SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ હૃદય કવિનું, ચિત્ત યોગીનું અને મિજાજ બાદશાહનો હતો. એમનાં પદોમાં મસ્તીની ઝલક છે.” મીરાં અને આનંદધનના પદોમાં ભ િત અને મસ્તી બંને દૃષ્ટિગોચર થાય છે. અખાનો અક્ષયરસ અને આનંદઘનની અનુભવલાલીની મસ્તી કરતાં બંને કવિઓ સમકાલીન હતાં. આનંદઘનનો સધન અભ્યાસ આ પુસ્તકમાં થયેલો જોવા મળે છે. શબ્દસંનિધિ' એ પ્રકાશનની દૃષ્ટિએ તેમનો પહેલો વિવેચનસંગ્રહ, ચેખોવનું શ્રી સિસ્ટર્સ'; કેથેરિન મેન્સફીલ્ડની “ધી ગાર્ડન પાર્ટી', કવિવર રવીન્દ્રનાથ ઠાકુરનું રાજા”, ધીરુભાઈ ઠાકર- સંપાદિત મણિલાલ નભુભાઈનું આત્મવૃત્તાંત અનોખી આત્મકથા’, પ્રો. બળવંતરાય ઠાકોરનું • ગતી જુવાની’, ધૂમકેતુનું ‘તણખામંડળ૧', “કવિતા'ના અંકમાં પ્રગટ થયેલા કાવ્ય વિશે ચર્ચા, સાહિત્ય અને પત્રકારત્વ', ‘અપ્રગટ સ્તુતિકાવ્ય', ભાવસૃષ્ટિ, બળવંતરાય ઠાકોરની કાવ્યવિભાવના, ગોવર્ધનરામ અને મુનશીનાં સ્ત્રીપાત્રો, જગદીશ જોશીનો કાવ્યસંગ્રહ ‘મોન્ટાકોલાજ" વગેરે વિશે વિસ્તૃત વિવેચનો ક્યું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, અર્વાચીન ગુજરાતી સાહિત્ય, ભારતીય સાહિત્ય અને વિદેશી સાહિત્યના સર્જકોની કૃતિઓનું અહીં વિસ્તૃત આલેખન છે. જુદાં જુદાં સ્વરૂપની કૃતિઓનો વિવેચનાત્મક અભ્યાસ અહીં જોવા મળે છે. સંસ્કૃત કવિ કાલિદાસ પણ નજરે પડે છે. ધૂમકેતુની વાર્તાઓનું વિવેચન કરતાં તેમનાં પુરોગામી અને સમકાલીનો કેવી રીતે વાર્તા સર્જતા, ધૂમકેતુની વાર્તાઓનાં પાત્રો, વાર્તામાં આલેખાતી ગ્રામસંસ્કૃતિ, તેમનો યંત્ર-સંસ્કૃતિ તરફનો રોષ, ઉદાત્ત મૂલ્યો, પ્રણયનું આલેખન – આ બધી જ બાબતોને કેન્દ્રમાં રાખીને તેમની વાર્તાઓને તે મૂલવે છે, ચકાસે છે. તેમના નાટકનાં વિવેચનો વાંચતાં-વાંચતાં આપણે પણ તેમની સાથે જાણે કે સફર કરતાં હોઈએ તેમ લાગે છે. નાટકમાં આવતાં સંવાદ્ય, નાટકના મુખ્ય પાત્રની વાત. “રાજા” એક રૂપકાત્મક નાટક છે અને લેખક તેને આ રીતે નિરૂપી આપે છે. અંતમાં આ પુસ્તકના લેખકે નોંધે છે. “કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે પોતાનું દર્શન થ• ત કરવા માટે કોઈ પ્રચલિત નાટચસ્વરૂપનું ચોકઠું સ્વીકારવાનું પસંદ કર્યું નથી. પોતાનાં પ્રેરણા, દર્શન અને પ્રતિભાને વફાદાર રહીને માનવ અને ઈશ્વરના ગૂઢ અને અમૂર્ત abstract – સંબંધને ‘નાટ્યમ’ બનાવવા તેમણે હામ ભીડી છે. રાજા' નાટકમાં અંતર્ગત રહસ્ય જેમ ઈશ્વરની વિભુતાનો અણસાર આપે છે તેમ સાહિત્ય-કલાની વિશાળ વિભુતાનો પણ તૃપ્તિકર અનુભવ કરાવે છે. એ કારણે તેને રવીન્દ્રનાથની પ્રતિભાનું અપ્રતિમ સંતાન ગણવું જોઈએ. જગતસાહિત્યમાં આ પ્રકારનાં જે થોડાંક નાટ્યસર્જનો થયાં છે તેમાં તેને માનભર્યું સ્થાન મળ્યું છે.” આ સંગ્રહમાં જે કૃતિઓની વિવેચના થઈ છે તે ઉત્તમ કૃતિઓની જ વાત છે. ‘સાહિત્ય અને પત્રકારત્વ’ - પ્રકરણમાં સાહિત્યકાર શબ્દનો ઉપયોગ કેવી રીતે કરે છે અને પત્રકાર શબ્દનો ઉપયોગ કેવી રીતે કરે છે તે બંને વચ્ચેની ભેદરેખા આંકી બતાવી છે. સાહિત્ય અને પત્રકારત્વ વિશે સાદી સમજ સરસ આલેખી આપી છે. “અખબાર” એ સામૂહિક પ્રસારણનાં માધ્યમોમાંનું એક ગણાય છે. તેમ છતાં એ સાહિત્ય સાથે અત્યંત નિકટનો સંબંધ ધરાવે છે. જે પત્ર સાહિત્યિક દૃષ્ટિએ વધુ સુઘડ અને વધુ રોચક વાચન પૂરું પાડે છે તે • ચી કોટિનું તેમ અત્યારે પણ મનાય છે. સામગ્રી વર્તમાનપત્રની હોય, વર્તમાનપત્ર માટે હોય છતાં એ સામગ્રીને સાહિત્યિક ઘાટ આપવાનો પત્રકારનો સતત પ્રયત્ન હોય છે. પત્રકારત્વના વિકાસ સાથે પણ સાહિત્ય સંકળાયેલું રહ્યું છે ! સાહિત્યના કોઈ પણ સ્વરૂપને, કોઈ પણ સર્જકને. સાહિત્યકૃતિને તેઓ સામાન્ય માનવી સમજે તેવી સરળ ભાષામાં વિવેચના કરી આપે છે. આમ તો એમ કહેવાય છે કે “શીલ તેવી શૈલી’ એ રીતે કુમારપાળ દેસાઈ તેમના વિવેચનો સરળ રીતે કરી આપે છે. મેઘદૂતની ભાવસૃષ્ટિ – વિશે વિવેચન કરતાં તેમાંનાં જે સંસ્કૃત વા યો મુ યાં છે ત્યાં નીચે તેનું ભાષાંતર તેમણે આપ્યું છે. જેથી કૃતિ સમજવામાં સરળતા રહે છે. કાલિદાસના મેઘદૂતની સાથે સાથે તેઓ વાચકને પણ એ મનોરમ વર્ણનો આપીને તેમની સાથે વિહાર કરાવે છે. પ્રણયભાવનાનું આલેખન કરતી કાલિદાસની કૃતિ મેઘદૂત’ માત્ર સંસ્કૃત સાહિત્યમાં જ ઉત્તમકૃતિ નથી પણ તે ભારતીય ભાષામાં એક ઉત્તમ કૃતિ તરીકે સ્થાન પામે તેવી છે. “ચેખોવ'ના પ્રસિદ્ધ નાટક ‘થી સિસ્ટર્સની સર્જકકલા – એ લેખમાં ચેખોવના નાટકની ખુબીઓ બતાવવામાં લેખક સફળ રહ્યા છે. ગુજરાતી નાટક બળવંતરાયપ્રણીત • ગતી જુવાનીની બીજી આવૃત્તિ માટે લેખકે તૈયાર કરેલું હસ્તપ્રતનું વિશ્લેષણ કુમારપાળ દેસાઈની પ• વસંશોધનકળાનું સુફળ છે. ભાવન-વિભાવન’ તેમનો બીજો વિવેચનસંગ્રહ છે. તેમનું સમગ્ર સાહિત્ય જોતાં તેઓ મધ્યકાલીન સાહિત્યના • ડા અભ્યાસી છે તેમ લાગે. ભાવન-વિભાવનમાં પણ હેમચંદ્રાચાર્ય, જ્ઞાનવિમલસૂરિ, બુદ્ધિસાગરસૂરિ, ફિરાક ગોરખપુરી જેવા મધ્યકાલીન સર્જકો પછી તે ગુજરાતી ભાષાના હોય કે ઉર્દૂ સાહિત્યના હોય, અહીં અક્ષરના વા વિવેચન
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy