SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ધીખતી સંવેદનાનું કાવ્ય પ્રિય સુરેશભાઈ, એપ્રિલ ૧૯૮૦નો ‘કવિતા’નો એક ગામના ગોંદરે વડની નીચે એકઠી થયેલી સુંદરીઓના મેળા જેવો છે. એમાં ચાટૂક્તિઓથી ‘સ્માર્ટ’ દેખાઈને કવિતાની પંગતમાં પરાણે બેઠેલી કૃતિઓ છે, તેમ ધીરગંભીર મર્મવાણી બોલતી પ્રૌઢા જેવી રચનાઓ પણ છે. વળી અમુક ઉદંડ, નખરાળી ને અમુક ઇશ્કની આગના અંગારા જેવી ગઝલો છે. પણ મને ગમી ગઈ તે પ્રમાણમાં અજાણી લાગતી પણ ગામડાની ગોરી જેવી હલેતી, અને બલિષ્ઠ કાઠાની, હસતાં હસતાં માનવહસ્તીની કાતિલ કરુણતા વ્યક્ત કરી દેતી લાલજી કાનપરિયાની આ ‘નસીબજોગું ગીત' એ કૃતિ છે. આલ્લે, મારી લોહી નીગળતી હથેળીએથી નસીબપણું છટકીને ભાગ્યું કોઈ ઝાલી રે ઝાલો. થીજી ગયેલી સ્પર્શી નામની નદીએ કેવળ ખળખળ વહેવું માગ્યું કોઈ મને આલો રે આલો. હૈ તેજલદે ! લખવું હોય તો લખી શકાય નામ તમારું ડાળ ઉપરથી ખરી પડેલા પાને. સાવ અકાળે પીળું પાન થઈ ખરવું'તું તો કુંપળ જેવું સગપણ થઈને ઊગી ગયું'તાં શાને ? અમથું અમથું અડકી બેઠાં ઘૂઘવતા જળને તો દરિયા જેવી દરિયો પણ કાલો રે ઠાલો. * એપ્રિલ '૮૦ના ‘કવિતા'ના અંકની શ્રેષ્ઠ કૃતિની પસંદગી વિશે શ્રી સુરેશ દલાલને લખેલો અભિપ્રાય-પત્ર. 90 ધીખતી સંવેદનાનું કાવ્ય આલ્લે, મારી લોહી નીંગળતી હથેળીએથી નસીબપર્ણ છટકીને ભાગ્યે કોઈ ઝાલો રે ઝાલો. ફળિયું, શેરી, ચોક, નગર બધું યે ચૂપ એટલે હોય કદાચ સંકેત કોઈના અભાવનો પણ. તડકો, મૃગજળ, હાંફ અને બળબળતી આંખો ઇત્યાદિનો જ અર્થ કદાચ થતો હશે એક રણ. હે મંન ! જાગી ઊઠતી ભૂતાવળનો દેશ તજીને સ્મરણ વિહોણા નગર ભણી ચાલી રે ચાલો. આલ્લે, મારી લોહી નીંગળતી હથેળીએથી નસીબપણું છટકીને ભાગ્યું કોઈ ઝાલો રે ઝાલો. જિંદગીની વ્યર્થતા કાં તો વૈરાગ્યરૂપે કે કાં તો વિષાદરૂપે વ્યક્ત થતી આવી છે. વૈરાગ્યની વાત જુનવાણી થઈ. તો વિષાદની વાત કરતાં કરતાં કવિતાનું ઝરણું રણમાં સુકાઈ જાય એવું આપણા કેટલાક નવીનોની બાબતમાં બને છે. એમાં ક્યાંય લીલોતરી ન દેખાય. આ કવિને વાત તો વ્યર્થતાની જ કરવી છે, પણ અભિવ્યક્તિમાં એવો ઠસ્સાદાર લહેકો આવે છે કે એની પંક્તિએ પંક્તિમાં બસ લીલોતરી જ લીલોતરી દેખાય. પહેલી લીટીનો પહેલો જ શબ્દ જુઓને. છલાંગ મારીને આ જુવાન તમારી સામે હથેળી ધરીને ઊભો છે ને કહે છે : ‘આલ્લે, મારી લોહી નીગળતી હથેળીએથી નસીબપણું છટકીને ભાગ્યું કોઈ ઝાલો રે ઝાલો' તમે ચમકો છો. ‘આલ્લે' શબ્દ અને તેમાંથી ઊભી થતી મુદ્રા તમને ચમકાવે છે. છટકી જતા નસીબને – નસીબપણાને પકડવા માટે જાણે કે તે પાછળ દોડતો બૂમ પાડે છે. ‘કોઈ ઝાલો રે ઝાલો’ પણ વ્યર્થ...... વ્યર્થ.... દુર્ભાગ્યે પાડેલા ત્રણ શબ્દ, લય ને છટામાંથી દૂઝતા ૩૧
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy