SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ધ ગાર્ડન પાર્ટી' વિખ્યાત નવલિકા-લેખિકા કેથેરિન મેન્સફીલ્ડને માનવચિત્તમાં આવતું લાગણીનું ઘોડાપૂર નિહાળવામાં રસ છે. લાગણીનો ધોધ ઊછળતો હોય એવા એક રમણીય ઊર્મિપ્રદેશની લેખિકા રચના કરે છે. સાહજિક રીતે ભાવ-પ્રતિભાવ અનુભવતા ઊર્મિપ્રદેશને વાસ્તવિક, વ્યવહારુ ચીલાચાલુ કે સ્થિતિસ્થાપક વિશ્વના સંદર્ભમાં લાવીને મૂકે છે. એમાંથી એક સનાતન સંઘર્ષ પ્રગટ થઈ રહે છે. પ્રણાલિકા અને પરંપરા-પરસ બાહ્ય જગત સાથેના સંઘર્ષણમાં ઊર્મિવિશ્વને જગતની વિષમતા અને વિસંવાદિતાનો આકરો અનુભવ થાય છે. ઊર્મિવિશ્વની પ્રતિનિધિ સમાન વ્યક્તિ સમાજની ભીંસથી અકળાય છે. શક્ય હોય તો સમાજ સામે જેહાદ જગાવે છે. આખરે કંઈ નહિ તો તીણી ચીસ પાડીને પણ પોતાનું હ્રદ્ગત પ્રગટ કરે છે. આવી વ્યક્તિની વેદના કે ઝંખના, સ્વપ્ન કે પીડનને કેથેરિન મેન્સફીલ્ડ કાવ્યમયતાથી, કલામયતાથી કંડારી આપે છે. - આ લેખિકાની ધ ગાર્ડન પાર્ટી' નામની નવલિકામાં એક નાનકડી બાલિકા લૉરાનું ઊર્મિલ, સંવેદનશીલ અને નૈસર્ગિક આવેગો અનુભવતું મન વડીલોના ચીલાચાલુ, સંવેદના કરતાં વ્યવહારનું વધુ મહત્ત્વ આંકતા વિશ્વથી જુદી જુદી રીતે આઘાત પામે છે. એક ધનાઢ્ય કુટુંબમાં ‘ગાર્ડન પાર્ટી’ યોજવામાં આવી છે. જોરશોરથી એની તૈયારી ચાલી રહી છે. નલિકાનો ઉઘાડ આનંદોત્સવના ઉલ્લાસપૂર્ણ વાતાવરણથી થાય છે. ‘વળી ઋતુ. ખુશનુમા હતી. આવો પવન વિનાનો, હૂંફાળો અને નિરભ્ર દિવસ ઑર્ડર આપ્યો હોત તો પણ ગાર્ડન પાર્ટીને મળ્યો ન હોત. વાદળી રંગના આકાશમાં ઉનાળાના પ્રારંભના દિવસોમાં ક્યારેક ૧૩ ‘ધ ગાર્ડન પાર્ટી’ હોય છે તેવી આછા સોનેરી રંગની છાયા પથરાયેલી હતી... અને ગુલાબ જાણે સમજતા હોય કે પાર્ટીના લોકોને તે જ પ્રભાવિત કરી શકે છે, કેમ કે આ લોકો એને જ ઓળખે છે. સેંકડો, ખરેખર સેંકડો (ગુલાબ) એક રાતમાં ખીલી ઊઠાં હતાં. દેવદૂતો મુલાકાત લઈને પુષ્પો આપી ગયા હોય તેમ છોડ નમી પડ્યા હતા.' વડીલોના વિશ્વ સાથે એક બાળકના મુક્ત મનનો વિરોધ રચાયો છે. આ વડીલોનું વિશ્વ એ દુષ્ટ નથી, કઠોર પણ નથી. એ વિશ્વનું પ્રતિનિધિત્વ કરતી લૉરાની માતા પોતાના બાળકના ભાવો પ્રત્યે સજાગ છે. એ જ લૉરાને કહે છે : “બેટા, મને પૂછવાનો કશો અર્થ જ નથી. આ વર્ષે તો બધું (પાર્ટીનું આયોજન) તમને જ સોંપવાનું નક્કી કર્યું છે. ભુલી જા કે હું તારી માતા છું. મને માનવંતા મહેમાન તરીકે જ ગણજે.' એમાંય લૉરાને એની બહેન જોસ Artistic (કલાત્મક) કહીને સંવેદનશીલ લૉરાની છબી ઊભી કરે છે. લૉરાને પાર્ટી માટે તંબુ લઈને આવેલા મજૂરો પણ ગમે છે. પાર્ટીની એકેએક બાબતમાંથી, નાની-શી ઘટનામાંથી પણ, આ બાળકી કેટલોય આનંદ મેળવે છે. એને મજૂરો સુંદર લાગે છે. અને આજની સવાર તો અતિ રળિયામણી લાગે છે ! બૅન્ડ કેવડું હશે અને ક્યાં ગોઠવીશું એની ચર્ચા ચાલે છે. એવામાં લૉરાનો ટેલિફોન આવે છે. ટેલિફોનમાં લૉરાની એક બહેનપણી પાર્ટી વખતે કેવાં વસ્ત્રો પહેરવાં તે વિશે સલાહ માર્ગ છે. ટેલિફોન પરની એની વાતચીત લેખિકા આબેહૂબ ઉતારી શક્યાં છે. નવી હૅટ અને પિયાનો લૉરાના આનંદમાં અવિધ આણે છે. લૉરાની બહેન જોસને હુકમ આપવાનો શોખ છે અને નોકરોને એ હુકમ પાળવાનો શોખ છે. કમળ, પુષ્પો, સૅન્ડવિચ, ક્રિમ-પફ્સ વગેરે એક પછી એક આવે છે. દરેક ચીજ પર ટીકા-ટિપ્પણ થતાં રહે છે. પાર્ટીની ગોઠવણ થઈ રહી હોય તેવો ભાવ આપણું ચિત્ત અનુભવે છે. ૧૩
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy