SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. વિશેષ પ્રકારની પ્રસન્નતાની પ્રાપ્તિ: સ્વયં ક્ષમા માગીએ છીએ અને બીજાને ક્ષમા આપવા પ્રેરીએ છીએ. આવી નિર્ભયતા કે અભય કઈ રીતે આવે ? ભગવાન મહાવીરને એમના પટ્ટશિષ્ય ગણધર ગૌતમે પૂછ્યું : “આપ વારંવાર ક્ષમાની વાત કેમ કરો છો ?” ભગવાને જવાબ આપ્યો, “ક્ષમા કરવાથી પહેલાં તો આહૂલાદનો ભાવ જાગે છે. પછી વિશેષ પ્રકારની પ્રસન્નતા જાગે છે.” આજે માનવી સુખ અને પ્રસન્નતા વચ્ચેનો ભેદ ખોઈ બેઠો છે. એ જેને સુખ માને છે તેની પાછળ દોડે છે. એ ઇચ્છિત સુખ મેળવે છે પણ એનાથી એને કશો આનંદ થતો નથી. પ્રસન્નતા તો કેટલાંય જોજન દૂર રહે છે. કોઈ વ્યક્તિને રસગુલ્લાં ખાવાથી સુખ થતું હોય. પહેલું રસગુલ્લું ખાશે ત્યારે અપાર આનંદ આવશે. બીજા રસગુલ્લે એટલો આનંદ નહીં આવે, પાંચમા રસગુલ્લા વખતે તો એનો આનંદ ઘણો ઓછો થઈ ગયો હશે અને પચ્ચીસ રસગુલ્લાં ખાય તો કદાચ બીમાર પણ પડી જાય. આપણાં બાહ્ય સુખો આવાં છે – જે પહેલાં સુખ આપે છે, વખત જતાં દુઃખ આપે છે અને પછી વખત જતાં મૃત્યુ પણ. ગણધર ગૌતમે પૂછ્યું કે આ પ્રસન્નતાથી શું થાય ? ભગવાન મહાવીરે કહ્યું કે એનાથી બધાં સત્ત્વો પ્રત્યે મૈત્રીભાવ થાય. આ મૈત્રીભાવથી ભાવવિશુદ્ધિ થશે અને ભાવવિશુદ્ધિ થતાં વ્યક્તિ નિર્ભય બનશે. આથી જ ક્ષમાને સર્વોપરિ ગુણ કહ્યો છે. ત્રીજી શક્યતાની ખોજ : અધ્યાત્મ-યોગી આનંદઘન શ્રી નેમિનાથ પ્રભુના સ્તવનનો આરંભ ‘પટુ દરશન જિન અંગ ભણી જે' એમ કરે છે. એ દર્શાવે છે કે સાંખ્ય અને યોગ એ જિનભગવાનનાં ચરણ છે. બૌદ્ધ અને મીમાંસક એમના હાથ છે. લોકાયતિક વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. (નાસ્તિક અથવા બૃહસ્પતિને માનનારા) એમની કૂખ જેવા છે. આ રીતે સર્વ વિચારણાઓના સમન્વયની એક ભૂમિકા અહીં મળે છે. જગત જેમ સાંકડું થતું જાય છે તેમ તેમ ધર્મોનું સહઅસ્તિત્વ સર્જાતું જાય છે ત્યારે જૈન ધર્મની ધર્મો અને દર્શનોના સહઅસ્તિત્વની ભાવના વિચારવા જેવી છે. એક બાજુ વિચારોનો સમન્વય છે તો બીજી બાજુ અન્ય ધર્મો પ્રતિ આદર છે. સમ્રાટ કુમારપાળ કે વિષ્ણુવર્ધન જેવા રાજાઓએ જૈનમંદિરોની સાથોસાથ વિષ્ણુ અને શિવનાં મંદિર બંધાવ્યાં. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સોમનાથના મંદિરમાં શિવ-પ્રાર્થના કરી એટલું જ નહીં, પણ શિવસ્તુતિનો એક શ્લોક પણ રચ્યો. ભવિષ્યમાં ધર્મના ઉદાત્ત તત્ત્વનો સમન્વય કરવા માટે અનેકાંત દૃષ્ટિ આધારશિલા બની રહે એમ છે. નારી પ્રતિષ્ઠાનો પ્રબળ ઉદ્ઘોષ આ ધર્મમાં સતત સંભળાય છે. ભગવાન મહાવીરે નારીને જ્ઞાન અને મુક્તિની અધિકારિણી જાહેર કરી. ચંદનબાળા સાધ્વીને સહુથી પહેલાં દીક્ષા આપીને નારીજાતિના પ્રશ્નો ઉકેલવા માટે એને માધ્યમ બનાવી. મલ્લિનાથ સ્વામી સ્ત્રી હોવા છતાં શ્વેતાંબર મત પ્રમાણે તીર્થંકર થયા, શ્રેણિકરાજાની પત્ની ચલણા ઠંડીમાં તપ કરતા મુનિને જોઈને એનું શું થશે?” એવા શબ્દો બોલ્યાં. શ્રેણિકને પત્નીના ચારિત્ર્ય વિશે શંકા ગઈ. ભગવાન મહાવીરે શ્રેણિકની શંકાનું સમાધાન કરીને કહ્યું કે, “તમને ચેલણા જેવી પતિવ્રતા સ્ત્રી તરફ ખોટી શંકા છે, આથી ચલણા સાથે જ નહીં, આખી નારીજાતિ પ્રત્યે અન્યાય કર્યો.” આવી નારી પ્રતિષ્ઠા જૈન ધર્મમાં પહેલેથી દૃષ્ટિગોચર થાય છે. માનવજાતને વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શન શું આપી શકે, એનો આ તો માત્ર અંગુલિનિર્દેશ જ થયો. એના મર્મને પામવા જેમ જેમ પ્રયાસ કરીએ તેમ એમાંથી માનવજાતને માટે દિશાદર્શક નવનીત સાંપડવાનું જ . આને માટે કેટલુંક છોડવું પડશે. નવી દષ્ટિ સ્વીકારવી પડશે. પુરાણી ચીજોના પ્રશંસાગાનમાંથી મુક્ત થવું પડશે. જડ ક્રિયાના કોચલાને ભેદવું પડશે. ટેક્નોલોજીની હરણફાળની વેળાએ એની ઉપેક્ષા કે અવગણના હવે શક્ય નથી. 0 ૪૭ ] B ૪૬ ]
SR No.034288
Book TitleVartaman Samayma Jain Tattva Darshanni Prastutata
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherB J Adhyayan Sanshodhan Bhavan
Publication Year
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy