SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અનોખી આત્મકથા* મણિલાલ નભુભાઈ દ્વિવેદીના આત્મવૃત્તાન્તનું પ્રકાશન ૧૯૭૯ના વર્ષની એક મહત્ત્વની સાહિત્યિક ઘટના છે. આઠ દાયકાથી દબાઈ રહેલો એક અગ્રણી સાહિત્યકારે લખેલો દસ્તાવેજ સૌપ્રથમ પૂર્ણ સ્વરૂપમાં પ્રકાશમાં આવે છે. તેની અંદર મૂકેલી હકીકત વિશે ભૂતકાળમાં ખૂબ ઊહાપોહ થયો, તેમાંથી સામગ્રી વિશે ઉગ્ર ચર્ચા ચાલેલી તે કેટલે અંશે વાજબી હતી, ને તેના લેખકને અભિપ્રેત હતું તેમ, આજની પેઢી તેની ફરિયાદો સાંભળીને શો ચુકાદો આપે છે તે જાણવાનું પ્રાપ્ત થશે. ગુજરાતી આત્મચરિત્રસાહિત્યની એ એક આગવી કૃતિ તો બની રહેશે, પરંતુ તેમાં એથી ય કંઈક વિશેષ સામગ્રી પડેલી અનોખી આત્મકથા મનમાં જાગે છે, એવા જ એને આલેખે છે. એક વાર જે દલાભાઈને તેઓ પરોપકારી કહે છે, તે જ દલાભાઈ સંજોગવશાત્ એમનું કામ નથી કરતા તો તરત જ એને વિશે હલકો અભિપ્રાય આપી દે છે. પોતાનો જૂનો અભિપ્રાય કે લાંબા ગાઢ સંબંધ સાવ ભૂલી જાય છે. પ્રેમ અને તિરસ્કાર એ એક સિક્કાની બે બાજુ છે. એ હકીકત મણિલાલ અને ત્રિભુવનદાસ ગજ્જર વચ્ચેની મૈત્રીગાંઠમાં જોવા મળે છે. બન્નેના વિચારો ઘણા જુદા હતા. શ્રી ત્રિભુવનદાસ ગજ્જર બુદ્ધિપૂત વિચારોને માનનારા હતા, જ્યારે મણિલાલને ધર્મ અને પુરાણમાં શ્રદ્ધા હતી. બંનેની મૈત્રી પણ એટલી જ વિલક્ષણ રહી. મણિલાલનો તિરસકાર કરતા હોવા છતાં શ્રી ત્રિભુવનદાસ ગજ્જર આગ્રહ રાખતા કે મણિલાલ મુંબઈ આવે ત્યારે એમને ત્યાં જ ઊતરે ! પરંતુ એ પછી બંને વચ્ચે ચડભડ થતી અને એકબીજાનો તિરસ્કાર કરતા. એક વાર તો મણિલાલ ગુસ્સામાં પોતાનો સામાન લઈને ચાલવા માંડે છે. મણિલાલને રહેવાનો શ્રી ત્રિભુવનદાસ ગજ્જર આગ્રહ કરે ખરા, પણ એમની થાળી જુદી રાખે. આમ પ્રેમ અને તિરસ્કારની સાવ વિરોધી રંગછાયા ધરાવતો આ મૈત્રીસંબંધ વિલક્ષણ હતો. મણિલાલ નભુભાઈએ આ આત્મકથામાં પોતાના ગુપ્ત આચાર અથવા તો સ્ત્રીઓ સાથેના અનાચારભર્યા સંબંધોનું નિખાલસભાવે સત્યકથન કર્યું છે, પણ ઘણી સ્થૂળ રીતે. ખાણમાંથી સીધેસીધું સોનું કાઢવું હોય અને એના પર માટીના અનેક થર જામેલા હોય તેવું આ સત્યકથન લાગે છે, જ્યારે ગાંધીજીની આત્મકથામાં એ એનુભવોનું બયાન તપાવેલું સોનું હોય એમ લાગે છે. મણિલાલ અને ગાંધીજી બંનેએ નિખાલસભાવે આત્મકથન કર્યું છે, પરંતુ ગાંધીજી એનું આલેખન અનુતાપૂર્વક કરે છે; એવું મણિલાલમાં ભાગ્યે જ જોવા મળે છે. મણિલાલ નભુભાઈનો હેતુ તો કાગળિયાં પર અંતરનો આક્રોશ અને અકળામણ ઉતારવાનો હતો. પોતાના જીવનમાં બની તે હકીકતો લખવી જોઈએ તેમ માનીને, એમણે આ આત્મચરિત્ર લખ્યું છે. પરંતુ એ લખતી વખતે તેઓ તટસ્થતા જાળવી શકતા નથી. પોતાના પૂર્વગ્રહો અને રાગદ્વેષોને એટલા ને એટલા જ સજીવ રાખીને અનુભવનું કથન કરે છે. પત્ની કે પ્રતિપક્ષી વિશે તો ઠીક, પરંતુ પિતા અને માતા વિશે પણ એમના આળા હૃદયને થયેલાં ચકામાં બતાવે છે. માનવીના મનમાં ક્ષણિક ભભૂકી ઊઠતા રાગદ્વેષ યા તો કામક્રોધનું અહીં આલેખન થયેલું છે. વૃત્તિના તામસી ઝંઝાવાતો જેવા * “મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું આત્મવૃત્તાંત', સંપાદક : ડૉ. ધીરુભાઈ ઠાકર; પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ અને અમદાવાદ, ૧૯૭૯; કિંમત ૩. ૨૧; પૃષ્ઠસંખ્યા ૨૪૫+૧૬; પાકું પૂંઠું.
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy