SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 2 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા D ભૂલ કોઈ વાર આપમેળે થાય છે, કોઈ વાર કર્મબળે થાય છે, તો કોઈ વાર ગેરસમજથી થાય છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ તોય જીવનના વ્યવહારમાં ક્લેશ અને કંકાસ થાય છે. આ બધી ભૂલો કર્મની પાટી પર જરૂર અંકિત થશે, પણ એ વજ્રલેપ બને તે પહેલાં એ પાટીને કોરી કરવાનો પ્રયત્ન તે ક્ષમાપના છે. જો માનવી સમયસર પોતાની ભૂલો અને ભોગો પ્રત્યે જાગ્રત ન થાય તો એની ઘણી દુર્દશા થાય છે. એ અસત્યવાદી, વ્યસની, આસક્ત અને હિંસક બની જાય છે. આવા અજ્ઞાની મનુષ્યની દશા વિશે ‘દશવૈકાલિક સૂત્ર'માં કહ્યું છે : निच्चुब्बिगो जहा तेणो, अत्त कम्मेहिं दुम्मड़ । तारिसो मरणंते वि नाऽऽराहेड़ संवरं ।।११।। (વ. ૩૬. ક. ૩. ૨, ગા. ૩૬) [જેવી રીતે રોજ ભયભીત રહેતો ચોર પોતાનાં કુકર્મો વડે દુઃખી થાય છે, તેવી જ રીતે અજ્ઞાની મનુષ્ય પોતાનાં કુકર્મોને લીધે દુઃખી થાય છે અને અંતકાલ પાસે આવતાં છતાંય તે સંયમની આરાધના કરી શકતો નથી.] માનવી એના જીવનમાં સતત બહાર ભ્રમણ કરતો રહે છે. બહારની દુનિયા જોવી સરળ છે. એને માટે નજર હોય તો ચાલે, દૃષ્ટિની જરૂર નથી. આપણી ઈંદ્રિયોનું મુખ પણ બાહ્ય જગત ભણી વિશેષ રહેતું હોય છે, જ્યારે પર્યુષણના દિવસો એ આત્મનિરીક્ષણના દિવસો છે. વ્યવહારમાં અનેક જીવોને દુભવવાનું બને છે. એમની તરફ અન્યાય, અનાદર કે અપરાધ થઈ જાય છે. વેર, વિરોધ કે વૈમનસ્ય જન્મે છે. આ બધાંનો વિચાર કરીને એ ભૂલભરેલા માર્ગેથી પાછા વળવાની વાત છે. એમની ક્ષમા માગવી, એમની સાથેનો વેર અને વિરોધ ત્યજી દેવો, એટલું જ નહીં પણ એમની સાથે મૈત્રીભાવ કેળવવો એ ક્ષમાપનાનો હેતુ છે. ક્ષમા એ જીવનનો આનંદ અને તપની વસંત છે. વસંતનું આગમન થતાં કુદરત જેમ સોળે કળાએ ખીલી ઊઠે છે એ જ રીતે જે માનવી પોતાના જીવનમાં ક્ષમાને સ્થાન આપે છે તેના જીવનમાં આત્માના ગુણોની વસંત ખીલી ઊઠે છે. - ૩૬. ઘ વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા – આવી ક્ષમા હૃદયની વ્યાપકતામાંથી, ગુણોની સમૃદ્ધિમાંથી અને ચિત્તની ઉપશાંતતામાંથી પ્રગટે છે. સંસ્કૃતમાં ‘ક્ષમા’નો એક અર્થ ‘પૃથ્વી’ છે. આ પૃથ્વી પર રહેતો માનવી એ પૃથ્વીને ખોદે છે, ખૂબ ઊંડે જઈને ખાણ રચે છે. આ બધું હોવા છતાં પૃથ્વી સહન કરે છે. સહનશીલતાનું પ્રતીક પૃથ્વી ગણાય છે. સાચો ક્ષમાવીર પૃથ્વી જેવો સહનશીલ હોય. આથી જ ‘મહાભારત’માં કહ્યું છે કે દુષ્ટ પુરુષોનું બળ છે હિંસા, રાજાઓનું બળ છે દંડ, સ્ત્રીઓનું બળ છે સેવા અને ગુણવાનોનું બળ છે ક્ષમા. શ્રેધનાં ચાર રૂપ : માત્ર દંભ કે આડંબરથી થતી ક્ષમા વ્યર્થ છે. કેટલાક તો ક્રોધના અભાવને ક્ષમા કહે છે. વળી પહેલાં ક્રોધ કરવો અને પછી ક્ષમા માગવી તે ક્ષમા નથી. આ ક્રોધને ભગવાન મહાવીરે ભભૂકતી આગ કહી છે. પુરાણોમાં નરકનું દ્વાર કહ્યું છે. ‘કુરાન'માં ક્રોધને શેતાનનું સંતાન કહ્યો છે અને ‘બાઇબલ'માં માણસમાત્રને ખાખ કરનાર જ્વાળામુખી બતાવ્યો છે. મનમાં ક્રોધ આવતાં એ જુદી જુદી ચાર પ્રતિક્રિયાઓ દ્વારા પ્રગટ થાય છે. પહેલી પ્રતિક્રિયા આવેશની છે, જેમાં ઉંમર, સ્થિતિ કે ધનથી મોટી વ્યક્તિ નાની વ્યક્તિ પર ગુસ્સો કરતી હોય છે. સાસુ વહુ ૫૨, ગુરુ શિષ્ય ૫૨, પિતા પુત્ર પર. થોડી પ્રતિકૂળ બાબત થતાં આવેશમાં આવીને ગુસ્સો કરતા હોય છે. ક્રોધની બીજી પ્રતિક્રિયા છે ગૂંગળામણ. જ્યારે વ્યક્તિ પ્રગટપણે ક્રોધ કરવા સમર્થ ન હોય ત્યારે મનમાં ને મનમાં અકળાય છે અને વેરનો ડંખ રાખીને બદલો લેવાની તક શોધે છે. ત્રીજી પ્રતિક્રિયા રુદન છે. ક્રોધની આ અસહાય અવસ્થા છે. રોપ આવેશથી પ્રગટ ન થાય, મનની અંદર ગૂંગળાઈ ન રહે, ત્યારે વ્યક્તિ રુદન કરતી હોય છે. અને ક્રોધની ચોથી અવસ્થા છે શાન્યાતિરેક. આ ચોથી અવસ્થા સજ્જનો અને મહાપુરુષોમાં નજરે પડે છે. તેઓ ક્રોધને શાંતિમાં બદલી નાખે છે. તેમના હૈયે બદલો લેવાની ભાવના કે વૃત્તિ હોતી નથી. ઝેર ગટગટાવીને એ અમૃત આપતા હોય છે. ક્રોધને અંધ કહેવામાં આવ્યો છે એનો અર્થ જ એ કે ક્રોધ પોતે જ પોતાની . ૩.
SR No.034288
Book TitleVartaman Samayma Jain Tattva Darshanni Prastutata
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherB J Adhyayan Sanshodhan Bhavan
Publication Year
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy