SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ બોલીને વફાદારી રાખવાની, એ બોલીનો યાંત્રિક ‘રે કર્ડ” ઉપજાવવાની લેખકની નેમ જ ન્હોતી. બીજા એક નવજુવાન વિવેચક ચોપડી વાંચતાં જ આનંદાશ્ચર્ય બોલી ઉઠેલા કે લેખક વિલાયત જઈ આવેલ હોય એમ તો જાણ્યું નથી, તો પણ યુરોપ-અમેરિકાની રંગભૂમિ પર છેક આ ઘડી લગીના પ્રવેશ પામેલ નૂતનતાઓ(‘ન્યૂઅન્સીસ ')થી પણ સારી રીતે પરિચિત દેખાય છે, અને તેમને સફળતાથી પોતાના રસિક સર્જનમાં ઉતારી શકે છે. એ ઉત્સાહી બંધુનું આવું પ્રમાણપત્ર અને કુદરતી રીતે મીઠું લાગેલું, કેમકે તેઓ આવી બાબત ઉપર સુપ્રમાણ ગણાય એવું મત ઉંચરવાના અધિકારી હતા. પોતે તાજા જ વિલાયતથી પાછા સ્વદેશ આવી ગયેલ, પણ એમણે વિલાયતમાં ત્રણ વર્ષ ગાળેલ તે અરસામાં પોતે જે અભ્યાસના મુખ્ય આશયથી ત્યાં ગયેલ તે સારી રીતે સિદ્ધ કરવા ઉપરાંત ત્યાંની નાટકી આલમ સાથે પણ ઘણો સારો પરિચય કેળવેલો હતો; એટલે સુધી કે અહીં પાછા ફરવાને બદલે તેઓ વિલાયતનિવાસી બન્યા હોત તો તેઓ ત્યાં ઇંગ્રેજીભાષાના એક સારા નાટકકાર લેખે પણ આગળ આવી જવાની શક્તિઓ ધરાવતા હતા, એમ એમના વિશે સૌ સ્નેહસંબંધીઓને સારી આશા બંધાવા પામેલી હતી. “અને એ પણ ‘ઊગતી જુવાની’ પ્રકટ થયું તે પહેલાંથી જ હું સારી રીતે જાણતો હતો કે લગભગ દરેક પ્રવેશ ભિન્નભિન્ન અને વળી ખર્ચાળ ‘સીનસીનરી'માં ‘મૂડી ડૂબાડવા'ની જાણે કે ફરજ પાડે એવી નાટ્યરચનાને કોઈ પણ ધંધાદારી નટચમ્ રંગભૂમિ પર આણવાનું સાહસ ખેડી શકે નહીં. છતાં મેં એ પ્રકટ કર્યું કેમકે સામાજિક ક્રાંતિને સમભાવી નાટકોને ‘પાઠચ નાટકો' લેખે પણ સાહિત્યમાં સ્થાયિતા મળે છે, તે ય હું જાણું : અને મહને એટલાથી પણ સંતોષ હતો. ‘અફલાતુની ‘ઉગતી જુવાનીની અપ્રગટ મુદ્રણપ્રત સંવાદ'ની સાહિત્યજાતિમાં તખ્તાલાયકી મુદ્દલ ના હોય તે જાણતાં છતાં પણ એવો એક સંવાદનેનાં લાંબા ભાષણો સાથે મેં આમાં ગૂંથ્યો તે જ બતાવી આપે છે કે આ નાટક ભજવાશે–ભજવવાને કોઈ પણ પસંદ કરશે એમ હું પોતે નહોતો આશા રાખતો. અને તે પણ સામાજિક ક્રાંતિ સાથે સમભાવનું આકર્ષણ એટલું મોટું છે, ખાસ કરીને વિચારશીલ કિશોરકિશોરી યુવકયુવતી વર્ગને, કે આમાંના બે-ત્રણ ન્હાના પ્રવેશો અમદાવાદ અને મુંબઈની કૉલેજો અને હાઈસ્કૂલોનાં નાટય કલાશોખી કિશોરકિશોરીઓ યુવષુવતીઓએ ચોપડી પ્રકટ થયા પછીના પહેલાં વર્ષોમાં હારી રજા મેળવીને—પોતાના સ્નેહસંમેલનાદિ રમતગમતવિનોદનોના સમારંભોમાં ભજવેલા હતા. એ ઉત્સાહી, હને નામે તેમ દીઠે અજ્ઞાત રહેલ-ભાઈન્હેનોને આ બીજા મુદ્રણ પ્રસંગે સંભારવા અને તેમનો આમ જાહેર ઉપકાર માનવો એ મહારી ફરજ છે. * “આ નાટિકાને તખ્તા ઉપર આણવાની શી શી મુશ્કેલી છે તે ઉપર જણાવાયું. તે પછી પણ છેવટ ઉમેરવાનું રહે જ કે જે નટોની ટોળી સીનસીનરી તો શ્રોતાપ્રેસ કોની કલ્પનાને સોંપી દેવાય અને અફલાતૂની સંવાદનાં ભાષણ તવ સમાલીને ટુંકાવાય એમાં શી મોટી મુશીબત છે એમ આને તખ્તા ઉપર આણવાનું સાહસ કરે જ , તો એ સાહસિક નટોની કાબેલિયત પ્રમાણે આમાંના દરેક દૃશ્યમાં તખ્તાલાયકીનાં જુદાં જુદાં સ્વરૂપ પ્રકટશે જ એવી પણ મહારી શ્રદ્ધા છે. મુંબાઈ, ઈ. ૧૯૪૯, સં. ૨૦૦૫” પુસ્તકના ‘ડમીના પ્રથમ પાના પર પ્રો. બળવંતરાય ઠાકોરે * હવેનો ભાગ પુસ્તક છપાવવા મોકલાવતા અગાઉ કર્તાએ પેન્સિલથી લખેલો છે.
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy