SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. અંધ વ્યક્તિઓ હાથીને જે જુદી જુદી રીતે વર્ણવે છે તેનું દૃષ્ટાંત આપ્યું. આ અનેકાન્તવાદથી માનવી બીજાની દૃષ્ટિએ વિચારતો થઈ જ શે અને આમ થાય તો જગતનાં અર્ધા દુઃખો ઓછાં થઈ જાય. અનેકાન્ત સમન્વયનો અને વિરોધપરિહારનો માર્ગ બતાવે છે. વિનોબાજી કહે છે કે અનેકાન્ત દૃષ્ટિ એ મહાવીરની જગતને વિશિષ્ટદેન છે. આઇન્સ્ટાઇને ભૌતિક જગતમાં સાપેક્ષવાદ શોધ્યો. ભગવાન મહાવીરે ૨૬૦૦ વર્ષ પહેલાં વ્યવહાર જગતનો સાપેક્ષવાદ બતાવ્યો. અનેકાન્તવાદની ઓળખ આપતાં આચાર્ય જિનભદ્રજી કહે છે : ‘પરસ્પર વિરોધી મંતવ્યોમાં વિરોધ ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી એ બધાંને સંગત કરીને એક સમગ્ર-પૂર્ણ દર્શન રૂપે સમન્વય પામે નહીં. વિરોધનો આધાર પરસ્પરમાં રહેલા દોષો કે ન્યૂનતાઓ છે.” જૈન ધર્મમાં માનવગૌરવની વાત કરી છે. ભગવાન મહાવીરે કહ્યું, “તું જ તારો ભાગ્યવિધાતા છે.” પોતાના સમયની અંધશ્રદ્ધાઓ અને માન્યતાઓનો વિરોધ કર્યો. જડ પરંપરાનો ત્યાગ અને અંધવિશ્વાસનો અનાદર હોય તો જ નિગ્રંથ થવાય. મહાવીરની પાસે હતો માત્ર પ્રકાશે. એમણે ધર્મની આસપાસ લાગેલાં માન્યતા, અંધશ્રદ્ધા અને ચમત્કારોનાં આવરણ દૂર કર્યા અને માત્ર પ્રકાશની શોધ અને મોક્ષ પ્રાપ્તિના માર્ગ તરીકે ધર્મ રહ્યો છે એમ જણાવ્યું. કેટલાક ધર્મો વિજ્ઞાનના પડકાર સામે ટકી શક્યા નથી. જૈન તત્ત્વદર્શનમાં વિજ્ઞાન સમાવિષ્ટ હતું. ડૉ. જગદીશચંદ્ર બોઝે પ્રયોગ કરીને સાબિત કર્યું કે વનસ્પતિમાં જીવન છે. પાણી પાનારો માળી આવતાં વૃક્ષ હસે છે, અને કઠિયારો આવતાં ધૃજે પણ છે! ભગવાન મહાવીર અને એથીય પહેલાં ભગવાન ઋષભદેવે આ વાત કહી હતી. કોઈ પણ પ્રકારના માઇક્રોસ્કોપ વિના કંદમૂળમાં રહેલા અસંખ્ય જીવો વિશેનું એમાં જ્ઞાન હતું. હકીકતમાં ધર્મ પોતે જ વિજ્ઞાન છે. ધર્મ પાસે અનુભૂતિનું સત્ય છે. વિજ્ઞાન પાસે તર્ક અને પ્રયોગનું સત્ય છે. આવી વિજ્ઞાનની દૃષ્ટિએ ધર્મની શૈલી પારખવામાં આવે તો ઘણા અનુભવનાં સત્યોને તર્કનું પીઠબળ મળે. u ૩૨ 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ : જૈન તત્ત્વદર્શનનું ત્રીજું મહાવ્રત તે અસ્તેય છે. માણસે સર્વ પ્રકારની ચોરીનો ત્યાગ કરવો જોઈએ. અણહકનું, વણઆપ્યું કોઈને કશું લેવું જોઈએ નહીં, કોઈની પાસે લેવડાવવું જોઈએ પણ નહીં અને એવા કામમાં સહાય કે ટેકો પણ આપવો જોઈએ નહીં. એમણે તો એમ પણ કહ્યું કે દાંત ખોતરવાની સળી જેવી તુચ્છ વસ્તુ પણ એના માલિકને પૂછવા વિના સંયમી મનુષ્યો લેતા નથી, બીજા દ્વારા લેવડાવતા નથી કે તેની સંમતિ આપતા નથી. આવે વખતે મોટી મોટી વસ્તુઓની તો વાત જ શી ? સંયમીએ પોતાને ખપે એવી નિર્દોષ વસ્તુઓ શોધી શોધીને લેવી જોઈએ. આનો અર્થ એ કે પ્રત્યેક વસ્તુ લેતી વખતે એની નિર્દોષતા-સદોષતાનો વિચાર કરવો જોઈએ. ચોથું મહાવ્રત તે બ્રહ્મચર્ય, ભગવાન મહાવીરે શ્રી પાર્શ્વનાથના ચાર, યામમાં પાંચમો બ્રહ્મચર્ય પામ ઉમેરીને એનું આગવું મહત્ત્વ પ્રગટ કર્યું. એમણે કહ્યું કે સ્વર્ગમાં અને આ લોકમાં જે કાંઈ શારીરિક કે માનસિક દુ:ખ છે તે બધાં કામભોગોની લાલચમાંથી પેદા થયેલાં છે, કારણ કે ભોગપભોગ અંતે તો દુઃખદાયી છે. ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ જેમાં સંગ્રહાયો છે તેવા ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' નામના આગમમાં કહ્યું છે : खणमेत्तसोक्खा बहुकालदुक्खा पकामदुक्खा अनिकाम सोक्खा । संसारमोक्खस्स विपक्वभूया खाणी अणत्थाण उ कामभोगा ।। [કામભોગો ક્ષણ માત્ર સુખ આપનારા અને બહુકાળ દુઃખ આપનારા છે, ઘણું દુઃખ અને થોડું સુખ આપનારા છે. કામભોગો સંસારમાંથી છૂટવામાં શત્રુરૂપ છે અને અનર્થોની ખાણ છે.] નદી વહેતી હોય પણ એને બે કાંઠા જોઈએ તે રીતે જીવનપ્રવાહને વહેવા માટે સંયમ જોઈએ. આ સંયમ સ્વેચ્છાએ સ્વીકારવામાં આવે તો સ્વસ્થતા અને પ્રસન્નતા અર્પે છે. આથી જ જૈન તત્ત્વદર્શન કહે છે કે, “તું પોતે જ પોતાની જાતનો નિગ્રહ કર, આત્માનું દમન કર. વાસના, તૃષ્ણા અને કામભોગોમાં 0 33
SR No.034288
Book TitleVartaman Samayma Jain Tattva Darshanni Prastutata
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherB J Adhyayan Sanshodhan Bhavan
Publication Year
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy