SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આ મહાનિબંધ તૈયાર કર્યો. પ્રાકૃત ભાષાના વિદ્વાન બેચરદાસ દોશી અને ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના સંશોધક-સંપાદક શ્રી ભોગીલાલ સાંડેસરાએ આ મહાનિબંધ અંગે ખૂબ રાજીપો વ્યકત કર્યો હતો. આનંદઘન : એક અધ્યયન' તેમનું આનંદઘનજીનાં જીવન અને સાહિત્ય વિશેની સંપૂર્ણ માહિતી આપતું પુસ્તક છે. તેની પ્રસ્તાવનામાં તેઓ કહે છે, મધ્યકાલીન સંતપરંપરામાં વિશિષ્ટ સ્થાન ધરાવતા મસ્તયોગી આનંદઘનનું સાહિત્ય મીરાંનાં પદોની માફક ગુજરાત અને રાજસ્થાનની સહિયારી મિલકત છે.” તેમણે ‘સ્તવન બાવીસી અને પદોની બહૌંતેરી' આપેલી છે. તીર્થંકરોની સ્તુતિ રૂપે રચાયેલાં સ્તવનોને મુકાબલે અધ્યાત્મ-ગગનનો મુતિ-વિહાર દર્શાવતાં પદો કાવ્યતત્ત્વ અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ વિશેષ વિત્તવાળાં છે. પરંતુ રાજસ્થાની મરોડવાળી હિન્દી ભાષામાં લખાયેલાં હોવાથી પદોનું અધ્યયન-સંશોધન ગુજરાતી ભાષા-સાહિત્યના ક્ષેત્રની બહારનું ગણાય, જ્યારે સ્તવનોની વાત જુદી છે. અભ્યાસીઓ આનંદઘનને ગુજરાતી ઠરાવવા લલચાય એટલા પ્રમાણમાં સ્તવનો પર ગુજરાતી ભાષાનો પુટ ચડેલો છે. એટલે સ્તવનોને લક્ષમાં રાખીને આનંદઘનનો શ ય તેટલો સર્વાંગીણ અભ્યાસ અહીં થયો છે.” આનંદઘનજીની લખાયેલી હસ્તપ્રતો સુધી પહોંચીને તેને પણ તેમણે આ પુસ્તકમાં સમાવી છે. તેના ઉપરથી જ ખ્યાલ આવે છે કે તેમની સંશોધનવૃત્તિ કેટલી પ્રબળ છે. વળી બેચરદાસ દોશી આ પુસ્તક વિશે લખે છે. “અધ્યાત્મવિદ્યા જાણવાની જેમને ઇચ્છા હોય તેમને રસ પડે તેવું આ પુસ્તક છે. ભાષાષ્ટિએ અને વ્યાકરણદૃષ્ટિએ પણ થોકબંધ મસાલો આ પુસ્તક પૂરો પાડે છે.' કુમારપાળ દેસાઈની સંશોધનપ્રવૃત્તિનું આ પ્રથમ પગથિયું. જ્ઞાનવિમલસૂરિફત સ્તંભક’ એ તેમનું સંશોધનનું પુસ્તક છે. આ પુસ્તકની વિશિષ્ટતા એ છે કે સ્તવનમાં વપરાયેલા મધ્યકાલીન ગુજરાતી સ્તબકના શબ્દોના અર્થ પુસ્તકને અંતે આપ્યા છે. ‘જ્ઞાનવિમલસૂરિફત સ્તબક માં ભાષાની વિશેષતા ધ્યાન ખેંચે તેવી છે. આ સ્તબક એટલે શું ? ટબો કોને કહેવાય ? બાલાવબોધ એટલે શું ? વગેરેની સમજૂતી પણ તેમણે સંક્ષેપમાં સરસ રીતે આપી છે. આ સ્તંબકમાં ભાષાની બે ભૂમિકા જોવા મળે છે. આધુનિક ભૂમિકા અને જૂની ભૂમિકા. જેમ કે, જૂની ભૂમિકામાં ‘અઈ’ ‘અઉ’; બીજી ભૂમિકામાં ઈ’ અને “”; ત્રીજી ભૂમિકામાં ‘કરે’ અને ‘કરો’ જેવાં રૂપો મળે છે. સંશોધક કુમારપાળ દેસાઈ વિ. સં. ૧૭૬૯ની હસ્તપ્રતને અધિકૃત અક્ષરના યાત્રી ૩૨ 17 પાઠ તરીકે સ્વીકારીને તેનું સંશોધન કરે છે. આરંભમાં સ્તબકની વિશેષતાઓ જણાવી છે. તેની ભાષા વિશે પણ સદૃષ્ટાંત વિચારણા કરવામાં આવી છે. મધ્યકાલીન સાહિત્યનું આ પુસ્તક તેમનું મહત્ત્વનું સંપાદનકાર્ય છે. ડૉ. કુમારપાળ દેસાઈની વિશેષતા એ છે કે જે કાર્ય કરે છે તેમાં તેઓ બરાબર ખૂંપી જાય છે. ‘અબ હમ અમર ભયે’ એ પુસ્તકમાં મહાયોગી આનંદઘનજી વિશેનો વિશેષ અભ્યાસ મળે છે. આ પુસ્તકમાં મધ્યકાલીન સંતપરંપરાનાં મીરાં, કબીર અને જ્ઞાનમાર્ગી ધારાના અખા સાથેનો તુલનાત્મક અભ્યાસ છે. આનંદઘનજીનું જીવન, તે સમયની ગુજરાતની રાજકીય પરિસ્થિતિ, જૈન ધર્મ, સાહિત્ય આ બધાં વિશે વિસ્તૃત માહિતી આપી છે. આનંદઘનજીના જન્મ વિશેના મત-મતાંતર તથા તેમના આધ્યાત્મિક જીવન વિશે પણ વિસ્તૃત માહિતી ઉપલબ્ધ છે. આનંદધનજી અને યશોવિજયજી એ બંને વચ્ચેનો તુલનાત્મક અભ્યાસ પણ . ધ્યાન ખેંચે તેવો છે. આ બંને સાધકો સંસારથી • ફરા ચાલતા હતા. આનંદઘનજીએ ચાર ગતિરૂપ ચોપાટની એક સુંદર કલ્પના કરી છે. આનંદઘનજી આત્મલક્ષી પદવીથી વિભૂષિત થયેલા પંડિત હતા. બંનેનાં કવન વિશે અભ્યાસ કર્યા પછી અંતે લેખક લખે છે : ઘ્યશોવિજયજીમાં અને આનંદઘનજીમાં જ્ઞાનની ગંભીરતા, શાસ્ત્રોની પારંગતતા અને અધ્યાત્મનો તલસાટ વ્ય• ત થાય છે. ખરી વાત એ છે કે ઉપાધ્યાય યશોવિજયજીને શાસ્ત્રોમાં પારંગતતા પામ્યા પછી પણ આત્મસંતોષ મળ્યો નહિ. એમણે અધ્યાત્મયોગના માર્ગે જવાનું સ્વીકાર્યું અને આમાં આનંદઘનનો સંપર્ક કારણભૂત બન્યો. બંનેનાં કવનને જોઈએ તો આનંદઘન જેવી ભાવની ગહનતા, વ્યાપકતા તેમજ • ર્મિનો તીવ્ર ઉછાળો અને અલખનાં રહસ્યોને પામવાની ઝંખના યશોવિજયજીના કવનમાં એટલા પ્રમાણમાં દેખાતાં નથી. એનું કારણ આનંદઘનજી કવિની સાથે મર્મી સંત પણ છે એ કહી શકાય ! મહાયોગી આનંદઘનની કવિતા સાથે કબીર, મીરાં અને અખા જેવા કવિઓની તુલના સરસ રીતે કરી છે. કબીરનાં પદો ઉપદેશનું નિરૂપણ કરે છે. માનવચિત્તને બાહ્ય વળગણોથી મુ• ત કરી અંતર્મુખ થવા પ્રેરે છે, કબીરનાં પદોમાં વ્યવહારુ દૃષ્ટિ છે. જન-સામાન્યને તેમનાં પદો સ્પર્શે છે; જ્યારે આનંદઘનનાં પદો સિદ્ધાંત આલેખે છે. અધ્યાત્મના • ડાણનો ગહન સ્પર્શ કરાવે છે. તેમનાં પદોમાં યોગદૃષ્ટિ છે અને પરિણામે એને સમજવા માટે વિશેષ સજ્જતાની જરૂર છે. મીરાં અને આનંદઘનજીનાં પદ-સાહિત્યમાં પ્રભુ-મિલનનો તીવ્ર તલસાટ અને અધ્યાત્મજીવનના સંસ્કાર પ્રગટ સંશોધન ૩૩
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy