SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ મહાનતાનો અનુભવ થતાં જ કાંચીનો રાજવી એનું શરણ લે છે. બનાવટી સુવર્ણ નાશ પામે છે, જ્યારે કાંચીનો રાજા ઈશ્વરનો આદર પામે છે. આ રૂપકાત્મક નાટકમાં વપરાયેલાં રૂપકો એ ધર્મ-રૂપકો છે. દાસ્ય, સખ્ય અને મધુર રસથી થતી ઈશ્વર-સાધનાને અનુક્રમે દાસી સુરંગમા, ઠાકુરદા અને રાણી સુદર્શનાથી પ્રગટ કરી છે. માનવમનમાં પળવાર શ્રદ્ધા જાગે, છેક ઈશ્વરનો અનાદર અને ઇન્કાર કરવા સુધી પહોંચી જાય, તેવી સ્થિતિ આ ત્રણે એ અનુભવી હતી. મધુર રસની સાધના સૌથી કઠિન હોવાના પ્રતીકરૂપ સુદર્શના સૌથી વધુ કષ્ટ સહન કરે છે. સુરંગમાના દારૂડિયા અને જુગારી બાપને રાજાએ દેશનિકાલની સજા કરી ત્યારે સુરંગમાના મનની એવી ભાવના જાગી હતી કે આ રાજાને કોઈ મારી નાખે તો સારું. એ જ દાસી અહંભાવ ગાળીને અદ્ભુત અને આશ્ચર્યમય એવા રાજાની સેવા કરવાનો અધિકાર મેળવે છે. ઠાકુરદાના એક પછી એક પાંચે દીકરા મરી ગયા અને રાજાને બારણે આખો દિવસ મહેનત કરવા છતાં બે પૈસાનું ય ઇનામ મળતું નથી, તોપણ ઠાકુરદા રાજાને પોતાનો મિત્ર માનીને ગૌરવ અનુભવે છે. ઉપરે સમયે ઈશ્વર જ માનવઆત્માને મદદ કરે છે. રાણી સુદર્શનાના માનવઆત્માને આગમાંથી ઉગારવાનું કામ રાજવેશી સુવર્ણ નહીં, પણ સાચો રાજા જ કરે છે. દાસી સુરંગમાં કહે છે કે વિપત્તિ વેળાએ આ સાચો રાજા સદા પાસે જ રહે છે. આગ વેળાએ અન્ય માનવીઓ અને પ્રાણીઓ બાગમાંથી બહાર નીકળી જાય છે, તેની પાછળનું સાચું પ્રેરણાબળ સાચો રાજા જ છે. પિતાને ત્યાં વસેલી રાજા” (કિંગ ઑફ ધ ડાર્ક ચેમ્બર) સુદર્શનાને એની બારી બહારથી એવું જ સંગીત સંભળાય છે કે જે ભૂતકાળમાં અંધારા ઓરડામાં રાજાની રાહ જોતી વેળા સંભળાતું હતું ! રાજાઓ પણ સજા ભોગવતા પહેલાં આવું જ સંગીત સાંભળે છે ! સર્વત્ર ફેલાયેલી સાચા રાજા–ઈશ્વર–ની વિભૂતિનો આ સાક્ષાત્કાર છે. સ્થળ ક્રિયામાં રાચતાં સામાન્ય નાટકોના કરતાં જુદી જ કોટીનું આ નાટક છે. એમાં ક્રિયા અંતર્ગત રહસ્યને ઓળંગીને નાટકની જમાવટ કરતી નથી, પણ અંતર્ગત સૂક્ષ્મ વિચાર ક્યિામાં પલટાઈને નાટકના આકારની આછી પણ રમણીય રેખાઓને ઉપસાવી આપે છે. આથી ક્રિયાનો વેગ વિચાર કે રહસ્યથી ભિન્ન વરતાતો નથી; નાટક કવિતાની મૂર્તિ કે ભાવનાત્મક કોટી તજીને ધીમે ધીમે સ્વકીય ઘનતા પ્રાપ્ત કરે છે. આ નાટકના પાત્રો અને પ્રસંગોને આ હકીકતના સંદર્ભમાં મૂલવવાં જોઈએ. રવીન્દ્રનાથનાં બીજાં નાટકો કરતાં ‘ડાકઘર’ અને ‘રાજા'ની વિશેષતા એ છે કે એમાં સૌંદર્યાત્મક અસરની સાથે કૃતિની નાટ્યાત્મક અસર પણ અધિકારી ભાવક અવશ્ય અનુભવે છે. કવિવર રાજા માં સુચનો દ્વારા રહસ્યનો અનુભવ કરાવે છે. રૂપકને પામી ગયેલા ભાવકના ચિત્ત પર ‘અવ્યક્તને ખાળવાનો વ્યક્તનો રમણીય પુરુષાર્થ ઊંડી છાપ પાડી જાય છે. એક સાથે બે યિા એક સપાટી પરની અને બીજી અંતર્ગત–ભાવકચિત્તમાં ચાલે છે. તખ્તા ઉપર રાજાનું રૂપ પામવા માટેનો રાણીનો તલસાટ દેખાય છે ત્યારે આપણાં નેત્ર આ લીલા નીરખે છે અને ચિત્ત માનવઆત્માની ઇશ્વરનું રૂપ પામવાની ઝંખના અનુભવે છે. સુદર્શનાના મનમાં ચાલતા ભાવસંઘર્ષને પરિણામે નાટકમાં એક પ્રકારનું action અનુભવાય છે. સુદર્શના અને સુરંગમાના સંવાદમાં અથવા રાજાને વિરૂપ ધારીને એનો રાણી ત્યાગ કરે છે તે વેળાના રાજા અને રાણીના સંવાદમાં નાટ્યાત્મકતા છે. નાટકનો પ્રારંભ રહસ્યપૂર્ણ અને ચોટદાર છે. કેટલીક ઘટનાઓ આપણી આતુરતા અને જિજ્ઞાસાને ઉત્તેજે તેવી છે. Literature that walks and talksના નાટક વિશેના પ્રચલિત ખ્યાલના બીબામાં ન ૪. ‘માનવ સત્ય' નામના નિબંધમાં રવીન્દ્રનાથ લખે છે : “જીવનદેવતાથી જીવનને અલગ કરીને જોઈએ એટલે દુ:ખ, જીવનદેવતા સાથે જીવનને એક કરીને જોઈએ એટલે મુક્તિ.'
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy