SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • વેદના, મૂંઝવણ, આઘાત, માનસિક સંઘર્ષ અને એમના થતા શોષણને અભિવ્યક્ત કરે છે. લેખકની નજર માત્ર સભ્યતાના સીમાડાની બહારના ગણાતા એવા ઉપેક્ષિત સમાજ પૂરતી જ મર્યાદિત રહી નથી, પરંતુ શ્રીમંતોના કે રાજવીઓના જીવનને પણ આવરી લે છે. તાજની આસપાસના રંગીન, રમણીય અને મુલાયમ વાતાવરણની સાથે સાથે ત્રણ દરવાજાની આસપાસ હરતીફરતી કંગાલિયત પણ અહીં રજૂ થઈ છે. એમની નજર પોસ્ટ ઓફિસ, શાક મારકીટ અને રેલવે કૉલિંગની ઝૂંપડીથી વૈશાલીનગરીની આમ્રપાલીના વૈભવી આવાસ સુધી પહોંચે છે. નંદાગિરિ, વારાણસી અને પૃથ્વી પર સ્વર્ગ સમાં પ્રકાશતા સતલજ કિનારાના પ્રદેશથી માંડીને છેક વેશ્યાગૃહ વાર્તાપ્રવાહના વહનની ભૂમિ બને છે. ધૂમકેતુના આગમનથી ગુજરાતી નવલિકામાં સ્થળ અને કાળનું માતબર વૈવિધ્ય આવે છે. એમનાં સ્થળવર્ણનો નવલિકાનું એક અભિન્ન અંગ બની જાય છે. ‘કલ્પનાની મૂર્તિઓ’ કે ‘પૃથ્વી અને સ્વર્ગમાંથી વર્ણનો ગાળી નાખીએ તો નવલિકાનું નીરસ હાડપિંજર જ મળે. કાળના વૈવિધ્યને જોઈએ તો પૃથ્વી અને સ્વર્ગમાં જગતની બાલ્યાવસ્થાનો રમણીય કાળ, ‘આત્માનાં આંસુ માં વૈશાલીના લોકતંત્રનો સમય, ‘કેસરી વાઘા’ કે ‘તારણહાર માં મધ્યકાળની રજપૂતી વીરતા, અને ‘ ગોવિદનું ખેતર માં ગામડાંઓની શહેર ભણી દોટનો સમય આલેખાયો છે. ધૂમકેતુની વાર્તાસૃષ્ટિમાં આલેખાયેલો સમાજ પણ વૈવિધ્યસભર છે. એમની વાસ્તવ દૃષ્ટિ અને રોમેન્ટિક વ્યક્તિત્વમાંથી જાગેલી ભાવનાઓ તથા કલ્પનાના બળે તેઓ વૈવિધ્યસભર પાત્રો આપે છે. એમની ‘ગોવિંદનું ખેતર’ એ પાછળથી ઘૂઘવતા પૂર સમા બનેલા ગ્રામજીવનવિષયક કવનોની પ્રારંભકૃતિ ગણાય. સર્જકનું ભાવુક હૃદય ‘કલ્પનાની મૂર્તિઓ’, ‘સોનેરી પંખી’ કે ‘પૃથ્વી અને સ્વર્ગ 'ના વિષયો શોધી લાવે છે તો એમની વાસ્તવ દૃષ્ટિ ભીખું, ગોવિદ, ભૈયાદાદા, અલી કોચમેન, વાઘજી મોચી, જુમો ભિસ્તી જેવાં પાત્રો સર્જે છે. આ નવલિકાઓમાં ઉદાર, વ્યાપક અને માનવતાથી ધબકતી પ્રણયભાવનાઓ આલેખે છે. એમની નવલિકાઓ કલાપ્રીતિ, કુદરતપ્રીતિ, ભૂમિપ્રીતિ, પ્રાણીપ્રીતિ અને માનવપ્રીતિના જુદા જુદા વિવર્તાની સાત્ત્વિક પ્રભા પ્રગટાવે છે. ત્યાગ, બલિદાન, સમર્પણ, વફાદારી અને પ્રાયશ્ચિત્ત જેવી ભાવનાઓનું અસાધારણ ઊમિમયતાથી એવું તો સ્વાગત કરે છે કે આ નવલિકાઓમાં કોઈ પુરોગામી વાર્તાકારમાં ન અનુભવાયો હોય એવો કરુણરસ અનુભવાય છે. આમ ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો ધૂમકેતુનું આગમન નવલિકાક્ષેત્રે કેટલીય નવી દિશા અને શક્યતાઓને ઉઘાડી આપે છે અને એમની નવલિકાઓમાં આગવો ચીલો પાડવાનું સામર્થ્ય પણ છે. 0 ૧૭૪ ] • ‘ધૂમકેતુ'નો સ્થિર પ્રકાશ • ધૂમકેતુ પહેલાં શ્રી કનૈયાલાલ મુનશી જેવા સમર્થ સર્જકે “મારી કમલા ને બીજી વાતો' જેવો નવલિકાસંગ્રહ આપ્યો હતો, પણ મુનશી જેવા સરળ કથનરીતિ ધરાવનાર વાર્તાકાર પાસે પણ ટૂંકીવાર્તા કળાનું રૂપ પામતી નથી. મુનશીએ ‘શામળશાનો વિવાહ' જેવી વાર્તાઓ દ્વારા કટાક્ષ, વક્રોક્તિ અને વ્યંગનો આશરો લઈને સામાજિક સુધારણાનો સંદેશ આપ્યો. મુનશીનું ધ્યાન માત્ર કથન પર છે, જ્યારે ધૂમકેતુની નજર સંયોજન પર છે. મુનશી શામળશાના વરઘોડાનું કે જુનવાણી નીતિ-રીતિમાં માનતા ગોમતીદાદાનું ઠઠ્ઠાચિત્ર આપે છે, પણ ધૂમક્ત એથી વધુ સુમ વાર્તાબ ધરાવે છે. પોસ્ટ ઓફિસની વાત કરે તો અલીડોસાના પાત્રને કેન્દ્રમાં રાખીને એની ચેતના ઊપસી આવે તે રીતે ઘટનાનું નિરૂપણ કરે છે. આપણે ત્યાં સતત એવું સામ્ય બતાવાયું છે કે ગાંધીયુગનો વિશાળ સમભાવ જેમ ૨. વ. દેસાઈએ નવલકથામાં ઝીલ્યો, એ જ રીતે, ટૂંકીવાર્તામાં ધૂમકેતુએ ઝીલી બતાવ્યો છે. પરંતુ ૨. વ. દેસાઈ અને ધૂમકેતુનો ગ્રામજીવન તરફનો અભિગમ સાવ નોખો છે. ૨. વ. દેસાઈએ “ગ્રામલક્ષ્મી માં ગામડાની આર્થિક સ્થિતિ, ખેતી, ઇજનેરીથી પાણી લઈ જવું જેવી આર્થિક ઉદ્ધારની વાત કરી છે. મહાત્મા ગાંધીજીની ગ્રામોદ્ધારની ભાવનાની વધુ નજીક ૨. વ. દેસાઈ છે. જ્યારે ધૂમતુ ગ્રામજીવન તરફ જુદો અભિગમ ધરાવે છે. એક પ્રકારનું રોમેન્ટિક લેખકને છાજે તેવું મુગ્ધતાસભર ‘ઇમોશનલ એટંચમેન્ટ' ધરાવે છે. આથી જ લેખકને મુંબઈનાં સંતરાં અને મોસંબી રોગિષ્ઠ લાગે છે અને ગામડામાં મળતાં છાશ અને દૂધ ઇન્દ્રને પણ દુર્લભ લાગે છે. હકીકતમાં ઉદ્યોગીકરણને પરિણામે શહેરનું આકર્ષણ વધ્યું અને શહેરની જુદ્ધ જ પ્રકારની સમસ્યાઓએ શહેરવિરોધી લાગણી જન્માવી. આથી ધૂમકેતુએ એમની નવલિકાઓમાં ગામડાં સારાં, ખેતી સારી અને ગામડાના લોકો પણ એટલા જ સારા. જ્યારે શહેર નઠારાં, નોકરી ખરાબ અને શહેરીઓ સ્વાર્થી એવા અમુક સમાજમાં પ્રચલિત ખ્યાલનું પક્ષપાત સાથે આલેખન કર્યું છે. મહાત્મા ગાંધીજી ગામડામાં જે છે તે બધું જ સારું છે તેમ માનતા નહોતા. પરંતુ સામાજિક અને આર્થિક પરિવર્તન કરીને ગ્રામોદ્ધાર કરવા માગતા હતા. ધૂમકેતુએ ગામડાની માત્ર ‘હ્યુમન સાઇડ' જ જોઈ છે, ‘સોશિયલ સાઈડ' નહીં. ગામડામાં કુરૂઢિ હોય, અંધશ્રદ્ધા હોય કે સ્ત્રીઓને ત્રાસ થતો હોય એવું નિરૂપણ ધૂમકેતુની નવલિકાઓમાં જવલ્લે જ જોવા મળે છે. એ જોવાનું એમનું પ્રયોજન પણ નથી. એ જ રીતે નિરંજન ભગતનાં ‘પ્રવાલદ્વીપ' કાવ્યોમાં જે નગરસંસ્કૃતિનું આલેખન છે એનો આરંભ ઘણાને ધૂમકેતુમાં જણાય છે. ધૂમકેતુ એવા પહેલા ૧૫ |
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy