SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા , હોવી જોઈએ કે જે માગતાં મનનો મોરલો ક્ષણ વાર પણ આઘાત અનુભવે નહીં અને હૈયાની વેલી કરમાય નહીં. સંસારની શેરીઓમાં જેનાથી હેતપ્રીતનાં તોરણ બંધાય અને વઢવેલના કાતિલ કાંટા અવળી ફરી જાય એનું નામ ક્ષમા. અંતરના તાર અમી વરસાવે, સંસાર મનનો મીત લાગે તેનું નામ ક્ષમાપના. આવી ક્ષમાને “ક્ષમા તે ઈચનાં તૈન: ક્ષમા વ£ તfસ્થન” એટલે કે ક્ષમા તેજસ્વીઓનું તેજ અને તપસ્વીઓનો બ્રહ્મ છે. પણ ખરેખર આપણે તપસ્વી રહ્યા છીએ ખરા ? કે પછી દંભ, ડર કે કાયરતાનો અંચળો ઓઢીને બેઠા છીએ ? આપણે જોઈએ છીએ કે ઘણાંને જૂઠનો ભય નથી, પણ જૂઠાણું પકડાઈ જવાનો ભય છે; પાપનો ભય નથી, પણ પાપ આચરતાં ઝડપાઈ જવાનો ભય છે; ચોરીની બીક નથી, પણ ચોરી ઉઘાડી પડી જવાની ભીતિ છે. માનવી જ્યાં સુધી ભયભીત છે ત્યાં સુધી ક્ષમાપનાને પામી શકતો નથી. આપણે માત્ર બીજાનું જ મન દુઃખી નથી કરતા, માત્ર અન્યને જ કટુ વચન કહેતા નથી કે માત્ર સામી વ્યક્તિના જ આત્માને નથી દુભવતા, પરંતુ આપણા પોતાના આત્માને પણ દુભવીએ છીએ. મન, વચનથી તેને ત્રાસ આપીએ છીએ. ખુદ આપણે આપણા પર ગુસ્સે થયા છીએ. આમ માત્ર સામી વ્યક્તિ તરફ કરેલાં પાપોની જ નહીં, પણ સ્વ પ્રત્યેનાં આપણાં પાપોની પણ જાણ. મેળવવી જોઈએ. એ એટલા માટે જરૂરી હશે કે માનવીએ પોતાના પાપનો એ કરાર કરવો પણ જરૂરી છે. એણે કોઈ ગરીબનું શોષણ કર્યું હોય કે કોઈના શોષણમાં સાધનરૂપ બન્યા હોય, કોઈને લાંચ આપી હોય કે કોઈની લાંચ લીધી હોય, પરિગ્રહથી બીજાને પીડા આપી હોય કે હિંસાથી કોઈનું હનન કર્યું હોય ત્યારે માનવીએ પોતે અપરાધોનો એકરાર કરવો જોઈએ. ક્ષમાપનામાં નિખાલસ એકરાર ઘણો મહત્ત્વનો છે. આથી જ આચાર્ય ભદ્રબાહુસ્વામીએ કહ્યું a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 પાપને મિચ્છામિ દુક્કડ દે છે અને પુનઃ તે પાપ કરતો નથી, તેનું દુષ્કૃત–પાપ મિથ્યા થઈ જાય છે. પાપને જાણીને, તેનો નિખાલસ એકરાર કરીને તેમ જ એ પાપો ફરી ન કરવાની કૃતનિશ્ચયી પ્રતિજ્ઞા લેવાય ત્યારે જ ક્ષમાપનાની નજીક પહોંચાય છે. ] ‘મિચ્છા મિ દુક્કડ'નો અર્થ જ એ છે કે એક વાર જે ભૂલને માટે ક્ષમાપના કરી, જે દોષને માટે પશ્ચાત્તાપ કર્યો, જે પાપને માટે પ્રાયશ્ચિત્ત કર્યું એવી ભૂલ, એવો દોષ કે એવું પાપ કરવાથી હંમેશને માટે દૂર રહીશું એવો સંકલ્પ કરવો. ‘આવશ્યક નિર્યુક્તિ'માં આચાર્યશ્રી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે : “સાધક, પાપ પ્રત્યે એક વખત મિચ્છામિ દુક્કડમ્ દઈને જો તે ફરી પાપનું સેવન કરે તો એ દેખીતી રીતે જ જુઠું બોલે છે. દંભની જાળ વણે છે.” ક્ષમા આપવી અને ક્ષમા માગવી : આ રીતે ક્ષમા આપવાની હોય છે અને માગવાની હોય છે. આ બંને ક્રિયાઓ અને તેનું પરિણામ ભિન્ન છે. ક્ષમા માગવી એ ક્ષમા આપવા કરતાં થોડી સહેલી છે. ક્ષમા માગતી વખતે અહમને ઓગાળી નાખવો પડે છે. સામી વ્યક્તિ ક્ષમા આપે કે ન આપે, તો પણ માગનારને આંતરશુદ્ધિ થાય છે પરંતુ ક્ષમા માગતી વખતે માત્ર ખમાવવાનું પૂરતું નથી, ખમાવીને શાંત થવાનું પૂરતું નથી, પરંતુ ઉપશમાવવાનું છે. ક્ષમા માગવી એટલા માટે અઘરી છે કે માણસના હૃદયમાં બદલાની ભાવના, વેરનાં વમળો જાગતાં હોય છે. માણસ પોતે બીજાના અન્યાયનો ભોગ બને ત્યારે વધુ ઘવાયેલો હોય છે. અન્ય ધર્મોમાં ઈશ્વરની ક્ષમા યાચવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે જૈન ધર્મમાં સર્વ જીવોની ક્ષમાયાચનાની વાત છે. મંદિરના એકાંતમાં મનોમન ઈશ્વર આગળ ક્ષમા માગી લેવી સરળ છે. પરંતુ વ્યક્તિ પોતાની આસપાસના નાનામોટા જીવોની ક્ષમા માગે છે ત્યારે એનો જીવનવ્યવહાર બદલાઈ જાય છે. વ્યક્તિના સકલ જગતની સજીવ સૃષ્ટિ સાથેના સીધા સંબંધની યાદ તાજી થાય છે, વ્યક્તિના આખા વિશ્વ સાથેના સંબંધોનો સંદર્ભ આવે છે. 0 ૪૩ ] जं दुक्कडं ति मिच्छा, ते भुज्जो कारणं अपूस्तो । तिविहेण पडिहंतो, तस्स खलु दुक्कडं मिच्छा ।। જેિ સાધક મન, વચન અને કાયાના ત્રણેય યોગથી પ્રતિક્રમણ કરે છે, જે ૪૨
SR No.034288
Book TitleVartaman Samayma Jain Tattva Darshanni Prastutata
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherB J Adhyayan Sanshodhan Bhavan
Publication Year
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy