SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ આ પુસ્તકના પ્રકાશનની જવાબદારી સ્વીકારનાર કુસુમ પ્રકાશનના શ્રી હેમંતભાઈ શાહની તેમજ આ કાર્યમાં સાથ આપનાર અન્ય સહુ કોઈની માત્ર એક વર્ષના ગાળામાં આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ થાય છે તેનો હું આનંદ અનુભવું છું. તા. ૨૮-૧૧-૨CO નલિની હ. દેસાઈ પ્રારને ૧૯૭૮ની સાલ. તે સમયે હું બારમા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને મેં વિનયન વિદ્યાશાખામાં વધુ અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું. એક વર્ષ પછી કૉલેજમાં જવાનું હતું. મુખ્ય વિષયમાં સ્નાતકની પદવી લેવાની હતી. બારમા ધોરણમાં હતી ત્યારથી ગુજરાતી સાહિત્યમાં ખૂબ રસ પડતો હતો. એક વખતે બધા મિત્રો ભેગાં થયાં. કૉલેજમાં જઈને કયો વિષય મુખ્ય રાખીશું તેની વાતચીત કરતાં હતાં. મેં તરત જ કહ્યું કે, હું ગુજરાતી વિષય રાખીશ. મારા મિત્રો બધાં જ એકસાથે બોલવા લાગ્યાં : ગુજરાતી વિષય રાખવો હોય તો ભાષા આલંકારિક હોવી જોઈએ, જોડણી આવડવી જોઈએ. મારું મન થોડું પાછું પડ્યું. બધાં મિત્રો છૂટાં પડ્યાં. ઘેર આવીને વિચારતી થઈ કે શું ગુજરાતી અધરું પડશે ? પણ મન કહેતું હતું કે ના. ગુજરાતી વિષયમાં જ સ્નાતક થવું છે. મારાં મોટાં બહેન નવગુજરાત કૉલેજમાં અર્થશાસ્ત્ર મુખ્ય વિષય રાખીને વિનયન વિદ્યાશાખામાં અભ્યાસ કરતાં હતાં. તેમણે તે જ વખતે કૉલેજથી આવીને વાત કરી કરે કે આજે તો પ્રો. કુમારપાળ દેસાઈના વર્ગમાં ખૂબ મજા આવી. ૧૯૭૯માં નવગુજરાત કૉલેજમાં ગુજરાતી મુખ્ય વિષય સાથે પ્રવેશ લીધો. પ્રો. કુમારપાળ દેસાઈની સાથે બીજા અન્ય પ્રાધ્યાપકો પણ હતા. પ્રો. કુમારપાળ દેસાઈ પાસેથી ત્રણ વર્ષ દરમ્યાન ઘણું શીખવાનું મળ્યું. મારા મન પર એક સંનિષ્ઠ અધ્યાપકની છાપ અંકિત થઈ. પછી તો તેમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. પણ કર્યું. જ્યારે ૨૦૧૪માં તેમને ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી' એવૉર્ડ મળ્યો તે પછી તરત જ તેમના વિશે ડૉ. પ્રવીણ દરજી અને ડૉ. બળવંત જાનીએ સંપાદિત કરેલું શબ્દ અને શ્રુત' પુસ્તક પ્રગટ થયું. એમાં એમનાં વિવિધ પાસાંઓ વિશે લેખો હતા, પરંતુ એમના સમગ્ર સાહિત્યસર્જનને આવરી લેતું પુસ્તક હજી તૈયાર થયું નહોતું. પરિણામે એ કાર્ય કરવાનું બીડું મેં ઝડપ્યું. તેમનું સમગ્ર સાહિત્યસર્જન ઉપલબ્ધ કરાવી આપવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. તેમના સાહિત્યસર્જનના મારા આ અભ્યાસ દરમ્યાન તેમની બહુમુખી પ્રતિભાનાં દર્શન થયાં છે. સાહિત્યની સાથે સાથે સાંસ્કૃતિક, સામાજિક અને માનવકલ્યાણે કરનારી સંસ્થાઓમાં પણ તેઓ કાર્યરત છે તેનો પરિચય અહીં કરાવ્યો છે.
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy