SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. કલાકમાં તો દવાનો પ્રથમ ડોઝ લેવાઈ ગયો. આપણા દેશમાં આટલી પ્રક્રિયા માટે કેટલાય દિવસ જાય. અમેરિકામાં ય આખો દિવસ લાગે અને આવવાજવાનો તેમજ ચિકિત્સામાં ઘણો સમય વેડફાય, એ કામ કયૂટર તીવ્ર વેગે કરી આપશે. ડાયાબીટિસ, બ્લડપ્રેશર, થાઇરૉઇડ જેવા રોગોમાં દર્દીને આજે રોજ દવાની અમુક ગોળીઓ લેવી પડે છે, પણ આવતી સદીમાં એવી એક કંસુલ શોધવામાં આવશે કે જે શરીરમાં નિયમિતપણે જરૂરી ડોઝ આપતી રહેશે. વર્તમાન યુગમાં મેડિકલ સાયન્સ ખૂબ ઝડપથી પ્રગતિ સાધી રહ્યું છે. માનવીનાં અંગો બદલવાની બાબતમાં એણે ઘણી મોટી સિદ્ધિ મેળવી છે. પોતાનાં જીર્ણ અંગોને બદલે નવાં અંગો નાખીને માનવી વધુ લાંબું જીવી શકશે. પોતાનાં જ અંગોને બદલે આસાનીથી નવાં અંગોનું શરીરમાં પ્રત્યારોપણ કરતો રહેશે. પ્રાણીઓનાં અંગોનું માનવશરીરમાં પ્રત્યારોપણ કરવાના સફળ પ્રયોગો થયા છે. બીજી બાજુ ‘કૃત્રિમ બુદ્ધિ 'નો એટલો બધો વિકાસ થઈ રહ્યો છે કે માણસને બહુ મહેનત કરવાની જરૂર નહીં રહે, આખી કચેરી એના ઘરના નાનકડા ખંડમાં સમાઈ ગઈ છે. માનવી એની પંચેન્દ્રિયનો પૂરેપૂરો ઉપયોગ કરે છે, પણ એનામાં એક છઠ્ઠી શક્તિ છે જેને E.S.P. કહે છે. આ શક્તિને બળે યુરી ગેલર માત્ર પોતાની આંખોની દૃષ્ટિ નોંધીને સળિયો વાળી શકે છે. અવકાશયાત્રી એડગર મિશલે અવકાશમાં રહીને ટેલિપથીનો પ્રયોગ કર્યો. બીજાના રોગોને માત્ર સ્પર્શથી મટાડવાની હીલિંગની પ્રક્રિયા આજે જાણીતી છે. અત્યારે માનવીની આ છૂપી ‘છઠ્ઠી ઇંદ્રિય'ની શક્તિ વિશે સંશોધનો ચાલી રહ્યાં છે. આવતી કાલે માણસ નહીં, પણ યંત્રોય આ છઠ્ઠી ઇંદ્રિયશક્તિનો ઉપયોગ કરતાં હશે. માનવીના જીવનમાં જન્મ, લગ્ન અને મૃત્યુ એ ત્રણ સૌથી મહત્ત્વની ઘટના મનાય છે. પરંતુ એ ત્રણેમાં ઘણું મોટું પરિવર્તન થઈ રહ્યું છે. કૃત્રિમ વીર્યદાનને કારણે નરમાદાના સંયોગની અનિવાર્યતાનો છેદ ઊડી ગયો છે. માતાના ઉદરમાં નહીં, પણ પ્રયોગશાળાની કસનળીમાં ટેસ્ટટ્યૂબ બાળક ઊછરે 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 છે, અથવા તો કોઈ અન્ય સ્ત્રીના ઉદરમાં એનો વિકાસ થઈ રહ્યો છે. ટેસ્ટટ્યૂબ બાળક આવતાં જ માતૃત્વ અને વંધ્યત્વના ખ્યાલોમાં આજે જ કેટલું બધું પરિવર્તન આવી ગયું છે ! એવી જ રીતે કમ્યુટર લગ્નનો ગોર બની ગયો છે. આ રીતે મનુષ્યના જીવનમાં સમૂળગું પરિવર્તન આવ્યું છે. વ્યક્તિની જ્ઞાનોપાર્જનની પદ્ધતિમાં સમૂળી ક્રાંતિ થઈ રહી છે. નાની કેટલૉગ ટ્રેમાં હજારો ગ્રંથોની વિગતો સમાયેલી પ્રાપ્ત થાય છે. પ્રકાશક પુસ્તક પ્રગટ કરવાને બદલે કયૂટરને સોંપીને માઇક્રોપ્રકાશનના માધ્યમથી તરત જ ઘેર બેઠાં પુસ્તકો પહોંચાડે છે. વિશાળ પુસ્તકાલયો કે બ્લડબેંન્ક નકામાં બની જશે, કારણ કે એક નાનકડા ખંડમાં આખું પુસ્તકાલય આવી જાય છે અને સિન્ટેટિક બ્લડની શોધ થતાં લોહીને સંઘરી રાખવાની જરૂર નહીં રહે. વ્યક્તિનું આયુષ્ય એટલું બધું વધી રહ્યું છે કે હવે સાઠ વર્ષની વ્યક્તિ વૃદ્ધ ગણાતો નથી. ‘વિકાસ’ સામે પ્રશ્નાર્થી : વિખ્યાત ચિંતક સુમાકાર કહે છે કે, ‘ટેક્નૉલોજીના મદમાં માણસ પૂરપાટ આગળ જતો રહ્યો છે અને ટેક્નૉલોજીનાં પરિણામ શાં આવે એની એ પરવા કરતો નથી.' એની દોડ ઝડપી છે, પણ દિશા કે લક્ષ નથી. પેટ્રોલિયમ થોડા વખતમાં ખલાસ થઈ જશે, પછી શું ? ખાણોમાંથી કોલસો ખૂટી જશે, પછી શું ? પેટ્રોલ, પ્રદૂષણ અને ખનિજોની અછત એ માનવજાતની મહાસમસ્યા છે. ગ્લોબલ વોર્મિંગનો ભય માનવજાતને માથે ઝઘૂંબી રહ્યો છે. માનવીએ વૃક્ષોનો એટલો બધો નાશ કર્યો છે કે વિશ્વનો પ્રત્યેક માનવી રોજ એક વૃક્ષ વાવે તો જ તે સરભર થઈ શકે. આજે જે રીતે રહ્યાંસહ્યાં વૃક્ષોનો નાશ થયો છે તે જોતાં હવે પછી વરસાદ વરસશે, પણ એમાં પાણીના બદલે કારખાનાંઓમાંથી નીકળતાં કેમિકલ્સને પરિણામે ઍસિડ-વર્ષા થશે. દુનિયાની સંપત્તિના એંશી ટકા દુનિયાના છ ટકા લોકો વાપરે છે. બાકીના ચોરાણું ટકા માણસોને ભાગે દુનિયાની વીસ ટકા સંપત્તિ જ આવે છે. આ આર્થિક અસમાનતા જગતના અનેક દેશોમાં ગરીબી અને ભૂખમરાના રૂપે જોવા મળે очо
SR No.034288
Book TitleVartaman Samayma Jain Tattva Darshanni Prastutata
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherB J Adhyayan Sanshodhan Bhavan
Publication Year
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy