SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ગૂંગળાવી નાખવામાં આવતી હતી. વિકલાંગોમાં સુષુપ્ત શ િત પડી હોય છે. માત્ર એમને થોડા પ્રોત્સાહનની જરૂર હોય છે એમ તેઓ માનતા હતા. “અપંગનાં ઓજસ'માં એમણે એવી વ્ય િતઓનાં ચરિત્રો લખ્યાં કે જેમણે શારીરિક મુશ્કેલીઓ વટાવીને શરીરબળનો સૌથી વધુ મહિમા ધરાવતા રમત-ગમતના ક્ષેત્રમાં યશસ્વી સિદ્ધિ મેળવી હોય. આ પુસ્તક અંગે ગુજરાતના પ્રસિદ્ધ સંત અને સમાજને બેઠો કરવાનો આશય ધરાવતા સંત પૂ. શ્રી મોટાએ લખ્યું. ભાઈશ્રી કુમારપાળની કલમમાં છે તે થવાની કોઈક કળા તો છે, તેનાં અનુભવદર્શન તો ‘ગુજરાત સમાચાર'ના એમના લેખો દ્વારા થાય છે જ. તેમ છતાં આ પુસ્તકની લેખનશૈલી સરળ, સૌમ્ય અને પ્રસંગકથાઓને સાનુકૂળ છે. દિલને સાહસનાં અને માનવીને અા યને શ• ય કરવાનાં પ્રેરણાભર્યાં પાત્રોનાં ચરિત્રને આલેખતાં આલેખતાં એમણે જે હથોટી પ્રગટ કરી છે તે પરથી હજી ભવિષ્યમાં આવા પ્રકારના સાહિત્યનું દર્શન એમના તરફથી વધારે ને વધારે સમાજને થયા કરશે, એવી શ્રદ્ધા સાથે વિરમું છું. શ્રી કુમારપાળને આવા સાહિત્યસર્જન માટે હૃદયના ભાવથી મુબારકબાદી આપું છું.' ભારતીય ટીમના જિંદાદિલ ખેલાડી, સંગીન ઑપનિંગ બૅટ્સમૅન અને ઉદ્યોગપતિ શ્રી વિજય મર્ચન્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી વિકલાંગોની પ્રવૃત્તિમાં સક્રિય રસ લીધો હતો. એમણે આ પુસ્તકના ‘આમુખ'માં લખ્યું. ‘આવા જિંદાદિલ અપંગોના જીવનસંઘર્ષ તરફ આપણા સમાજનું ધ્યાન ખેંચવા બદલ શ્રી કુમારપાળ દેસાઈના આપણે ખરેખર • ણી છીએ. મને ખાતરી છે કે શ્રી કુમારપાળ દેસાઈનું આ પુસ્તક ઉચિત આવકાર પામશે જ, કારણ કે આ પ્રકારનું પુસ્તક-લેખન પણ અપંગોની એક મોટી સેવા જ છે.” સામાન્ય ધારણા એવી હતી કે અંધ વ્ય િત પુરુષાર્થ કરે તો શિક્ષક કે સંગીતકાર બની શકે, પણ પર્વતારોહક કે કુસ્તીબાજ બનવાની કદી કલ્પના પણ ન કરી શકે. આ પુસ્તકમાં શારીરિક ક્ષતિ ઓળંગીને અનોખી સિદ્ધિ મેળવનારા રમતવીરોની સંઘર્ષભરી મથામણ-કથા છે. વિશ્વની વસ્તીના દસ ટકાથી પણ વધુ લોકો વિકલાંગ હોય, ત્યારે એમને વિશેની સાચી સમજ હોવી જરૂરી છે. આ ચરિત્રોની પ્રમાણભૂત વિગતો મેળવવા માટે મજૂર અલીખાન પટૌડી કે નરીમાન કોન્ટ્રા ટર જેવા ખેલાડીઓની લેખકે પ્રત્યક્ષ મુલાકાત લીધી તો વિદેશી ખેલાડીઓની પ્રમાણભૂત વિગતો પ્રાપ્ત કરવા માટે વિદેશમાં વસતા મિત્રો અને પ્રકાશિત પુસ્તકોનો સહયોગ લીધો. દેશવિદેશના રમતક્ષેત્રે સિદ્ધિ મેળવનારા વિકલાંગ ખેલાડીઓની પુરુષાર્થગાથા આલેખાઈ, પરંતુ ગુજરાતના કોઈ વિકલાંગ ખેલાડીની સત્યકથા મળતી ન હતી. આને માટે કુમારપાળ દેસાઈએ ખૂબ સંશોધન કર્યું અને અમદાવાદના ગાંધીપુલના છેડે આવેલી ઝૂંપડપટ્ટીમાંથી એમને ચંદુલાલ ભાટી નામનો એક રમતવીર મળી આવ્યો, જેની ગાથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિદ્ધ રમતવીરોનાં ચરિત્રોની સાથોસાથ આ ગ્રંથમાં સ્થાન પામી છે. આ પુસ્તકની બીજી એક વિશેષતા એ છે કે ગુજરાતમાં વિદેશની જેમ રમતગમતના અમુક પ્રકારની સર્જનાત્મકતાથી લખાયેલાં પુસ્તકોને સાહિત્ય' તરીકે સ્થાન અને માન આપવામાં આવતું નહોતું. ત્યારે ૧૯૭૩માં કુમારપાળ દેસાઈએ આનો પ્રયાસ કર્યો અને એ વિશે ‘નવચેતન'ના આદ્ય તંત્રી શ્રી ચાંપશીભાઈ વી. ઉદ્દે શીએ લખ્યું. આપણે હજી રમતગમતના સાહિત્યને “સાહિત્ય” તરીકે લેખતા થયા નથી. પણ પાશ્ચાત્ય દેશમાં તો એવું સાહિત્ય સાહિત્યમાં જ લેખાય છે, એટલું જ નહીં, પણ વિપુલ પ્રમાણમાં પ્રગટ થાય છે. કેવળ વિદેશી જ નહીં, પણ ભારતીય અને ગુજરાતી અપંગોનાં દૃષ્ટાંતો પણ આ પુસ્તકમાં મળી આવે છે. પુસ્તકની ભાષા સરળ. સંસ્કારી અને તેજસ્વી છે. મને જાણ છે ત્યાં સુધી આવું પુસ્તક અંગ્રેજીમાં પણ પ્રગટ થયું નથી.” આ પુસ્તકે કેટલાંય અપંગોનાં જીવનમાં નવો ઉત્સાહ અને ખમીર જગાડયાં. સાત અંધ યુવાનો આફ્રિકાના સૌથી • ચા કિલિમાંજારો પર્વતના શિખરને સર કરી આવ્યા. આ કથા વાંચીને ગુજરાતના અંધ યુવકો ગિરનાર ચઢી આવ્યા. આ પુસ્તક બ્રેઇલ લિપિમાં રૂપાંતર પામ્યું છે. તેને ૧૯૭૭નો સંસ્કાર એવૉર્ડ મળ્યો છે. તેનું હિંદી ભાષાંતર ‘સપા- તન, ડી નન' નામે થયું છે જેની બે આવૃત્તિઓ પ્રગટ થઈ છે. એની હિંદી આવૃત્તિની કેસેટ તૈયાર થઈ રહી છે અને હવે એનો અંગ્રેજી અનુવાદ પણ થોડા સમયમાં પ્રકાશિત થશે. માણસ ગમે તે ઉંમરનો હોય પણ તેને જે કોઈ કામ કરવું હોય તો તેણે મન મક્કમ કર્યું હોય તો તે કાર્ય થઈ શકે. એક કહેવત છે કે, “મન હોય તો માળવે જવાય'. કુમારપાળ દેસાઈ-લિખિત “લોખંડી દાદાજી' આ કહેવતને સાર્થક કરે તે પ્રકારનું પુસ્તક છે. છાસઠ વર્ષની ઉંમરે ગુસ્ટાવે સાઇકલ-સ્પર્ધામાં ભાગ લીધો. બધા જ સ્પર્ધકોમાં સૌથી મોટી ઉંમરના એ હતા. પણ • યાંય હાર્યા વગર મનને સ્વસ્થ રાખીને સ્પર્ધા તેમણે જીતી લીધી. માત્ર ચૌદ પૃષ્ઠમાં કોઈ વ્ય િતની ખાસિયતને અક્ષરના યાત્રી ચરિત્ર સાહિત્ય
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy