SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શ્રી સિસ્ટર્સ’ના સર્જકની કલા શબ્દસંનિધિ છે. યથાર્થતાને કલાનું જીવાતુભૂત તત્ત્વ કે એનો પ્રાણ કહેવામાં આવે છે. ચેખોવ કશીય ડીમડીમ વગાડ્યા વગર એને આલેખે છે. એના જેટલી સુક્ષ્મતાથી અને સ્પષ્ટતાથી જીવનની કરુણતા અને નશ્વરતાને ભાગ્યે જ કોઈ નાટ્યકાર સમજી શક્યો હશે. મધ્યમવર્ગના જીવનની હતાશા અને કરુણતાનું એણે હૃદયવિદારક ચિત્ર આપ્યું છે. જીવનની નજીવી બાબતોને મહત્ત્વપૂર્ણ કલામાં પલટાવીને જીવ આપવાની આવડતમાં જ એની વિશેષતા છે. કંટાળાજનક અને શુષ્ક રશિયન જીવનમાં એ અનેક સુંદર રસસ્થાનો જોઈ શકે છે. આનું કારણ એ છે કે આપણા અત્યંત સામાન્ય જીવન પાછળ છુપાયેલી સંકુલતા અને કદર્યતાની પાછળ રહેલી કરુણતાનો ચેખોવે સાહજિકતાથી તાગ મેળવ્યો છે. વસ્તુની પેઠે વસ્તુવિકાસ પરત્વે પણ આ સર્જક કોઈ યોજના પ્રમાણે કે પૂર્વ-આલેખિત નકશા મુજબ ચાલતા જણાતા નથી, ચેખોવની પહેલાં ટૂંકી વાર્તાને નિશ્ચિત આદિ, મધ્ય કે અંત હોવા જોઈએ એમ માનવામાં આવતું. ચેખોવે આને અસ્વીકાર કર્યો ને કહ્યું કે જીવનમાં આવું નિશ્ચિતપણે ક્યાં કંઈ હોય છે ? આથી આવા કોઈ ચોકઠામાં રહ્યા વિના એ સ્વાભાવિક રીતે જ આગળ વધે છે. ‘શ્રી સિસ્ટર્સ'ના ચારે અંકો કોઈ નિશ્ચિત આદિથી આરંભાતા કે મધ્ય વા અંત પ્રતિ ગતિ કરતા નથી. એક વાર રેશમી વસ્ત્રોમાં સજજ ત્રણ સ્ત્રીઓ રાજકારણમાં રસ દેખાડવાના ડોળથી ગ્રીક લોકો જીતશે કે તુર્ક લોકો જીતશે. તે વિશે ચેખોવને પ્રશ્નો પૂછવા લાગી. ચેખોવે ધીમે રહીને પૂછવું, “મને તો ફળનો ખીમો બહુ ગમે. તમને ?’ અને પછી તો “મોટી વાતો” કરવાનો નકામો બોજ ઊતરી જતાં ફળફળાદિના ખીમા વિશે અનેક વાતો ચાલી. અંતે ત્રણ સન્નારીઓ સાનંદ વિદાય થઈ ત્યારે ચેખોવે કહ્યું, ‘દરે કે પોતાની બોલીમાં જ વાતચીત કરવી જોઈએ.’ આવી જ રીતે ચેખોવનું દરેક પાત્ર પોતાની લાગણીઓ, ભાવનાઓ, વેદનાઓ અને ઇચ્છાઓને વફાદાર હોય છે. ક્યારે તે આત્મવંચના કરતું નથી. સત્યની સાથે સમાધાન કરવામાં કોઈ માનતું નથી. ચેખોવનાં પાત્રો વર્તમાન પરિસ્થિતિને તિરસ્કારે છે, પણ ઇલ્સનનાં પાત્રોની માફક પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત ધરાવતાં નથી. માત્ર એ ઉચ્ચતર જીવનની આકાંક્ષાવાળાં શોધક કે સ્વપ્નશીલ પાત્રો તત્કાલીન સંજોગો ને સમાજની લમણરેખામાંથી છૂટવા મથામણ કરતાં નજરે પડે છે. પાત્રના મનમાં એવી કોઈ વિચિત્રતા વસેલી છે કે પોતાની સૌથી નજીકની અને સૌથી પ્રિય વ્યક્તિથી અને જુદું પાડે છે. કદાચ આનું કારણ ચેખોવની એ માન્યતા પણ હોય કે મૂળભૂત રીતે તો દરેક માણસ એકલો જ છે. મોટી સંખ્યામાં મિત્રો ધરાવનાર ચેખોવની એક ફરિયાદ છે કે – 'As I shall lie alone in the grave, so, indeed, do I live alone.' પાત્રમાનસમાં ઊંડો ઊતરતો ચેખોવ પાત્રનું ઘડતર, એની ચોપાસની પરિસ્થિતિ અને ભૂત તથા વર્તમાન સાથેનો સંબંધ એટલો સ્પષ્ટ કરી આપે છે કે આ સ્થિતિમાં આ પાત્ર આમ જ કરે એમ લાગે છે. એમાં આવતી સ્થાનિક વિગતો પાત્રના વિશિષ્ટ દિમાગને છતો કરે છે. એમના રોજિંદા જીવનમાં વ્યક્ત થતા માનવસૌંદર્યને અસરકારક રીતે રજૂ કરી એમની રોજબરોજની મુશ્કેલીમાં આપણને રસ લેતા કરી મૂકે છે. એમની અસંબદ્ધ વાતો પાછળ એક અતૂટ સંવાદ રહેલો હોય છે. આ રીતે વેરવિખેર લાગતાં પાત્રો અને એમના સંવાદો હેતુ અને અસરની બાબતમાં એક મુદ્રા ઊભી કરે છે. ‘શ્રી સિસ્ટર્સમાં ત્રણ બહેનો જીવનની અસારતાથી પીડાય છે. ત્રણેના હૃદયમાં અગ્નિ ભારેલો છે, અને છેલ્લે સુધી પ્રશ્ન એ રહે છે કે
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy