SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ ગોવર્ધનરામનાં સ્ત્રીપાત્રોમાં વૈવિધ્ય સારા પ્રમાણમાં જોવા મળે છે. શાંત અને સરળ સૌભાગ્યદેવી, વ્યવહારદક્ષ અને ત્યાગની ભાવનાવાળી ગુણસુંદરી અને ખટપટી ગુમાન પણ જોવા મળે છે. શ્રી મુનશીનાં પાત્રોમાં વૈવિધ્ય દેખાય છે. આમ છતાં તેમાં એકતાનતા જણાયા વગર નહિ રહે. તે બધાં તેજસ્વી પાત્રો ‘એક જ સંઘેડે” ઉતારેલાં લાગે છે. તેમનાં કાર્યો, પરિસ્થિતિ વગેરે બાબતોમાં વૈવિધ્ય છે, પરંતુ તેમની આંતરિક સંપત્તિમાં કંઈ ફેરફાર નથી; પછી તે પાત્ર પૌરાણિક હોય, ઐતિહાસિક હોય કે કાલ્પનિક. શ્રી મુનશીનાં પાત્રો સરખી પરિસ્થિતિમાં મૂકો તો એકસરખું જ કામ કરે. મીનળ યા મંજરીને કાશ્મીરાદેવીની પરિસ્થિતિમાં મૂકો તો તે પાત્રો કાશ્મીરાદેવી જેવું જ આચરણ કરશે. જ્યારે ગોવર્ધનરામની કુમુદને સ્થાને કુસુમને મૂકો તો તે કુમુદની જેમ નહીં વર્તતાં, પોતાના આગવા વ્યક્તિત્વ મુજબ જ વર્તશે. આમ મુનશીનાં સ્ત્રીપાત્રોમાં દેખીતું વૈવિધ્ય છે, પણ અંતે તો બધાં જ સરખાં લાગે છે. જ્યારે ગૌવર્ધનરામનું દરેક સ્ત્રીપાત્ર નિજી વ્યક્તિત્વનો રંગ ધરાવે છે. વળી ગોવર્ધનરામ આપેલું સાધ્વી ચંદ્રાવલી જેવું પાત્ર મુનશીની નવલકથાઓ અને નાટકોમાં ક્યાંય શોધવા જતાંય નહીં જડે. ગોવર્ધનરામ સમવયસ્ક પાત્રોમાં સુંદર રીતે સ્વભાવભેદ બતાવે છે. અલક અને કુમુદ, સૌભાગ્યદેવી અને ગુણસુંદરી તેમજ અલક અને કુસુમ લગભગ સમવયસ્ક હોવા છતાં સારા પ્રમાણમાં સ્વભાવભેદ બતાવે છે. મુનશીનાં સમાનવયનાં પાત્રોમાં સારું એવું સામ્ય જોવા મળે છે. મંજરી, મીનળ, ચૌલા, કાશ્મીરાદેવી, મૃણાલ વગેરેમાં સારા પ્રમાણમાં સરખાપણું જોવા મળે છે. ગોવર્ધનરામનાં પાત્રોની સંસ્કારિતા ખરેખર મનોહર છે. મુનશી તેવી સંસ્કારિતા આણવા પ્રયાસ કરે છે, પણ લાવી શકતા નથી. મંજરી જેવી સંસ્કૃત શ્લોકો બોલનારી કવિકુલશિરોમણિની વિદ્યાગર્વિતા પુત્રી તુલના : ગોવર્ધનરામ અને મુનશીનાં સ્ત્રીપાત્રો શુનનવૅતિ IT I? જેવું તેના મુખમાં ન શોભે તેવું વાક્ય બોલે છે. વળી મંજરી ‘ગુજરાતનો નાથ'ના આરંભમાં કાલિદાસ અને ત્યાર પછી કાક પ્રત્યે પ્રીતિ ધરાવતી તે કાકની બાબતમાં (પૃ. ૪૯૪) “હૈયાનો હાર’ એવો શબ્દ વાપરે છે. જ્યારે આવી નાટકિયા ઉક્તિ સરસ્વતીચંદ્રના ચારે ભાગમાં ક્યાંય જોવા મળશે નહીં. ગોવર્ધનરામનાં સ્ત્રીપાત્રો પુરુષપાત્રને ઊંચું સ્થાન આપે છે. પણ તેની પાછળ ‘દાસી જનમજનમની' થવાનો નહીં પણ ‘સાથી જનમજનમના' થવાનો ભાવ હોય છે. જ્યારે ‘ગુજરાતનો નાથ'માં મંજરી જેવું પાત્ર બેથી પણ વધુ વખત પોતે કોઈની દાસી થવા માંગે છે તેમ કહે છે. તે એક સ્થળે કહે છે, ‘જ્યાં જોઉં છું ત્યાં વહેંતિયા નજરે ચડે છે એમાંથી કોની દાસી થાઉં ?” (પૃ. ૨૦૬) તો વળી ‘સ્વર્ગ સીડી ચડતાં કે ઊતરતાં” પ્રકરણમાં મંજરી કાકને કહે છે, ‘તો પણ તમારી દાસી.” જ્યારે ગોવર્ધનરામના કોઈ પણ સ્ત્રીપાત્રના મનમાં કે મુખમાં દાસી થવાનો ભાવ હોતો જ નથી. મંજરી જેટલી તેની કલ્પનાથી અને ભાવનાઓથી અસાધારણ લાગે છે, તેટલી તેની ભાષાથી અસાધારણ લાગતી નથી. મુનશીની વિશિષ્ટ પ્રકારની વાક્છટા તેનામાં ઊતરી છે. વળી તે સંસ્કૃત શ્લોકો પણ સારા પ્રમાણમાં બોલે છે, તેમ છતાં આ પાત્રમાં કુમુદ યા કુસુમ જેવી સંસ્કારિતા જોવા મળતી નથી. મુનશીનાં પાત્રોના મુખમાં કવિતાની જે પંક્તિઓ હોય છે તે સાવ સામાન્ય હોય છે. જ્યારે ગોવર્ધનરામનાં સ્ત્રીપાત્રોનાં મુખમાં મુકાયેલી કવિતા ઉચ્ચ કક્ષાની હોય છે. જેમ કે મુનશીની તનમન ડાહ્યાભાઈ ધોળશાજીના નાટકની પંક્તિઓ બોલે છે, જ્યારે ગોવર્ધનરામની કુમુદ “કુસુમમાળા’માંથી પંક્તિઓ બોલે છે. વળી તે અલકને જે રીતે કવિતા સમજાવે છે તે પરથી તેણે સાચી કવિતા પચાવી હોય તેમ લાગે છે. ૧૩૮ ૧૩e
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy