SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં પણ કંટાળો ન • પ બલ્કે વાર્તામાં આગળ શું થશે તે વાંચવાનું અને જાણવાનું કુતૂહલ વાચકને થાય તે રીતે આ વાર્તાઓ લખાઈ છે. આંખ અને અરીસો’માં ચાર વાર્તાઓ છે. ચક્રવર્તી રાજા ભરતની વાત એટલે આંખ અને અરીસો' વાર્તા. વાર્તાના અંતમાં “સત્તારૂઢ થઈ દેશનું રક્ષણ કર્યું, સાધુ થઈ આત્માનું રક્ષણ કરીશ. – એ વિચાર પ્રગટ કરીને રાજા ભરતની કેવી મહાનતા હતી તેનાં દર્શન કરાવે છે. તરુણ સંન્યાસી” વાર્તામાં કવિ સૂરદાસનું પદ મૂકી અને સંન્યાસી આજે એ પદને સમજી શ॰ યા છે. ગાયિકાના ગીતથી સંન્યાસીને ચૈતન્યનું ભાન થયું તે વાત ખૂબ સરસ રીતે રજૂ થઈ છે. મૂંગા પશુને પણ પોતાના જન્મભોમ સાથે પ્રીતનો અનોખો નાતો હોય છે. મનુષ્ય અને પ્રાણી વચ્ચે જન્મભોમનો ભેદ કેવો જુદો પડે છે તે જન્મભૂમિની પ્રીત’માં આલેખાયું છે. રુડ્યાર્ડ કિપ્લિંગે કેવા સંજોગમાં ગાંડા હાથીને વશ કર્યો તે વાત સરસ રીતે કહી છે અને અંતમાં જે લખ્યું છે તે યથાર્થ જ છે : કોઈ પણ વસ્તુ સમજવા માટે પણ દર્દભરેલું દિલ જોઈએ ને ! માનવની ઓળખમાં સોલંકી યુગના રાજકુમાર કુમારપાળની વાત કહી છે. અહીં આપેલી ચારેય વાર્તાઓ માનવીની ઓળખ કરાવે છે. કોની સાથે કેવો વ્યવહાર કરવો, કેવી રીતે વર્તવું વગેરે આલેખીને સાચા માનવીની ભીતરમાં લઈ જઈને તેનાં દર્શન કરાવે છે. ભવની ભવાઈમાં બે વાર્તાઓ છે. પહેલી વાર્તા ભવની ભવાઈમાં અસાઈત ઠાકરની વાત કહેવામાં આવી છે. દર્દભર્યાં બે દિલ” વાર્તામાં શ્યામ અને ગુલાબ એ બે પાત્રોનાં હૈયાંની વાત કહી છે. ‘બિંદુ બન્યાં મોતી’માં ત્રણ વાર્તાઓ છે. પહેલી વાર્તા ‘બિંદુ બન્યાં મોતીમાં ગબુમલજી અને ગેંદાલાલની વાત કહીને અંતે લક્ષ્મી અને શ્રમ, ચોર અને ચોરના જનકની વાત કરી અને જ્યારે ગુરુજીએ કહ્યું કે, સમાજની આર્થિક સ્થિતિની ઉપેક્ષા કરવા માટે એકલો જ પ્રાયશ્ચિત્ત કરીશ ત્યારે આખી સભાની આંખમાંથી આંસુનાં બિંદુ ટપ॰ યાં. હા પસ્તાવો વાર્તામાં પોતાનાથી થયેલી ભૂલોનો પસ્તાવો આલેખાયો છે. માનવીને જ્યારે પોતે કરેલી ભૂલો સમજાય છે ત્યારે તેને પસ્તાવો થાય છે અને પ્રાયશ્ચિત્તના માર્ગે વળે છે. મા તે મા’ વાર્તામાં જમાલ દ્વારા નાટકની દુનિયા અને તેમાં તેને થયેલા અનુભવો અહીં આલેખાયા છે. માને છોડી મુંબઈ આવેલો જમાલ જ્યારે તેને જીવનમાં પસ્તાવાનો વારો આવ્યો ત્યારે મા યાદ આવી અક્ષરના યાત્રી કર 37 ને તેને લાગ્યું કે દુનિયામાં સૌથી કોઈ મોટું હોય તો તે મા છે. માતૃભિ તને વિષદ કરતી આ વાર્તા હૃદયને સ્પર્શી જાય છે. શ્રૃતિ અને સમષ્ટિ’માં ચાર વાર્તાઓ છે. કુમુદિનીના પાત્ર દ્વારા બાળકના અવસાન પછી માની કેવી દશા થાય છે, તેનું હૈયું કેવું વલોપાત કરે છે અને ત્યાર પછી તેના મનને કેવી રીતે સાંત્વના મળે છે તેની વાત સરસ રીતે આ વાર્તામાં રજૂ થઈ છે. પોતાના બાળકનું દુઃખ અનાથ બાળકો મળતાં વીસરી જાય છે. એક બાળક ઈશ્વરે છીનવી લીધું, પણ અનેક બાળકો આપ્યાં, એવો ભાવ અનુભવે છે. એક ગરીબ ટૅ• સીવાળો અને એક ડૉ• ટર બંનેની પત્નીની હાલત સરખી હતી પણ એક ગરીબ હોવાથી પૈસા ન ખર્ચી શ યો અને એક પૈસાદાર હોવાથી તેણે પૈસા ખરચવાની તૈયારી બતાવી. પણ ટૅ• સીવાળો પોતાનો ભૂતકાળ ભૂલીને તે ડૉ• ટરને ત્યાં અવતરેલા બાળક માટે રમકડું આપીને જાય અને ચાર ગણા પૈસા લેવા ન રોકાય. ટૅ• સીવાળાની મહાનતા ડૉ• ટર કરતાં ચડી ગઈ તે વાત અહીં રજૂ થઈ છે. આંસુભીનાં લોચનિયાંમાં શ્રીરામ અને સીતાજીની વાતો કહેલી છે. બીનવાદક બીજલના પાત્ર દ્વારા લેખકે ગુજરાતનું મસ્તક કેવી રીતે • શું રહ્યું છે તેની વાત કરી છે. સામાન્ય માનવીની અસાધારણ વાત કરી છે. આ બધી પુસ્તિકાઓમાં આપેલી વાર્તાઓ એકાંતે કોલાહલમાં સંગૃહીત થઈ છે. આ બધી વાર્તાઓ પ્રવાહી ભાષાશૈલીમાં અને સબળ કથાનક દ્વારા જીવનના મંગલતત્ત્વને પ્રગટ કરે છે. ‘એકાન્તે કોલાહલ’ના પ્રારંભે લેખક લખે છે. મારે મન તો નવલિકા એટલે એકાંત કોલાહલ, એકાંતમાં • હતી કોઈ ચીસ, કોઈ સંવેદન કે કોઈ વિચાર. તીવ્ર અને ઘનીભૂત સંવેદનનો નાનો અમથો સળવળાટ કોઈ વાર એકાન્તે અંતરમાં મોટો કોલાહલ સર્જી જાય છે. “આમેય એકાંતની કોઈ વિરલ ક્ષણે અનુભૂતિનો એકાદ ઉત્કટ ઝબકાર નવલિકાની અથવા કહો કે કલામાત્રની સૃષ્ટિ ખડી કરે છે ને ? “આજે મારા એકાંતમાં જાગેલા કોલાહલને માણવા તમને નિમંત્રણ આપું છું. મારી અંગત અનુભૂતિના આવિષ્કારમાં તમને સામેલ કરવા ચાહું છું.” એક અર્થમાં આ નવલિકાસંગ્રહની કેટલીક નવલિકાઓ અંગત અનુભૂતિમાંથી પ્રગટ થઈ છે. ખિલખિલાટ હસતું બાળક’, તરસ્યાં જળ, ભીની નવલિકા 03
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy