SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ ૧૦ સાક્ષર કેશવલાલ હર્ષદરાય ધ્રુવસ્તુતિ [મરાઠી સાખીની દેશી] [જિનવર મંદિરથી શોભતું રાજ નગર જયકારી – એ રાગ] શ્રીયુત સાક્ષર વર્ગ શિરોમણિ, વિદ્યાજીવનભ્યકારી ધ્રુવ કેશવલાલ વિદ્યોપાસક, સાહિત્ય સેવાકારી. પ્રતિષ્ઠા કીર્તિ રે પામો જગ જયકારી..... વિદ્યાવૃદ્ધિમાં જીવન ગાળ્યું, એજ્ઞાનનું મૂળ બાળ્યું, વિદ્યાર્થીસંઘનું દુઃખ ટાળ્યું, નામ યશસ્વી ભાળ્યું. પ્રતિષ્ઠા કીર્તિ રે ૧ ગુર્જર દેશ દિપાવ્યો જ્ઞાને, માતૃદેશાભિમાને, ગ્રન્થ લખ્યા જનવર્ગ પિછાણે, સમજી જન ગુણ આણે. પ્રતિષ્ઠા-૨ સાહિત્ય પરિષત્ પ્રમુખતા વહી, ગુર્જર ભાષા-પ્રેમ, ભાષા જીર્ણોદ્ધારક રસિયા, બની રહ્યા શુભ નેમે. પ્રતિષ્ઠા-૩ સર્વિચારોના જ ઔદાર્યો, વિદ્યાના શુભ કાર્યો, તન મન ધનથી રસિયા સાહાએ, લાયક સગુણા હાર્યો. પ્રતિષ્ઠા-૪ મિલનસાર સ્વભાવે સારા, સાક્ષર વર્ગમાં પ્યારા, ઉત્તમ વિદ્યાના આધારા, સગુણના અવતારા. પ્રતિષ્ઠા-પ ધન્ય ધન્ય શુભ માત તાતને, ધન્ય ગુર્જર અવતારી, મોટા મનના શુભ પરમાર્થી, તવ જીવન બલિહારી. પ્રતિષ્ઠા-૬ અમર કર્યું નિજ નામ જગતમાં, ગુણરાગી શુભકારી. બુદ્ધિસાગર મંગલ પામો, ગુણ ગણના ભંડારી. પ્રતિષ્ઠા-૭ કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદઘન અગમ પીઆલાનો આનંદ વિક્રમની પંદરમી સદીમાં સંત કબીરે જાતિ, જ્ઞાતિ, સંપ્રદાય, બાહ્યાચાર અને ધાર્મિક મતાંતરોથી પર એવી સાધકની સત્યમય અનુભવવાણી વહેવડાવીને જ્ઞાનનો નવીન પ્રકાશ રેલાવ્યો. એ પછી વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા આનંદઘનજીનાં પદોમાં સંત કબીરનાં પદોની ભાવનાઓનો પ્રતિધ્વનિ સુમધુર રીતે ગુંજતો સંભળાય છે. કબીર અને આનંદઘન એ બંને પોતાની સુરતાની મસ્તીમાં મસ્ત રહેનારા સાધક હતા. કબીરે તો જડ રૂઢિ, અંધશ્રદ્ધાયુક્ત રિવાજો, પરંપરાગત કુસંસ્કારો અને એથીય વિશેષ ઢોંગી ધર્માચરણો સામે પ્રચંડ વિદ્રોહ કર્યો. આનંદઘનમાં વિદ્રોહની ઝલક છે, પણ એની માત્રા સંત કબીર જેટલી નથી. આ બંને સાધકે મસ્તરામ છે. આધ્યાત્મિક અનુભવના દૃઢ આધાર પર એમની સાધના ટકેલી છે. જગત તરફ તો બંને સાવ બેપરવા છે. કબીર કે આનંદઘન બેમાંથી એકેય અજ્ઞાનના અંધકારમાં કે રૂઢિગત બંધનોમાં જકડાયેલા માનવીને જોઈને સહાનુભૂતિ દર્શાવતા નથી. એમની અકળામણ આવા જીવો પ્રત્યે અનુકંપાના રૂપમાં પ્રગટ થતી નથી. તેઓ તો આ મિથ્થા બાબતો પર તીવ્ર પ્રહાર કરે છે. આવા રૂઢાચારોને જડમૂળથી ઉખાડી નાખવાની ધગશ આ બંને સાધકોમાં છે અને એથી જ એને સાંખી લેવાને બદલે કબીર એને કટાક્ષથી અને આનંદઘન એને ઉપહાસથી વખોડી નાખે છે. આનંદઘનજીનાં સ્તવનોમાં શાસ્ત્રજ્ઞાન અને જૈન સિદ્ધાંત વિશેની માર્મિક સમજનો અનુભવ થાય છે. પણ એમનાં પદોમાં એ શાસ્ત્રીય શૈલી કે એ સિદ્ધાંતનિરૂપણ જોવા મળતું નથી. અહીં તો વિરહી ભક્ત કે અલખનો નાદ જગાવતા મરમી સંતનું દર્શન થાય છે. કબીર આત્મા
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy