SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • ‘ફિરાકમાં નહીં મળે, બલકે એની પાસેથી તો સદાય તસલ્લી જ મળતી રહે છે. ‘ફિરાક’ કહે છે : કરતે નહીં કુછ તો કામ કરના ક્યા આયે જીતે જી જો સે ગુજરના ક્યા જાયે રો રો કે મત માંગનેવાલોં કો જીના નહીં આ સકા તો મરના ક્યા આવે. | ફિરાકનો જન્મ ધર્મપરાયણ હિન્દુ કુટુંબમાં થયો હતો. એમના ઘરમાં ‘સૂરસાગર ’ અને ‘રામાયણનો નિયમિત પાઠ થતો હતો. ખુદ ફિરાક કહે છે કે આ અભ્યાસને કારણે જ ઉર્દૂ કવિતામાં જે ભાવસૃષ્ટિ અજાણી રહી હતી એને તેઓ પ્રગટ કરી શક્યા, ‘ફિરાક'ના પિતા મુન્શી ગોરખપ્રસાદ ‘ઇબરતના ઉપનામથી શાયરી કરતા. આથી ‘ફિરાકને ગળથુથીમાં શાયરી મળી હતી, એમ રૂઢિગત રીતે કહેવામાં આવે. આ વિશે ‘ફિરાક' કહે છે કે, તેઓ પોતે પિતાની પાસેથી કાવ્ય સાંભળતા હતા, પરંતુ બાળપણથી જ શાયરીના સંસ્કાર મળ્યા હતા એવા બયાનાત સાથે સંમત નથી. તેમના પિતા મુન્શી ગોરખપ્રસાદ અવસાન પામ્યા ત્યારે ત્રીસ હજારનું દેવું હતું, પરંતુ એ બધું દેવું ‘ફિરાકે’ ભરપાઈ કર્યું, એટલું જ નહીં પણ બંને ભાઈઓને ભણાવીને સારી રીતે તૈયાર કર્યા. તકદીરની સાથે ‘ફિરાક 'ને ખૂબ ઝઝૂમવું પડ્યું છે અને એથી જ શાયર એની એક ગઝલમાં આવી ખુમારી પ્રગટ કરતાં કહે છે : નસીબે ખુફતા કે " શાને * ઝિંઝોડ સકતા હું, તિલસ્મ* ગફલતેજ કોર્નન” તોડ સકતા હું, ન પૂછ હૈ મેરી મજબૂરિયોં મેં ક્યા કસબલ ? મુસીબતોં કી કલાઈ મરોડ સકતા હું. ઉબલ પડે અભી આબેહયાત કે ચમે 19 શરારો'' સંગકો'ઐસા નિચોડ સકતા હું, એમના સંઘર્ષમય જીવનની પરાકાષ્ઠા તો ત્યારે આવી કે માત્ર છ-સાત મહિનાના અલ્પકાળમાં જ એમનું દાંપત્યજીવન નંદવાઈ ગયું. જીવનનો આ અભાવ એમની કવિતાના પ્રારંભકાળમાં જોવા મળે છે, પરંતુ ‘ફિરાક’ એમાંથી તરત બહાર આવ્યા અને ફરી સૌંદર્યખોજની રાહ પર ચાલવા લાગ્યા. ૧. સૂતેલા નસીબને, ૨, ખભો, ૩. ઢંઢોળવું, ૪. જાદુઈ, ૫. પ્રમાદ, ૬. બંને લોક – આ લોક અને પરલોક, ૭. શક્તિ, ૮. ફૂટી નીકળશે, ૯, અમૃતજળનાં, ૧૦. ઝરણાંઓ, ૧૧. ચિનગારી, ૧૨. પથ્થરને 0 ૧૫૦ ] • પ્રયોગશીલ સર્જક ફિરાક • અલ્હાબાદની મ્યોર સેન્ટ્રલ કૉલેજમાં બી.એ. થયા પછી અંગ્રેજ સરકારે એમને ડેપ્યુટી કલેક્ટરનો હોદો આપ્યો, પરંતુ એનો અસ્વીકાર કરીને ‘ફિરાક’ રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. એમણે કારાવાસ પણ સ્વીકાર્યો, પરંતુ કારાવાસ એમને માટે કાવ્યશાળામાં પલટાઈ ગયો. અહીં સમર્થ સાહિત્યસ્વામીઓ સાથે પરિચય થયો જ, પરંતુ મૌલાના મોહમ્મદ અલી, મૌલાના ‘હસરત’ મોહાની અને મૌલાના અબ્દુલ-કલામ ‘આઝાદ' સાથે રહેવાની તક મળી અને આથી જ વિખરાયેલી જિંદગી ગુમરાહ થવાને બદલે એક સુંદર ઘાટ પામી. ‘ફિરાક’ એક શે'રમાં કહે છે : અહલે-જિન્દા કી યે મજલિસ હૈ સુબૂત ઇસકા ‘ફિરાક ' કે ખબર કર ભી યે શીરાજા'* પરેશાં** ન હુઆ. ઈ. સ. ૧૯૨૭માં કારાવાસમાંથી મુક્ત થયા બાદ તેઓએ ઉર્દૂ સાહિત્યના અધ્યાપક તરીકે કામગીરી બજાવી. આની સાથોસાથ એમ. એ. થયા અને અલ્હાબાદ યુનિવર્સિટીમાં ઈ. સ. ૧૯૩૦માં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા, જ્યાં તેઓએ નિવૃત્તિપર્યંત કામ કર્યું. ‘ફિરાક' ગોરખપુરીને અલહાબાદમાં પ્રો. નાસરી સાથે સંબંધ થયો અને એનાથી એમની સાહિત્યિક ગતિવિધિ વેગીલી બની, ફિરાકને બાળપણમાં ભારતીય સંતવાણીના સંસ્કારો મળ્યા. એ પછી એમણે ગાલિબ, મીર, મોમીન અને મુસહફી જેવા સર્જકોના સર્જનનો ગાઢ સહવાસ સેવ્યો, ગાલિબ પાસેથી જીવનનું નીતર્યું દર્શન પામ્યા. વેદનાના લાવારસનો ધગધગતો અનુભવ મીરની પાસેથી મળ્યો, જ્યારે ઊર્મિનો ઊછળતો આવેગ મુસહફી પાસેથી પામ્યા. પાશ્ચાત્ય સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. આમ ‘ફિરાક’ના સર્જ કચિત્તમાં સમૃદ્ધ સાહિત્યધારાઓનો ત્રિવેણીસંગમ રચાયો. આટલી વિશાળ સાહિત્ય-ઉપાસનાને કારણે જ ‘ફિરાક'નું સર્જ કચિત્ત ઉર્દૂ સાહિત્યકારોમાં નોખું તરી આવે છે. ‘ફિરાક'ના આગમન પહેલાં ઉર્દૂ કવિતા પ્રણયના લાગણીવેડાથી નીતરતી હતી અને જીવનની નક્કર વાસ્તવિકતાથી ઘણી વેગળી હતી. આંસુથી ખરડાયેલા પોચટ પ્રણયના ચીલે ચાલતી ઉર્દૂ કવિતા એકસુરીલી અને બંધિયાર બની ગઈ હતી. માત્ર શરાબ અને શબાબના સાંકડા વિષયવર્તુળમાં ઘૂમતી હતી. આવે સમયે ઉર્દૂ કવિતામાં નવીન વિચાર, નોખી વિભાવના અને નવા નવા પ્રયોગોથી ૧૩. જેલનિવાસી, ૧૪. સિલાઈ (પુસ્તકની), ૧૫. વિખરાઈ a ૧૫૧
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy