે સાથે ઘણું શીખવાનું મળે છે. તેમની કામ કરવાની ધગશ, ચીવટ, સૂઝ, આયોજન – બધું જ દાદ માગી અક્ષરનાં યાત્રી લે તેવું છે. કોઈ પણ કાર્યમાં મુશ્કેલી આવે તો તેમાંથી સરળતાથી માર્ગ કાઢવાની તેમને ફાવટ છે. આ બધી સંસ્થાઓમાં પણ અનેક મુશ્કેલીઓ તેમને આવી હશે પણ તેઓ બધાના રાહબર બની રહી સતત સાહિત્યિક પ્રવૃત્તિ કરે છે. ગુજરાત સાહિત્ય સભાના તેઓ ઉપપ્રમુખ છે. આ સંસ્થા રણજિતરામ સુવર્ણચંદ્રક અને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત કરવાનું કાર્ય કરે છે અને વ્યાખ્યાનો યોજે છે. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનના અધ્યક્ષ અને વિનયન ફેકલ્ટીના ડીન તરીકે પણ તેઓ રહી ચૂકયા છે. એ કાર્યકાળ દરમિયાન તેમણે ઘણા બધા સાહિત્યના કાર્યક્રમો કર્યા. માત્ર ગુજરાતી વિભાગના જ નહિ, પણ બીજી ભાષાઓના વિભાગોમાં પણ કાર્યક્રમો થયા. તેની પાછળનું એક રહસ્ય એ લાગે કે મિલનસાર સ્વભાવ, શાંત, બિલકુલ ગુસ્સો નહીં. એના પરિણામે બીજા વિભાગોમાં પણ સુપેરે કાર્ય કરી શ• યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી હું તેમની સાથે કામ કરું છું, પણ મેં તેમને કદી ગુસ્સે થતાં જોયાં નથી કાચ આ જ કારણથી તેઓ દરેક વ્ય િત સાથે સરસ રીતે કાર્ય કરી શકે છે. સામી વ્ય િતને બરાબર સમજે અને પછી જ પોતાનો અભિપ્રાય વ્ય• તે કરે તેવી કુનેહ તેમનામાં છે. | વિદ્યાવિકાસ ટ્રસ્ટના તેઓ ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ દ્વારા સાહિત્યમાં, સમાજમાં ઉત્તમ કામ કરનારને ‘સારસ્વત Íરવ પુરસ્કારથી સન્માનવામાં આવે છે. સમય સાથે તાલ મિલાવતા શ્રી કુમારપાળ દેસાઈ જે સંસ્થા સાથે જોડાય છે તેમાં • ડો. રસ લઈને કાર્ય કરે છે. આ સંસ્થામાં પણ તેમનું પ્રદાન નોંધનીય છે. સદ્. પ્રો. અનંતરાય મ. રાવળની સ્મૃતિમાં સ્થપાયેલ શ્રી અનંતરાય રાવળ સ્મારક સમિતિના કુમારપાળ દેસાઈ મંત્રી છે. આ સમિતિ દ્વારા દર વર્ષે સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરનાર સર્જકને વિવેચન એવોર્ડ અને શ્રેષ્ઠ શિક્ષકને શ્રી અનંતરાય મ. રાવળ પુરસ્કારથી સન્માનવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા ચાલતી બીજી અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રીતે રસ લઈને કાર્ય કરે છે. પ્રો. ચંદ્રવદન સ્મારક સમિતિમાં પણ મંત્રી તરીકે કાર્ય કરે છે. સદ્. પ્રો. ચંદ્રવદન મહેતાની સ્મૃતિમાં આ ટ્રસ્ટ સ્થપાયું છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ચં. ચી. મહેતાએ લખેલાં બધાં જ નાટકનાં પુસ્તકો ફરીથી પ્રગટ કરવામાં આવ્યાં છે.) ચં. ચી. મહેતાની સ્મૃતિમાં નાટ્યક્ષેત્રે ઉત્તમ પદાર્પણ કરનાર વ્યકિતને એવૉર્ડથી સન્માનવામાં આવે છે. કુમારપાળ દેસાઈએ પિતાની સ્મૃતિમાં શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના કરી છે. તેના તેઓ મંત્રી છે. આ ટ્રસ્ટ અંતર્ગત આર્થિક સહાય, પુસ્તક સંસાનો ૧૨૯
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy