SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ કબીર અને આનંદઘન બંનેનાં પદોમાં હિંદુ અને મુસલમાનના ઐક્યની વાત જોવા મળે છે. કબીર રામ અને રહીમ તેમજ કેશવ અને કરીમ વચ્ચે કોઈ ભેદ જોતા નથી. જ્યારે આનંદઘન પણ કબીરનું એ જ ધાર્મિક ઔદાર્ય અને પરમ સત્યને પામવાના રહસ્યવાદને હુબહુ દર્શાવે છે. આનંદધનમાં એ રહસ્યવાદી વિચારસરણી આકર્ષક રીતે પ્રગટ થયેલી છે. આમાં રામ, કૃષ્ણ કે મહાદેવને કોઈ વ્યક્તિ માનવામાં આવતી નથી. રામ એટલે રાજા દશરથનો પુત્ર નહીં, પરંતુ આતમરામમાં રમણા કરે તે રામ. પ્રાણીમાત્ર પર દયા કરે તે રહીમ. કૃષ્ણ એટલે કંસનો વધ કરનાર નહીં, પણ જ્ઞાનાવરણ આદિ કર્મોને નષ્ટ કરે તે કૃષ્ણ, શંકર એ કૈલાસવાસી નહીં, પણ જે નિર્વાણ (મોક્ષ) પ્રાપ્ત કરે તે મહાદેવ. જે આત્મસ્વરૂપને સ્પર્શ કરે તે પાર્શ્વનાથ અને જે ચૈતન્ય આત્માની સત્તાને ઓળખે તે બ્રહ્મા. આમ આનંદઘન તો કહે છે કે એમણે આ જ રીતે પરમતત્ત્વની ઉપાસના કરી છે અને આ પરમતત્ત્વ એ જ્ઞાતા, દ્રષ્ટા અને ચૈતન્યમય છે. કબીરની લગોલગ ઊભી રહે એવી આનંદઘનની આ સમર્થ વાણી છે - “રામ કહી રહિમાન કહીં કોઉ, કાન્હ કહૌ મહાદેવરી, પારસનાથ કઠી કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી.” રામ ૧ ભજન ભેદ કહાવત નાના, એક કૃતિકા રૂપરી, તૈસે ખંડ કલ્પના રોપિત, આપ અખંડ સરૂપરી, રામ ૨ નિજ પદ રમે રામ સો કહિયે, રહમ કરે રહમાનરી, કરર્ષ કરમ કાનહ સો કહિયે, મહાદેવ નિરવાણી. રામ ૩ પરસે રૂપ સો પારસ કહિયે, બ્રહ્મ ચિનદૈ સો બ્રહ્મરી, ઇહ વિધ સાધ્યો આપ આનંદથન, ચૈતનમય નિઃકર્મરી. રામ0 ૪"* રહસ્યવાદમાં જે પરમાત્માની વિરલ અનુભૂતિ થાય છે, તે કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદથન અનુભૂતિ સમયે અહંન્દુ અને મમત્વની ભાવનાનો લોપ થાય છે, એ સમયે ધ્યાતા અને ધ્યેય એકરૂપ બની જાય છે. આ અપૂર્વ અદ્વૈતની અનુભૂતિને બતાવવા માટે શબ્દો સમર્થ હોતા નથી, પણ સંતહૃદયમાં એની અભિવ્યક્તિની અકળામણ એટલી બધી થાય છે કે એ પરમાત્મતત્ત્વની અનુભૂતિ વાણીમાં સ્વયમેવ ઊતરી આવે છે. એ અગોચર અને અગમ્ય તત્ત્વને શબ્દમાં ઉતારવાનો પ્રયાસ થાય છે. પરમાત્મતત્ત્વની આ અનુભૂતિ વ્યક્તિએ-વ્યક્તિએ વિલક્ષણ હોય છે, જ્યારે અનુભવ કર્તા અને અનુભૂત વસ્તુ એકરૂપ બને છે, ત્યારે સર્વત્ર અખંડરૂપનાં દર્શન થાય છે. કબીર આ મધુર અનુભૂતિને વ્યક્ત કરતાં કહે છે : લાલી મેરે લાલ કી, જિત દેખું તિત લાલ; લાલી દેખન મેં ગઈ, મેં ભી હો ગઈ લાલ.' જ્યારે આનંદઘન કહે છે કે પ્રિયતમ સાથેનો મેળાપ, આત્મા અને પરમાત્મા સાથેનું ઐક્ય એ ફૂલની આસપાસ ભમતા ભમરા જેવું નથી, પરંતુ ફૂલમાં એકરૂપ થયેલા પરાગ જેવું છે. અને જ્યારે આ મિલન થાય ત્યારે કબીરને ‘તરા સાંઈ તુઝમેં 'નો અનુભવ થાય છે. તો આનંદઘનના અંતરમાં ‘અનુભવરસની લાલી' પ્રગટ થાય છે. કવિ આનંદઘન મનોરમ રૂપકથી એ અનુભવલાલીને બતાવતાં કહે છે : મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તન ભાઠી વટાઈ પીએ કસ, જાગે અનુભવ લાલી. આશા ૩'' કબીરની માફક આનંદઘને પણ ‘અવધૂ’ અને ‘સાધુને ઉદેશીને પોતાનો ઉપદેશ આપ્યો છે. આ રીતે આનંદઘને કબીરની માફક અથવા તો રહસ્યવાદી કવિઓની માફક પ્રણયની પરિભાષામાં આત્મા અને પરમાત્માનો સંબંધ પ્રગટ કર્યો છે. એ જ રીતે “રામ કહીં, રહેમાન * *શ્રી આનંદઘનજીનાં પદો', ભાગ ૧, લે, મોતીચંદ કાપડિયા, પૃ. ૩૧૦. * *શ્રી આનંદધનજીનાં પદો', ભાગ ૨, લે. મોતીચંદ કાપડિયા, પૂ. ૧૩૮.
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy