SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ તેની વિગત અને તેમના શિષ્ય અને પ્રશિષ્યોની યાદી મૂકી છે. કોઈ પણ અભ્યાસીને ઉપયોગી થાય તેવી માહિતી છે. આ માહિતી ઉપરથી કુમારપાળ દેસાઈ કોઈ પણ વિષય પર કેવો સર્વગ્રાહી અભ્યાસ કરે છે તેનો ખ્યાલ આવે છે. આ પુસ્તકની કે ચરિત્રની વિશેષતા એ છે કે તેમાં આચાર્ય મહારાજની નિશ્રામાં યોજાયેલા ઉત્સવો, મહોત્સવો કે પ્રતિષ્ઠા-મહોત્સવોની વિગતોને અત્યંત ગૌણ રૂપે આલેખીને લેખકે કુમારપાળ દેસાઈએ શ્રી કૈલાસસાગરસૂરિ મહારાજના આંતરજીવનને આલેખવાનું મુનાસિબ માન્યું છે અને તેના પરિણામે મહારાજશ્રીનું ચરિત્ર હોવા છતાં રસપ્રદ બન્યું છે. આ ચરિત્રમાંથી ચરિત્રનાયકની અસાધારણ પ્રતિભા • પસી આવે છે. કુમારપાળ દેસાઈ પાસેથી જૈનદર્શન પરિચયશ્રેણી અંતર્ગત ભગવાન • ષભદેવનું ચરિત્ર મળે છે. રાજકુમાર • ષભદેવમાંથી આદિનાથ • ષભદેવ કેવી રીતે થયા, તેનો સંક્ષિપ્ત પરિચય પ્રારંભે આપ્યો છે. કરુણા, પ્રેમ, દયા, મમતાથી ભરપૂર તેમનું જીવન હતું. આ ચરિત્રનું આલેખન એવું છે કે તે જાણે વાર્તા-રસના પ્રવાહમાં ભાવકને ખેંચી જાય છે. એમ લાગે છે કે પ્રસંગોનું વર્ણન કરતાં તેમણે ભગવાન • ષભદેવના જીવનને વણી લીધું છે. જીવનચરિત્ર વાંચતાં • યાંય કંટાળો • પજે તેવું કંઈ અહીં જોવા મળતું નથી. માનવજીવનના ભિન્ન ભિન્ન અનુભવોની. ક્રિયા-પ્રતિક્રિયા અહીં આલેખાયેલી છે. પુસ્તકના અંતે ભગવાન • ષભદેવના પૂર્વભવ, માતા મરુદેવીને આવેલાં સ્વપ્નાં, • ષભદેવના પુત્ર અને પુત્રીઓનાં નામ જેવી ઉપયોગી માહિતી મૂકી છે. ‘ભગવાન મલ્લિનાથ' એ જૈનદર્શન પરિચય શ્રેણી અંતર્ગત પ્રગટ થયેલું ભગવાન મલ્લિનાથનું ચરિત્ર છે. આમાં તેમના જીવનના જુદા જુદા આઠ પ્રસંગોનું આલેખન કર્યું છે. મિથિલાની રાજનગરીનું વર્ણન અહીં મળે છે. આ પુસ્તકના અંતમાં ભગવાન મલ્લિનાથના પરિવારની વિગતો મૂકી છે. ભગવાન મલ્લિનાથ વિશે પ્રવાહી શૈલીમાં પરિચયાત્મક માહિતી મળે છે. ગુરુ ગૌતમસ્વામીનું ચરિત્ર એટલે ‘અંગૂઠે અમૃત વસે'. ગૌતમસ્વામીના પાંચ ભવની કથાથી પુસ્તકનો પ્રારંભ થાય છે. ભગવાન મહાવીરના નિર્વાણની વાત સાંભળીને ગુરુ ગૌતમસ્વામી વ્યાકુળ થઈ ગયા. ગૌતમસ્વામી વિચારવા લાગ્યા : એમની સાથે મોક્ષનગરમાં ગયો હોત તો મોક્ષનગર સાંકડું થઈ જાત ?' ગૌતમસ્વામી હે વીર ! હે વીર !” એમ વિલાપ કરવા લાગ્યા. તે દરમિયાન “વીતરાગ’ શબ્દ વિશે ચિંતન કરવા લાગ્યા અને વિચાર્યું કે પ્રભુ તો વીતરાગ હતા ! આવા પ્રભુને માટે આજંદ શા માટે ? તેઓ અંતર્મુખ થયા અને તેમની આંતરદૃષ્ટિ ખૂલી. રાગદશાનું વાદળ વીખરાઈ ગયું અને જ્ઞાનીને જ્ઞાનદશા લાધી. - પ્રભુ મહાવીર અને ગૌતમસ્વામી એ બંને વચ્ચેના સંવાદો તેમની વચ્ચે કેવી એકરાગિતા હતી તેનો ખ્યાલ આપે છે. આખું પુસ્તક સચિત્ર હોઈ બાળકોને પણ વાંચવામાં રસ પડે તેવું છે. • યાંય ભારેખમ પારિભાષિક શબ્દો નથી. ગુરુ ગૌતમસ્વામીના જીવનપ્રસંગો અહીં આલેખાયા છે. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં પ્રકાશિત થયેલા ગ્રંથ જિનશાસનની કીર્તિગાથા”માં સાધુ, સાધ્વી, શ્રાવકે અને શ્રાવિકાનાં કુલ ૧૦૮ ચારિત્રોનું આલેખન કરવામાં આવ્યું છે. જે પ્રજા પોતાના અતીતને વિસરી જાય છે, તેનું ભવિષ્ય અંધકારમય બને છે તથા તેની મૂલ્યપરાયણતા અને જીવનનિષ્ઠા નાશ પામે છે. જીવનચૈતન્ય અને આત્મબળ સાથે ધર્મનું સીધું અનુસંધાન હોય છે. નવી પેઢીને પોતાના પ્રતાપી પૂર્વજોનો પરિચય મળી રહે તેવા હેતુથી સર્જાયેલું આ પુસ્તક જુદાં જુદાં ચરિત્રોના માર્મિક પ્રસંગોને કારણે, એની ચિત્રમયતાને કારણે તથા એમાંથી પ્રગટતી ભાવનાની સુવાસને કારણે વ્યાપક આદર પામ્યું છે. આમાંનાં કેટલાંક ચરિત્રો લેખકના સંશોધનનું સુફળ છે. આમાં નોંધપાત્ર બાબત એ છે કે આમાં • યાંય સાંપ્રદાયિક અતિશયો િત નથી અને મૂળ ચરિત્રને વફાદાર રહીને એમાં ઉદાત્ત ભાવના પ્રગટાવનારાં સાધુસાધ્વીઓ, તેજસ્વી શ્રાવકો અને ચારિત્રશીલ શ્રાવિકાઓનાં કર્તવ્યનિષ્ઠ અને ધર્મપરાયણ જીવનની વાસ્તવિક તસવીર આલેખવામાં આવી છે. વ્ય િતના જીવનના ઉત્તમ પ્રસંગો સાંકળીને એના ચરિત્રની મહત્ત્વની વિગતો ગુંથી લેવામાં આવી છે. આ પુસ્તકે જૈનસાહિત્યમાં ચરિત્ર આલેખનની એક નવી દિશા ખોલી આપી છે. માત્ર ૧૦૮ ચરિત્રો જ હોવાથી બીજાં ચરિત્રોની અનુપસ્થિતિ • યાંક ખૂંચે છે. ભવિષ્યમાં લેખક પાસેથી એ ચરિત્રો પણ પ્રાપ્ત થશે એવી આશા રાખી શકાય. કુમારપાળ દેસાઈ પાસેથી તીર્થકરોનાં ચરિત્રો મળે છે, સાહસિક ઉદ્યોગપતિની જીવન કથા પ્રાપ્ત થાય છે, તો એ જ રીતે રામમૂર્તિ, સી. કે. નાયડુ અને લાલા અમરનાથનાં જીવનચરિત્રની પુસ્તિકાઓ મળે છે. રામમૂર્તિમાં સાવ સુકલકડી અને દમિયલ એવો છોકરો દૃઢ મનોબળથી કેટલો બધો તાકાતવાન બને છે એનું આલેખન કરવામાં આવ્યું છે. બાળકો અને યુવાનોને માટે આદર્શ બની રહે તેવું આ ચરિત્ર છે. જ્યારે સી. કે. નાયડુમાં એમના બાળપણથી એમના અવસાન સુધીની એમની કામગીરીની વાત કરી છે. આમાં સી. કે. નાયડુના ક્રિકેટજીવનના અનેક રોમાંચ કે અક્ષરના યાત્રી ચરિત્ર સાહિત્ય
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy