SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. સહઅસ્તિત્વની ભેટ: અહિંસાના આ સૂત્રને વ્યક્તિગત જીવનમાં આજના માનવીએ ઉતારવાનું રહેશે. જૈનદર્શન એ અખંડિતતાનો, સમગ્રતા(totality)નો આગ્રહ સેવે છે. ખંડિત નહીં પણ અખંડિત આચરણ અને ભાવનાનો ધર્મ છે. અહિંસાની ભાવના વ્યક્તિના સમગ્ર જીવનમાં પ્રગટવી જોઈએ તે આવશ્યક છે. એ કીડીમંકોડાને બચાવે, પણ માણસનું શોષણ કરે તે ન ચાલે. એ કુટુંબમાં વહાલસોયું વર્તન કરતો હોય અને વ્યવહારમાં કઠોર હોય તેય ન ચાલે. એક સ્ત્રી ઘરમાં સમર્પણશીલ માતા હોય અને બહાર વસ્તુઓની લાલસા રાખતી નારી હોય તે ન ચાલે. અહિંસાની ભાવના માત્ર રસોડામાં, ભઠ્ય-અભક્ષ્યના વિચાર આગળ જ અટકી જવી જોઈએ નહીં, બલકે એ પ્રેમ અને અનુકંપાની સક્રિયતા સાથે જીવનમાં પાંગરવી જોઈએ. અહિંસાની આવી સક્રિયતાને ભગવાન મહાવીર, ચંડકૌશિક જેવા વિના કારણે દેશ દેનારા ક્રોધી સર્ષ સુધી લઈ ગયા હતા અને છતાંય એની સાથેના વર્તનમાં એમનું વિશ્વ વાત્સલ્ય લગીરે ઓછું થયું નહોતું. શોષણ અને ભ્રષ્ટાચાર એ પણ હિંસાનું જ એક રૂપ છે. ગરીબ, નબળા, દલિત, લાચાર કે શોષિતનો ખોટો લાભ લેવો તે માત્ર સામાજિક અન્યાય જ નથી, બલકે એ હિંસા અને ઘાતકીપણું પણ છે. આ જ અહિંસા અન્ય મતે, ધર્મ કે દર્શન સાથેના સહઅસ્તિત્વનું સૂચન કરે છે. આથી જ મુનિ સંતબાલજીએ કહ્યું, ‘માનવસમાજને અહિંસક સંસ્કૃતિની અને સહઅસ્તિત્વની ભેટ આપનાર જૈન ધર્મ છે.’ આજના યુગને અને આવતી કાલના વિશ્વને આવી ભાવનાઓની વિશેષ જરૂર છે. જૉનાથન સ્વિફ્ટ એક સ્થળે લખ્યું – We have just enough religion to make us hate but not enough to make us love one another." al ભાવનાઓનાં અંજન આંખમાં આંજીને જ આપણે ધર્મઝનૂને, ધમાંધતાને આંબીને ‘Religious fellowship' સુધી પહોંચી શકીએ. આજે જગતમાં આતંકવાદ અનેકવિધ સ્વરૂપે ફેલાયેલો છે ત્યારે આ અહિંસા દ્વારા માનવજાતને ૨૮ ] 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 ઉગારી શકાય. આ અહિંસામાંથી સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ફોરે છે, એનો મૂળ પાયો જૈન તત્ત્વદર્શને અપરિગ્રહમાં દર્શાવ્યો છે તે ભૂલવું ન જોઈએ. આહાર વિષયક વિચારણા અહિંસાના આચારની દૃષ્ટિમાંથી જૈન ધર્મની આહાર સંબંધી ઊંડી વિચારણા પ્રગટે છે. આહારનો સંબંધ મન સાથે છે. જેવું અન્ન તેવું મન; એથી જ આહાર અંગેની જાગૃતિ રાખવાનું કહ્યું છે. એણે ઉપવાસ અને મિતાહારનો મહિમા કહ્યો છે. આજે ઉપવાસનું મહત્ત્વ સ્વાથ્ય અને આરોગ્યના ક્ષેત્રમાં એટલું જ સ્વીકારાયું છે. નિસર્ગોપચાર એના પહેલા પગથિયા તરીકે ઉપવાસનું મહત્ત્વ દર્શાવે છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ એની એટલી જ મહત્તા દર્શાવવામાં આવી છે. જૈન સમાજમાં લાંબા સમયના ઉપવાસ પ્રચલિત છે. પશ્ચિમના દેશોમાં પણ ૯૦-૯૦ દિવસના ઉપવાસ કરાવીને દર્દીઓને રોગમુક્ત કરાયાના દાખલા નોંધાયા છે. ડૉ. કેરિંગ્ટન કહે છે, ‘ઉપવાસથી હૃદયને ખૂબ જ શક્તિ મળે છે. હૃદયને મજબૂત અને સશક્ત બનાવવા માટે ઉપવાસ સૌથી સારો માર્ગ છે કારણ કે એનાથી એક બાજુ હૃદયને વધુ આરામ મળે છે અને ઝેરી દવા વગર લોહી વધુ શુદ્ધ થાય છે.' આ તો થઈ ઉપવાસની શારીરિક અસર; પરંતુ જેમ વર્ષોથી શરીરમાં સંચિત કરેલી અશુદ્ધિઓ દૂર થાય છે, એ જ રીતે હૃદયમાં જાગતી દુવૃત્તિઓ પણ ઓછી થાય છે. આવી જ રીતે જૈન ધર્મમાં શાકાહારનો મહિમા ખૂબ વર્ણવવામાં આવ્યો છે. આજે વિદેશમાં કેટલાય વિદેશી ચિત્રકારો, અદાકારો શાકાહાર અપનાવે છે અને એ જ શાકાહાર જૈન ધર્મની આહાર-વિચારણાનો પાયો છે. આજે હાર્ટએટેંક અને બ્લડપ્રેશર જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે, ત્યારે આયંબિલ ખૂબ ઉપયોગી બને. આ આહારશાસ્ત્રને આજની વૈજ્ઞાનિક દૃષ્ટિએ આલેખવાની જરૂર છે. આહાર વિશે આજે પશ્ચિમમાં ઊંડી વિચારણા ચાલે છે. તાજેતરમાં વિલ ટટલ નામના વિદ્વાને World Peace Diet પુસ્તક દ્વારા વિશ્વશાંતિ માટે ભોજનની અગત્ય દર્શાવીને માંસાહારી ભોજનથી થતાં અનિષ્ણની છણાવટ કરી છે.
SR No.034288
Book TitleVartaman Samayma Jain Tattva Darshanni Prastutata
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherB J Adhyayan Sanshodhan Bhavan
Publication Year
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy