SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ દેસાઈ પાસેથી સાહિત્યના જુદા જુદા વિષયોમાં લખાયેલાં પુસ્તકો મળે છે. તેમ મૂંગા પશુઓનું સારવાર કેન્દ્ર શરૂ થયેલું તે વખતે અપાયેલાં પ્રવચનોનો સંગ્રહ ‘અબોલની આતમવાણી' તેમની પાસેથી મળે છે. ભગવાન મહાવીર વિશ્વ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવસારીમાં પશુપંખી સેવા કેન્દ્ર સંકુલના પ્રારંભ નિમિત્તે તૈયાર કરેલા “અબોલની આતમવાણી’ ગ્રંથમાં કુમારપાળ દેસાઈએ સંપાદન કરેલા લેખો મળે છે. આ લેખોની વિશેષતા એ છે કે જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ જેવા શાસ્ત્રીય લેખોની સાથોસાથ પ્રાણીપ્રેમને લગતા અનેક પ્રસંગો આમાંથી મળે છે. વળી, ભારતમાં અહિંસા ધર્મને જીવંત રાખતી પાંજરાપોળ સંસ્થાના પરિચયની સાથોસાથ બ્રિટનમાં મળતી પાંજરાપોળની વિગત તથા એક્સ્ટરડેમના પશુ-ચિકિત્સાલયની માહિતી આપવામાં આવી છે. “ઍન્ટવર્પ, સ્ટેલા મારિયા અને શાકાહાર' એ લેખમાં ઍન્ટવર્ષમાં થયેલી માંસાહાર અને શાકાહાર વિશેની ચર્ચા આલેખવામાં આવી છે. રાજા મેઘરથ, આચાર્ય શ્રી હીરવિજયસૂરિજી તથા અમદાવાદમાં ગેરકાયદેસર કતલખાનાંમાં લઈ જવાતાં પશુઓને છોડાવવા માટે મધ્યરાત્રીએ પ્રાણ આપનારાં ગીતાબહેન રાંભિયાની ઘટનાઓ પણ મળે છે. આ રીતે પ્રાણીપ્રેમ, પ્રાણી-અધિકાર, પાંજરાપોળ તથા શાકાહાર વિશેના લેખો આ સંપાદનમાં સમાવેશ પામ્યા છે. સામાન્ય રીતે આ વિષયમાં પરંપરાગત કે ચીલાચાલુ રીતે લખાયેલા લેખો મળતા હોય છે, જ્યારે આ એક જુદા પ્રકારનું સંપાદન બન્યું છે. ર0રની ૨૫મી એપ્રિલ અને ગુરુવારે અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં આવેલા યુનાઇટેડ નેશન્સના પલમાં વિવિધ ધર્મોના અગ્રણીઓની ઉપસ્થિતિમાં 'Jain Impressions - Bhagwan Mahavir to Mahatma Gandhi' (ael SHRUOL SALES આપેલા વ• તવ્યનો આ ગુજરાતી અનુવાદ “અહિંસાની યાત્રા” નામે થયો છે. ‘ત્રલો યદીપક રાણકપુર તીર્થ' એ અનુપમ સ્થાપત્ય-સમૃદ્ધિ ધરાવતા રાણ કપુર તીર્થ વિશેનો એક સીમાચિહ્નરૂપ ગ્રંથ છે. આ ગ્રંથમાં સંશોધન, સંપાદન અને લેખન એ ત્રણેયની વિશેષતા જોવા મળે છે. વળી, આ ગ્રંથ ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં લખાયો હોવાથી એનો વ્યાપક પ્રસાર થશે અને વિશેષ તો વિશ્વભરમાંથી અનેક પ્રવાસીઓ રાણ કપુર તીર્થની યાત્રાએ આવે છે, ત્યારે આ ગ્રંથ દ્વારા રાણકપુરનો ઇતિહાસ, પરંપરા પુન:નિર્માણ અને એની સ્થાપત્યસ મૃદ્ધિની ઝાંખી મેળવશે. - રજની વ્યાસ -
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy