SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આફ્રિકન લેખકે ઑસ્ટિન બૂકેન્યાએ અંગ્રેજીમાં આપેલા નાટક 'ધ બ્રાઇડ'નો ‘નવવધૂ” નામે ગુજરાતી અનુવાદ કુમારપાળ દેસાઈ પાસેથી મળે છે. કદાચ ગુજરાતી સાહિત્યમાં આફ્રિકન નાટકની આ પ્રથમ અનુવાદકતિ હશે. આફ્રિકન પ્રજાના વર્તમાન સંઘર્ષની વાત એટલે નવવધૂ' નાટક. આનું નાટક ચાર દૃશ્યમાં વહેંચાયેલું છે. દરેક દશ્યને શીર્ષક અપાયાં છે નવેક પુરુષ પાત્રો અને સાતેક સ્ત્રી પાત્રો આ નાટકમાં છે. આ નાટકના અનુવાદ સમયે શ્રી કુમારપાળ દેસાઈએ લેખક ઑસ્ટિન બુકેન્યાની મુલાકાત લીધી હતી. તે દરમ્યાન થયેલી વાતચીતમાં સર્જક ઑસ્ટિન બુકન્યાએ જણાવ્યું કે પોતાના સર્જનકાળને આફ્રિકન સાહિત્યની ત્રીજી પેઢીના ઉત્તમ સમય તરીકે વર્ણવ્યો. શ્રી કુમારપાળ દેસાઈએ જ્યારે તેમની મુલાકાત લીધી અને તેમને પૂછ્યું કે એમની પેઢીએ કઈ રીતે આ સાહિત્યિક દોષો દૂર કર્યા ?' ઑસ્ટિન બુકેન્યાનો જવાબ આમ હતો, “સહુ પ્રથમ તો અમે સાહિત્ય સંદર્ભે સંગીન એવી સૈદ્ધાંતિક અને ટેકનિકલ પદ્ધતિ સ્થાપિત કરી. સાહિત્યનાં સર્જન અને વિશ્લેષણના આયામોનો વિસ્તાર કર્યો.” આફ્રિકન સાહિત્ય વિશે પોતાનો વિશેષ અભિપ્રાય આપતાં બુકન્યા જણાવે છે કે, આફ્રિકન સાહિત્યનો સૌથી મોટો સવાલ એ સ્ત્રીપુરુષના સમાન દરજ્જાનો છે. વળી તેમને નિસબત પર્યાવરણ અને વિશ્વશાંતિની છે. જાતિ-સમાનતા અંગે તે જુનવાણી નારીવાદ'નો વિરોધ કરે છે. જેમાં સ્ત્રી પોતાના સૌથી મોટા શત્રુ તરીકે પુરુષને જોતી હોય છે. તેઓ સ્ત્રી-પુરૂષસમાનતાના મોટા હિમાયતી હોવાથી માને છે કે સ્ત્રીઓની સમાનતાના આંદોલનમાં પુરુષો સાથી બને. જાતિ વિશેની સંવેદના એ એની સાંકડી મર્યાદાઓ ઓળંગીને પ્રત્યેક માનવને – પછી તે પુરુષ હોય કે સ્ત્રી – માટે જરૂરી છે. તેમના જીવનને ઘડનારાં પરિબળો કેવાં હતાં તેના વિશે પણ માહિતી મેળવીને કુમારપાળ દેસાઈએ વિગતે ખ્યાલ આપ્યો છે. ધ બ્રાઇડ' નાટકનું કથાવસ્તુ એલ. એમ. કીમારોની વાર્તા "Two flushands one કુમાર પાછળ વિદેશમાંય જ્ઞાનયાત્રા કરતા રહે છે. પણ તે સાથે એ દેશોની સંસ્કૃતિનો પણ પરિચય કરે છે. ત્યાંના કોઈ ખ્યાતનામ લેખ કનું સર્જન તેમની દૃષ્ટિને આકર્ષે તો તેને ગુજરાતીમાં અનુવાદ રૂપે આપવાનું પણ તે ચૂકતા નથી. તાજેતરમાં જ આફ્રિકાના એક પ્રસિદ્ધ સર્જક ઑસ્ટિન બૂ કેન્યાના નાટેક ધ જાઇડ'નો અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીમાં ‘નવવધૂ” તરીકે અનુવાદ આપ્યો છે. આફ્રિકાની પ્રજાની રાજકીય, ધાર્મિક તેમજ સામાજિક રીતરસમનો પરિચય કરાવતું એ સુંદર નાટક છે. • મધુસૂદન પારેખ 4. અનુવાદ
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy