SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સંવેદના, સહૃદયતા અને સજ્જતા वन्देम देवतां वाचम् ।। સાહિત્યપ્રિય સ્વજનો, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સાહિત્યની ભવ્યોજ્જ્વલ પરંપરા ધરાવતી સંસ્થાના પ્રમુખ થવું તેનો આનંદ જરૂર હોય, પણ એ સાથે વિનમ્રતાથી મારા પૂર્વસૂરિ સારસ્વત પ્રમુખોની હરોળમાં મારું નામ મૂકું છું ત્યારે સ્વાભાવિક રીતે જ સંકોચ થાય છે. મુખ્યત્વે હું ગુજરાતી ભાષા સાથેની મારી નિસબતના પરિણામરૂપે આ પદને જોઉં છું. આ પદ સાથે જોડાયેલા ઉત્તરદાયિત્વથી હું અભિન્ન છું, પણ આપ સહુની ઉષ્મા અને સાથ મારા એ ઉત્તરદાયિત્વને અદા કરવામાં મદદરૂપ થશે, એવી શ્રદ્ધા છે. હું અહીં છું એ એક વ્યવસ્થા છે. આપણે સહુ અહીં છીએ એ પરિષદ અને એનો આત્મા છે. સંવેદનશૂન્યતા તરફ ગતિ માનવજાતના શત્રુ સામે તમારી બુદ્ધિનો અને શક્તિનો ઉપયોગ કરો તો જ વિજ્ઞાનનું મૂલ્ય છે અને તો જ વિદ્યા વાંઝણી થતી અટકશે. આ કાવ્ય છે ૨૦મી સદીની રંગભૂમિ પર સૌથી વધુ પ્રભાવક અને લોકપ્રિય એવા જર્મન નાટ્યકાર બ્રેખ્તનું. હિટલરના સમર્થકોએ એનાં પુસ્તકોની હોળી કરી હતી અને બ્રેખ્ત દંપતીને અંધારી રાત્રે જર્મની છોડીને સોવિયેત સંઘ તેમજ ભારત થઈને અમેરિકા જવું પડ્યું હતું. મૂલ્યોની કટોકટી આજે આપણે સહુ સાંસ્કૃતિક કટોકટીની એવી ક્ષણ પર ઊભા છીએ કે જ્યારે પ્રજા તરીકે અને વ્યક્તિ તરીકેનું આપણું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું છે. આપણી ચારે બાજુ તમામ ક્ષેત્રોમાં નાની-મોટી, હળવી-ગંભીર એવી સતત મૂંઝવનારી સમસ્યાઓનો અનુભવ થાય છે. આ અસ્તિત્વને ટકાવી રાખવા માટે જેમ બીજાં ક્ષેત્રોમાં સફળ-અસફળ પ્રયત્નો થઈ રહ્યા છે, તેવું સાહિત્યમાં પણ છે. કદાચ બાહ્ય દૃષ્ટિએ એમ પ્રતીત થાય કે સાહિત્યની કટોકટીની અસર પ્રજાના જીવન પર નહિવત્ અથવા ઘણી ઓછી છે, પરંતુ સમગ્ર પ્રજાજીવનની કટોકટીના મૂળમાં સાહિત્યની કટોકટી જોવા મળે તો કદાચ નવાઈ નહીં. પ્રજાના વ્યક્તિત્વનું ઘડતર તેના આંતરસત્ત્વ પર બંધાય છે. પ્રજાની ભૌતિક સમૃદ્ધિ એ એના આંતરસત્ત્વનો માપદંડ નથી, પણ પ્રજાજીવનમાં નૈતિક મૂલ્યો કેટલાં સચવાયાં છે તેના પરથી તેનું આંતરિક સત્ત્વ મપાય છે. આ મૂલ્યોમાં સત્ય, ન્યાય, અહિંસા ઉપરાંત વીરત્વ, નિષ્ઠા અને સહૃદયતાનો સમાવેશ થાય છે. આ આંતરિક સત્ત્વનું પોષણ-સંવર્ધન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાહિત્ય અને કલા દ્વારા થતું રહે છે. આ આંતરસત્ત્વનાં મુખ્ય બે અંગો છે : જ્ઞાન અને આનંદ. પ્રજાના સંસ્કારવનનાં આ બે અંગોને વિકસાવવામાં સાહિત્ય અને કલાનો ફાળો બહુ મોટો છે. આજે આપણે સાહિત્યની કટોકટીની વાત કરીએ છીએ. આ કટોકટી તે મૂલ્યોની કટોકટી છે, સહૃદયતા અને સજ્જતાની કટોકટી છે. આંતરસત્ત્વની સામેનાં દુરિતોનો સામનો કરવાનો છે અને એ માટે સહુએ સહિયારો પુરુષાર્થ કરવાનો છે. આજની સમસ્યા સહૃદયતાની ઊણપની સમસ્યા છે. સહૃદયતાનું મૂળ સંવેદના છે. માત્ર સૌંદર્ય પ્રત્યેની સભાનતામાંથી સંવેદના આવતી નથી. એ માનવહૃદયનો ગુણ છે. એ ગુણ કેળવવાની તક આજની પેઢીને મળી નથી એ માટે આપણે શિક્ષણપ્રથાને કે વહીવટી તંત્રને જવાબદાર ગણી શકીએ, પણ આપણે આપણી જવાબદારીમાંથી છટકી શકીએ નહીં, કારણ કે માનવતા એ સર્વજનીન વિશિષ્ટતા છે. સંવેદના માનવતામાંથી જન્મે છે અને આજે એ માણસાઈનું સુકવણું થઈ રહ્યું હોય તેમ લાગે છે. સંહારક શસ્ત્રોની વિભીષિકાએ માનવીને મૂંઝવી નાખ્યો છે, પરંતુ એથીય વિશેષ એક નવી વિભીષિકા એની રુચિ, એનાં મૂલ્યો અને એની સંવેદનાના સંદર્ભમાં સર્જાઈ રહી છે. સંવેદના એ સાહિત્યસર્જનનો ‘લાઇવ વાયર’ છે. એક સમયે સર્જકને જે સમસ્યાઓ મૂંઝવતી હતી. એ આજે કાલગ્રસ્ત થઈ
SR No.034289
Book TitleAajno Aapno Padkar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVishva Vikas Trust
Publication Year2017
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy