SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ પ્રયાણ કરતા મેઘનું ચિત્ર તો સાચે જ માનસપટ પર અંકિત થઈ રહે તેવું છે. તેને દિગ્ગજોની મોટી સુંઢની ઝપટ ચૂકવતો, ઇન્દ્રધનુષ્યને લીધે અનોખી શોભા ધરાવતો, ભૂવિલાસથી અજાણ ગ્રામનારીઓ વડે પ્રેમભીનાં લોચનથી પિવાતો, જળધારાથી વનદેવને ઠારતો બતાવે છે. આ પછી કવિકલ્પના મેઘને આમ્રકૂટ પર્વત, તેની ગુફાઓ તેમજ હાથીના અંગે આલેખેલી ભાત સરખી લાગતી રેવા પાસે લઈ જાય છે અહીં તેનો પથ સૂચવશે અર્ધવિકસિત લીલાં-ભૂખરાં નીપપુષ્પો, કિનારે પહેલી જ વાર ફૂલેલી-ફાલેલી કદલી અને બળેલાં જંગલોમાં પૃથ્વીની અધિક સુગંધ અનુભવતાં હરણો. સજળનયન મયૂરોનો સત્કાર ઝીલતો આ મેધ વિદિશાનગરીમાં પોતાની પ્રિયા વેત્રવતી પાસેથી પાણી લેશે. અહીં બધાં જ વર્ણનોમાં પ્રિયાથી વિમુખ થયેલા, અમદમો: યક્ષની દૃષ્ટિ વરતાઈ આવે છે. આનાં ઉદાહરણો કાવ્યમાં ડગલે ને પગલે જોવા મળે છે. નિર્વિધ્યાનું જ ચિત્ર જુઓ ને ! ઊર્મિના ઉછાળે અવ્યક્ત મધુર રવ કરતા હારરૂપી કંદોરાવાળી, અલને કરીને સુંદર ગતિવાળી, પાણીની ભમરીરૂપી નાભિથી ‘રામાd પ્રાચવવન વિમનો બ્રિગેડુ' [પ્રિય તરફના સ્ત્રીના પ્રેમનું પહેલું એંધાણ એવો વિભ્રમ] બતાવતી જણાય છે. સ્વર્ગના એક કાંતિમય ટુકડા જેવી ઉજ્જયિનીની સમૃદ્ધિ બતાવી મદથી મીઠું સારસકૂજન લંબાવતો, ખીલેલાં કમળોની સુગંધથી મહેકતો, અંગને અનુકુળ અને પ્રભાતે નગરજનોને રતિખેદ દૂર કરતો શિપ્રાનો વાયુ. કેવી જીવંત લાગે છે ! યક્ષના પ્રણયભાવનું ઠેર ઠેર ‘સાધારણીકરણ' થયેલું નજરે પડે છે. આ પછી મહાકાલના મંદિરમાં ગર્જનાથી નોબતનું કામ કરતો અને હાથીના ભીના ચામડાની શિવની આશા પૂરતો મેઘ બતાવ્યો છે. કાલિદાસની કલાની કમનીયતા આ ચિત્રમાં સુંદર રીતે દેખાય છે. મેઘદૂત'ની ભાવસૃષ્ટિ पादन्यासै: क्वणितरशनास्तत्र लीलावधूतैः रत्नच्छायाचितबलिमिश्चामरैः क्लान्तहस्ताः । वेश्यास्त्वत्तो नवपदमुखान्प्राप्य वर्षाग्रबिन्दूनामोक्ष्यन्ते त्वयि मधुकरश्रेणिदीर्घान्कटाक्षान् ।। [મહાકાલના મંદિરમાં ચામરો ઢોળવાથી થાકી ગયેલા હાથવાળી વારાંગનાઓ તેમના નખક્ષતને સુખ આપતાં વર્ષોનાં નવલ બિંદુઓ તારી પાસેથી મેળવીને તારા તરફ ભ્રમરોની હાર જેવા લાંબા કટાક્ષો નાખશે.] અહીં વેશ્યાનું ચિત્ર પણ યક્ષના હૃદયમાં કોમળતાના ભાવો જ જન્માવે છે. તેનું હૃદય આ અવસ્થામાં સ્ત્રીસામાન્યને વિષે પ્રગટતા ભાવસૌંદર્યને વિલોકવા અધીરું છે. આમ કાલિદાસની દૃષ્ટિએ મેઘ એ – ‘ધૂમત:સનિત્તમતાંસન્નપાત:' [ઘુમાડો, અગ્નિ, પાણી અને પવનનો સંઘાત] નથી. પણ તે તો – સુdવામરૂપતાર્થવૃત્વ: [આંગણે આવેલાનું પ્રયોજન સારે તેવું કૃત્ય કરનારો] દૂત છે, વિદ્યુતનો સ્વામી છે, નદીઓનો પ્યારો પ્રિયતમ છે, ફૂલો, વૃક્ષો અને ઉપવનોનો તારણહાર છે, ગિરિરાજોનો પરમ મિત્ર છે, વિરહીને પીડનારો અને પ્રવાસીઓની પ્રમદાને આશ્વાસન આપનારો છે, અભિસારિકાઓનો માર્ગદર્શક પણ છે. સરસ્વતીનું જલઆચમન કરી વિશુદ્ધ આત્મા બનનારો, શિવનાં પગલાંની ભક્તિનમ્ર બની પ્રદક્ષિણા કરતો સૌજન્યપૂર્ણ સજ્જન પણ છે. આ મધ વિશે કવિ કેવાં ભાવપૂર્ણ શબ્દચિત્રો રચે છે ! આ કવિ કુદરત અને માનવ પ્રત્યે એકસરખી સંવેદના ધરાવે છે. માનવભાવને તેના અંતસ્તલ સુધી સ્પર્શી મુલાયમ રીતે નીરૂપી શકે છે, તો પ્રકૃતિને પણ તેટલી જ જીવંતતાથી આલેખી શકે છે. પ્રકૃતિ અને માનવ બંનેમાં એકસરખો હિલ્લોલ કવિપ્રતિભા નીરખે છે. મેઘદૂત’નાં દૃશ્યચિત્રોમાં ક્યાંય માનવભાવ કે પ્રકૃતિનિરૂપણ જુદાં પાડી શકતાં
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy