SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ ફિલસૂફીનું જ પ્રફુલ્લન જોવા મળે છે. કવિવરની સત્યના આવિષ્કારની પદ્ધતિ અપૂર્વ છે, તેટલી જ સહજ અને મનોહર પણ છે. કવિતાની કમનીયતા અને પ્રકૃતિદર્શનનો અખૂટ અસબાબ એમના આ સર્જનમાં સવિશેષ પ્રતીત થાય છે. આત્મા-પરમાત્મા કે માનવ-ઈશ્વરના ગૂઢ અને અમૂર્ત સંબંધને લગતી ગંભીર પર્યેષણા પ્રેમ, મિલન, યૌવન કે ઇંદ્રિયાનંદ જેવી ઉલ્લાસસભર માનવીય લાગણીઓના સંપુટમાં ગોઠવાઈને આવે છે. અજવાળામાં પોતાના સ્વામીના રૂપને નીરખવાની આતુરતા (‘રાજા') અથવા તો બારીએથી જગતને જોતા બાળક (‘ડાકઘર')ની સાહજિક-સામાન્ય વાતમાં કવિ ગૂઢ રહસ્યને છુપાવી દઈ શકે છે. કવિની વિશેષતા એ છે કે આમાંના કોઈ એક પાત્રને પોતાના દર્શનનું વાહન બનાવ્યા વગર નાટકના ઊઘડવા અને ખીલવાની સાથેદિવસની સાથે સૂર્ય પ્રકાશની જે મ–પાત્રોને સહજ પણે પ્રગટ કરતા રહે છે. | ‘રાજા' નાટકના મુખ્ય પાત્ર રાજાનું અત્યંત સંકુલ અને * *મારાં સારાં-નરસો, એનું કુલ-પ્રતિકૂલ ઉપકરણથી જીવનને રયે જનાર એ કવિને જ મેં મારા કાવ્યમાં ‘જી વનદેવતા' નામ આપ્યું છે. એ માત્ર મારા ઇહે જીવનના સમસ્ત ખંડોને એ ક્તા અપને વિશ્વની સાથે એનું સામંજસ્ય સ્થાપી આપે છે એટલું જ નથી; હું જાણું છું કે અનાદિ કાળથી અને કવિધ વિસ્તૃત અવસ્થાનોમાં થઈને એણે મારી ના વર્તમાન અભિવ્યક્તિ સુધી મને લાવી મૂક્યો છે - એ વિશ્વમાં થઈને વહેતી અસ્તિત્વની ધારાની બૃહત્ સ્મૃતિ એનું અવલંબન લઈને, મારાથી ગોચરે, મારામાં રહી છે. તેથી જ જગતનાં તરુ-લતા પશુ-પક્ષી સાથે હું એક પ્રકારનું પુરાતન ઐક્ય અનુભવી શકું છું. તેથી જ તો આટલું મોટું રહસ્યમય વિરાટે જગત મને અનાત્મીય કે ભીષણ લાગતું નથી.' રાજા” (કિંગ ઑફ ધ ડાર્ક ચેમ્બર) રૂપકાત્મક પાત્ર સમજવા માટે રવીન્દ્રનાથની ફિલસૂફી સમજવી જરૂરી બનશે. રવીન્દ્રનાથે બંગાળના મધ્યકાળના વૈષ્ણવ ઊર્મિકવિઓની કવિતાનું આકંઠ પાન કર્યું હતું. એ મધુર અને સમર્પણની ભાવના ધરાવતાં ગીતોમાં વ્યક્ત થયેલા વૈષ્ણવ મતની સાથે રવીન્દ્રનાથની શિવની કલ્પના ભળે છે. વૈષ્ણવો કૃષ્ણને કહ્યું છે તેમ રવીન્દ્રનાથ વૈરાગી શિવને ગોપાળ માને છે. કાળના ડંખ સમા દિવસોનાં ટોળાંને હાંકનાર આ મહાકાલ કોમળમાં કોમળ છે અને કઠોરમાં કઠોર પણ છે. એ મહાકાલ કે શાશ્વત તત્ત્વ માત્ર મધુર નથી, કરાલ પણ છે. એમનાં કાવ્યોમાં ઈશ્વર વિશેના આ જ ભાવનું ગુંજન ઠેરઠેર જોવા મળે છે. એક હાત આર કૃપાછા આછે આર એક હીતે હાર, ઓ જે ભેગે છે તોરે દ્વાર." ‘એના એક હાથમાં તલવાર છે ને બીજા હાથમાં હાર છે. એણે તારું બારણું ભાંગી નાખ્યું છે.' આથી અંધારા ઓરડાના રાજાના ધ્વજ માં પદ્મફૂલની વચ્ચે વજ આલેખાયું છે. જીવને માટે આ શિવ-રાજા અંધારા ઓરડામાં સંતાડેલો છે. એ બધે જ છે, છતાં જે એને પારખી શકતા નથી એના માટે ક્યાંય નથી. આ વિશ્વનો રાજા દૃષ્ટિગોચર થતો નથી, એમ સાચી શ્રદ્ધા ધરાવનાર માટે એ દૃષ્ટિ-અતીત પણ નથી, જગતના અણુએ અણુમાં એનો અણસાર છે, પણ જે ચર્મચક્ષુથી એને પખવાની ઇચ્છા રાખે છે તેને પાર વિનાની વિભ્રાંતિ અને વિડંબનામાંથી પસાર થવું પડે છે. જે ‘નરી આંખે’ જોવાની બાબત ન હતી એને નરી આંખે જોવા જતાં રાણી - ૨વીન્દ્રનાથ ધકુર ૧. ‘ગીતવિતાન', પૃ. ૪૮૨
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy