SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મગ્રંથો, રામાયણ, મહાભારત જેવા વિષયો ઉપર અખબારોમાં પ્રગટ થયેલા કુમારપાળ દેસાઈના લેખો હજુ ગ્રંથ રૂપે મળ્યા નથી, તે દુ:ખદ બાબત ગણાય. તાજેતરમાં પ્રગટ થયેલું તેમનું ‘ક્ષણનો સાક્ષાત્કાર’ એ પુસ્તક અગાઉના પુસ્તકો કરતાં તદ્દન ભિન્ન પ્રકારનું ચિંતન આપે છે. અહીં વર્તમાનયુગના ચિંતનની વાત છે અને એની વિશેષતા એ છે કે પરંપરાગત ચિતનને બદલે એક જુદા દૃષ્ટિકોણ અને અભિગમથી કરેલું ચિંતન છે. જેમ કે ‘નિષ્ફળતાનો લાભ’ વિશે લેખક કહે છે કે – લેખવું અને ભૂલ પડે ત્યારે રબરથી છેકી નાખવું ! આગળ લખતા જવું અને વળી ખોટું લખાય તો પેન્સિલ • ધી કરી રબરથી છેકીને ફરી લખવાનું ચાલુ રાખવું ! આ કંઈ બાળપણનો જ નહીં, બલકે જિંદગીનો શિરસ્તો છે. જિંદગીમાં કર્મયોગ સાધતી વ્ય િત કર્તવ્યપથ પર આગળ પ્રયાણ કરતી જાય છે અને સાથોસાથ ભૂલ થાય તો તેને સમજી, સ્વીકારી અને તેનું નિવારણ કરીને આગળ વધતી જાય છે. બાળપણમાં જેવું લેખન હતું, જીવનમાં એવું ચલન છે. જીવનમાં સફળતા એને જ મળે છે કે જે પોતાની મર્યાદા, ભૂલો અને ક્ષતિઓને સમજવા પ્રયત્ન કરે છે. પોતાની ભૂલોની ઉપેક્ષા કરનાર કાં તો અહંકારી બને છે અથવા તો અનાચારી થઈ જાય છે. ક્ષતિઓનો સ્વીકાર કરવામાં સમજ અને ખેલદિલી જોઈએ. માનવી એની સફળતા કરતાં નિષ્ફળતામાંથી વધુ શીખે છે. આવી નિષ્ફળતાઓમાંથી શીખનાર જ સફળતાની ટોચે પહોંચે છે.” એ જ રીતે “કંટકને શોધતી આંખ' એ વિશે લેખક કહે છે : ધનથી તમે મોહ પામો છો અને છતાં ફરિયાદ કરો છો કે ધન મને મોહ પમાડે છે. કામિનીની માયામાં તમે લપેટાવ છો અને દોષ એને આપો છો કે એ તમને મોહિત કરે છે. કંચન જોતાં જ તમારા મનમાં સુવર્ણતૃષ્ણા જાગે છે અને પછી દોષ આપો છો તે તૃષ્ણાને. આમ, બીજી વ્ય િતને દોષ આપનાર સ્વયં એ દોષમાં ફસાતો જાય છે.' કર્તાભાવ અને સ્વીકારભાવ અંગે પોતાના વિચારો આલેખતાં લેખક કહે છે. ‘કર્તાભાવ અહંકાર જન્માવે છે. તો સ્વીકારભાવ અહંકારનું નિગરણ કરે છે. કર્તાભાવ જીવન પર બોજ બની જાય છે, જ્યારે સ્વીકારભાવમાં જીવનની સાહજિકતા જળવાઈ રહે છે. આથી વ્યક્તિએ પોતાની જાતને આ વિરાટ વિશ્વના અંશ રૂપે માનવી જોઈએ અને જો એમ માનશે તો ‘આ મેં કર્યું', આ મારા દ્વારા થયું એવી અક્ષરના યાત્રી બોજભરી સ્થિતિમાંથી મુ ત થશે. આપણે એમ માનીએ છીએ કે આ સઘળું હું ચલાવું છું અને તે ચલાવીએ છીએ તેમ માનવામાં આનંદ આવે છે, પણ હકીકતમાં તો એ રીતે અહંકારનું પોષણ થાય છે. ધીરે ધીરે એ ઘટના વીસરાઈ જશે, એ કાર્ય ભુલાઈ જશે, પણ એમાંનો ‘હું વધુ ને વધુ પ્રબળ થતો જશે. આમાંથી મુછ ત થવાનો ઉપાય એ જ છે કે એ જાણી લેવું કે એક વ્યાપક અને વિરાટ વ્યવસ્થાના ભાગ રૂપે આપણે છીએ. એ જ રીતે અવ્યવસ્થાનો અર્થ માં તેઓ લખે છે, ‘અવ્યવસ્થિત વ્યકિત નિષ્ફળતાને નોંતરું દઈને જ બેઠી હોય છે. સમય જતાં આ નિષ્ફળતાઓ એના જીવનમાં થાકે, કંટાળો, કટુતા કે પ્રમાદ લાવે છે. વ્યતિ જે રીતે જીવન જીવતી હોય છે તે રીત કે પદ્ધતિનો એ • યારેય પૂરો વિચાર કરતી નથી. એનું જીવન એ જ ચીલાચાલુ ઢબે કે એ જ પુરાણી રફતારથી ચાલ્યું જાય છે, જુદી જુદી ફાઈલોમાં ગોઠવવાના કાગળોનો ટેબલ પર ખડકલો થઈ જાય છે. અને આ બધી અવ્યવસ્થાનું પરિણામ એ આવે છે કે કોઈ પણ કામને માટે એને ઘણો લાંબો સમય ખર્ચવો પડે છે. અવ્યવસ્થા સાથે અકળામણને ગાઢ સંબંધ છે. અવ્યવસ્થિત માનવી વારંવાર અકળાઈ જતો હોય છે. કારણ કે • યારેક એને જરૂરી કાગળો કે ફાઈલ મળતાં નથી, સમયસર એ પહોંચી શકતો નથી અથવા તો પોતાનું કાર્ય યથાસમયે પૂરું કરી શકતો નથી.’ આ પુસ્તકની વિશેષતા એ છે કે આમાં એક વ્યાપક દૃષ્ટિકોણથી ચિંતનનું આલેખન કરવામાં આવ્યું છે. જુદા જ અભિગમથી થયેલું આ ચિતને ‘ગુજરાત, સમાચારની કૉલમ ‘પારિજાતનો પરિસંવાદમાં પ્રગટ થઈ રહ્યું છે અને તે સારી એવી લોકપ્રિયતા પામ્યું છે. - કુમારપાળ દેસાઈ પાસેથી પ્રેરક-ચિંતનાત્મક સાહિત્ય મળે છે. પણ એ સાથે શાસ્ત્રીય વિચારધારા ધરાવતાં પુસ્તકો પણ સાંપડે છે. એમણે લખેલી ક્ષમાપના' નામની પુસ્તિકામાં ક્ષમાની જૈનદર્શનની વિચારધારા અન્ય ધર્મોની તુલનાત્મકતા સાથે આલેખી છે. ‘ક્ષમાપના” પુસ્તકના આરંભે ક્ષમાની ભાવના દર્શાવતો બ્લોક મૂકીને તેની ગુજરાતીમાં સમજૂતી આપવામાં આવી છે. સંવત્સરીનો મર્મ, દોષદર્શન અને આંતરખોજ, લઘુતામાં પ્રભુતા, ધરતી જેવી ક્ષમા, દ્રવ્ય-ક્ષમાં, આગ સમ ક્રોધ, ભવતાર કે ક્ષમાં, ત્રણ પ્રકારના માનવીઓ, સર્વ ગુણોની ખાણ, કરુણાભીનાં લોચન, ભાવ-ક્ષમાપના – આવાં શીર્ષક અંતર્ગત નાના નાના પ્રસંગો પણ મૂ યા છે. ક્ષમાની ભાવનાના મર્મને માર્મિક પ્રસંગો દ્વારા વધુ આત્મસાત્ કરાવ્યો છે. અત્યંત ચિંતન સાહિત્ય ( ૫૨ પક
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy