SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા , સમ્રાટ અશોકના પૌત્ર સંપ્રતિ સર્વકાલીન મહાન રાજવીઓમાં ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. યુદ્ધમાં વિજયી બનેલા મહારાજ સંમતિના ચહેરા પર વિજયના આનંદનો ભાવ ઊછળતો હતો ત્યારે એની માતાના ચહેરા પર ઘોર વિષાદ અને નિરાશા છવાયેલાં હતાં. એની માતાએ કહ્યું કે આવો મહાસંહાર કરવાને બદલે માનવમન પાવન કરે તેવાં મંદિરોની રચના કરી હોત તો મને વેદનાને બદલે પ્રસન્નતા થાત. યુદ્ધનો રક્તપાત છોડીને સમ્રાટ સંપ્રતિએ અનેક જિનમંદિરો બનાવીને માતાની ભાવના સાર્થક કરી. આચાર્ય હરિભદ્રસૂરિ પોતાના શિષ્યોની હત્યા થતાં ક્રોધના આવેશમાં વિરોધી ગુરુ અને શિષ્યોનો નાશ કરવાનો વિચાર કરતા હતા. ૧,૪૪૪ માણસોની હિંસા કરવા ઉત્સુક બન્યા હતા ત્યારે સાધ્વી યાકિની મહત્તરાએ એમને આવું હિંસક કાર્ય કરતા અટકાવ્યા. આચાર્ય હરિભદ્રસૂરિનો ક્રોધ ક્ષમામાં પરિવર્તન પામ્યો અને વેર વિદ્યામાં પલટાઈ ગયું. પરિણામે ૧,૪૪૪ માણસોની હત્યા કરવાને બદલે એમણે ૧,૪૪૪ ગ્રંથોની રચના કરી. એ ગ્રંથોમાં રહેલી વિવિધ દર્શનોની સમન્વયની ભાવના મોગલ સમયના અબુલ ફઝલ જેવા ઇતિહાસકારોને પણ આકર્ષી ગઈ હતી. આચાર્ય હીરવિજયસૂરિ અને હેમચંદ્રાચાર્ય : ઈ. સ. ૧૫૪ની ૨૩મી તારીખે જન્મેલા મોગલ શહેનશાહ અકબરે અહિંસાની બાબતમાં ઘણાં કાર્યો કર્યા. એને જૈન ધર્મની અહિંસાનો પરિચય વિશિષ્ટ સંજોગોમાં થયો. ચંપા નામની શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા હતા, તે અંગેનો વરઘોડો જોઈને શહેનશાહ અકબરને જિજ્ઞાસા જાગી. પહેલાં તો એણે સ્વીકાર્યું નહીં કે કોઈ પણ વ્યક્તિ અન્ન લીધા વિના માત્ર ઉકાળેલું પાણી પીને છ મહિના સુધી જીવી શકે. એમણે ચંપા શ્રાવિકાની તપશ્ચર્યાની કસોટી કરી અને તેમાં ચંપા શ્રાવિકા સફળ થતાં શહેનશાહ અકબરને જૈન ધર્મ વિશે અને તેમના ગુરુ વિશે જાણવાની જિજ્ઞાસા જાગી. શહેનશાહ અકબરે આચાર્યશ્રી હીરવિજયસૂરીશ્વરને પધારવા માટે વિનંતી કરી. આચાર્યશ્રી હીરવિજયસૂરિ વિક્રમ સંવત ૧૯૩૮ના માગશર સુદ સાતમના દિવસે ગંધાર nિ ૨૦ ] 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 બંદરેથી નીકળ્યા અને વિક્રમ સંવત ૧૯૩૯ના જેઠ વદ ૧૩ને શુક્રવારે ફતેહપુર સિક્રી પહોંચ્યા. શહેનશાહ અકબરે સૂરિજીને આવતા જોઈને સિંહાસનેથી ઊતરીને સામે ચાલીને પ્રણામ કર્યા. અકબરના ત્રણે રાજકુમારી શેખ સલીમ, મુરાદ અને ધનિયાલ પણ નમસ્કાર કર્યા. આ સમયે ફતેહપુર સિક્રીના શાહી મહેલમાં કીમતી ગાલીચા બિછાવેલા હતા. સૂરિજીએ તેના પર ચાલવાની ના પાડી. અકબરને આશ્ચર્ય થયું. હીરવિજયસૂરિએ કહ્યું કે વસ્ત્રથી ઢાંકેલી જમીન પર પગ મુકવાનો જૈન મુનિઓ માટે નિષેધ છે, કારણ કે કદાચ એની નીચે કીડી કે કોઈ જીવજંતુ હોય તો તે કચડાઈ જાય. અકબરે ગાલીચો ઉપડાવ્યો તો નીચે સેંકડો કીડી-મંકોડા હતાં. જીવજંતુ પ્રત્યે આટલી બધી દયાભાવના જોઈ અકબર આશ્ચર્યચકિત થયો. - શહેનશાહ અકબરે જાણ્યું કે સૂરિજી ૫૬ વર્ષની વયે પાદવિહાર કરીને છેક ગુજરાતથી ફતેહપુર સિકી આવ્યા છે, તેથી વિશેષ આશ્ચર્ય થયું અને શહેનશાહ અકબરે ઉપકારનો ભાર હળવો કરવા સોનું-ચાંદી સ્વીકારવાની વાત કરી, ત્યારે આચાર્ય મહારાજે કહ્યું, કે તેઓ આવું કશું સ્વીકારી શકે નહીં. એમ છતાં જો આપવું જ હોય તો પાંજરામાં પૂરેલાં પશુ-પંખીને મુક્ત કરો. ડાબર નામના બાર કોશના વિશાળ તળાવમાં હજારો જાળો નાખીને થતી માછીમારી બંધ કરાવો. પર્યુષણ પર્વના દિવસોમાં કોઈ પણ માનવી કોઈ પણ પ્રકારની હિંસા ન કરે તેવું ફરમાન કરો. વર્ષોથી કેદમાં પડેલા કેદીઓને મુક્ત કરો. શહેનશાહ અકબરે સૂરિજીની આજ્ઞા પ્રમાણે કર્યું. તેમાં પણ પર્વાધિરાજ પર્યુષણ પર્વના આઠ દિવસમાં બાદશાહે પોતાના તરફથી વધુ ચાર દિવસો ઉમેરીને બાર દિવસ માટે જીવવધ બંધ કરવાનો હુકમ આપ્યો. વળી ગુજરાત, માળવા, અજમેર, દિલ્હી-ફતેહપુર, લાહોર અને મુલતાન સુધીના પોતાના સામ્રાજ્યમાં આ ફરમાન મોકલી આપ્યાં. એ જ રીતે ગિરનાર, તારંગા, શત્રુંજય, કેસરિયાજી, આબુ, રાજગૃહી અને સમેતશિખર જેવાં તીર્થોમાં આસપાસ કોઈએ જીવહિંસા કરવી નહિ એવું ફરમાન કર્યું. 0 ૨૧ ]
SR No.034288
Book TitleVartaman Samayma Jain Tattva Darshanni Prastutata
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherB J Adhyayan Sanshodhan Bhavan
Publication Year
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy