SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ • હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • અને એમના વિના ગુજરાતી પ્રજાનાં ખાસ લક્ષણો – સમન્વય, વિવેક, અહિંસા, પ્રેમ, શુદ્ધ સદાચાર અને પ્રામાણિક વ્યવહાર પ્રણાલિકા – કલ્પી શકાતાં નથી. હેમચંદ્રાચાર્ય માનવ તરીકે મહાન હતા; સાધુ તરીકે વધારે મહાન હતા; પણ સંસ્કારદ્રષ્ટા તરીકે તો એ સૌથી વધારે મહાન હતા. એમણે જે સંસ્કાર રેડ્યા, એમણે જે ભાષા આપી, એમણે લોકોને જે રીતે બોલતા કર્યા, એમણે જે સાહિત્ય આપ્યું - એ સઘળું આજના ગુજરાતની નસમાં હજી વહી રહ્યું છે, અને એટલે, એ મહાન ગુજરાતી તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધિ પામવાયોગ્ય પુરુષ • શબ્દસમીપ • અનુગામીઓને માટે ગહન વિષયને સુગમ રીતે આયોજનબદ્ધ પદ્ધતિએ આલેખવાનો આદર્શ તેમણે પૂરો પાડ્યો એમ કહી શકાય. તેમની આ ખાસિયત વિશદ ભાષા, પ્રાસાદિક શૈલી અને વિષયનો સર્વગ્રાહી પરિચય આપતા મીમાંસાગ્રંથોમાં ખાસ ધ્યાન ખેંચે છે. “સિદ્ધહેમશબ્દાનુશાસન', ‘જ્યાશ્રય' મહાકાવ્ય કે ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ જેવા વિશાળકાય ગ્રંથો તો એમના પ્રતિભાતંભ જેવા છે, પણ ‘અયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકા' જેવા બત્રીસ શ્લોકના નાના સ્તુતિકાવ્યમાં પણ એમની પ્રતિભાના સ્તુલ્લિગોનો સ્પર્શ થયા વિના રહેતો નથી. ગુજરાતની લુખીસૂકી ભૂમિ પર હેમચંદ્રાચાર્ય આમ સરસ્વતીનો ધોધ વહેવડાવ્યો અને ભવિષ્યમાં ઊઘડનારી ગુજરાતી ભાષાનાં બીજને તત્કાલીન બોલતી ભાષાના જલસિંચન સાથે જ્ઞાન, વિદ્વત્તા, શાસ્ત્રીયતાનો પુટ ચડાવ્યો એ મોટા સદ્ભાગ્યની વાત છે. મૈત્રક વંશનો રાજા ગુહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ – એમ ત્રણેય ભાષામાં રચના કરતો હતો તેવા ઉલ્લેખો સાંપડે છે. હેમચંદ્રાચાર્યના આ ત્રણે ભાષામાં રચાયેલા ગ્રંથો તો મળે છે, પણ, એથીયે વિશેષ તેમણે આ ત્રણેય ભાષાના કોશ અને વ્યાકરણ રચીને અનન્ય અભ્યાસસાધન સુલભ કરી આપ્યું. આને પરિણામે જૈનેતર વિદ્વાનોમાં પણ હેમચંદ્રાચાર્યની કૃતિઓ આદર પામી. છંદશાસ્ત્રના ટીકાકાર હલાયુધ જેવા તો હેમચંદ્રાચાર્યની કૃતિઓના સીધેસીધા ગ્રંથસંદર્ભો જ ટાંકે છે. સિદ્ધરાજનું શૌર્ય અને કુમારપાળની સંસ્કારપ્રિયતા હેમચંદ્રાચાર્યની સાધુતાની જ્યોતથી વધુ પ્રકાશિત બની. હેમચંદ્રાચાર્ય વિના સોલંકીયુગના સુવર્ણકાળના સીમાડા માત્ર પ્રજાની ભૌતિક સિદ્ધિ-સમૃદ્ધિ સુધી જ સીમિત રહેત. જ્ઞાન અને સંસ્કારના સમન્વયરૂપ શીલ વિકસ્યું હોત કે કેમ એ પ્રશ્ન છે. વિદ્યાનું તેજ રાજાઓની આંખમાં આંજીને પ્રજાજીવનનાં સર્વ ક્ષેત્રોને એ તેજથી પ્રકાશિત કરનાર સમર્થ સંસ્કૃતિપુરુષ તે હેમચંદ્રાચાર્ય. સાહિત્ય અને ઇતિહાસ, શાસ્ત્ર અને કળા, વ્યાકરણ અને તર્ક, ધર્મ અને વ્યવહાર, સાધુતા અને સરસતા તથા રાજા અને પ્રજા એમ વિભિન્ન સ્તરે સહજ સમન્વય સાધી બતાવનાર કીમિયાગરા સંસ્કારશિલ્પી એટલે હેમચંદ્રાચાર્ય. આથી જ ‘ધૂમકેતુ' કહે છે – હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાનો જન્મ કલ્પી શક્તો નથી; એમના વિના વર્ષો સુધી ગુજરાતને જાગ્રત રાખનારી સંસ્કારિતા કલ્પી શકાતી નથી; હેમચંદ્રાચાર્યની વિપુલ અક્ષરપ્રવૃત્તિ સિદ્ધરાજ અને કુમારપાળના રાજ્યાશ્રય થઈ હતી તેમ કહેવું તે કરતાં તે પ્રવૃત્તિ બે રાજવીઓના શ્રેયાર્થે ચાલી હતી એમ કહેવું વિશેષ યોગ્ય છે. તેઓ બંને રાજવીઓના આદરપાત્ર માર્ગદર્શક અને સલાહકાર પણ હતા. સિદ્ધરાજની જ્ઞાનોપાસના અને કુમારપાળની સંસ્કારપ્રિયતાના તેઓ વિધાયક બન્યા હતા. રાજા વિક્રમ અને કવિ કાલિદાસ અથવા તો રાજા ભોજ અને કવિ ધનપાલ સાથે સિદ્ધરાજ -કુમારપાળ અને હેમચંદ્રાચાર્યની જોડીની સરખામણી કરવી યોગ્ય નથી. રાજા સાથેના એમના સંબંધની તુલના તો ઘણે અંશે સ્વામી રામદાસ અને છત્રપતિ શિવાજી સાથે થઈ શકે. સિદ્ધરાજ અને કુમારપાળની મદદથી હેમચંદ્રાચાર્યને જૂના ગ્રંથોની ઘણી હસ્તપ્રતો સાંપડી. હેમચંદ્રાચાર્યના આ કાર્યમાં રામચંદ્ર, ગુણચંદ્ર અને મહેન્દ્ર જેવા વિદ્વાન શિષ્યોનો સમુદાય એમને સહાયક થયો હતો. વિદ્યોપાસનાનું કેવું ભવ્ય વાતાવરણ એ સમયે રચાયું હશે, એની કલ્પના જ રોમાંચકારી લાગે છે. એમના ગ્રંથોની લહિયાઓ પાસે અસંખ્ય પ્રતિલિપિઓ કરાવવામાં આવી હતી અને એ પ્રતિલિપિઓને ભારતના અનેક ગ્રંથભંડારોમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ કારણે જ તેમના જીવનકાળમાં જ લખાયેલી કેટલીક પ્રતિલિપિઓ આજે પણ ઉપલબ્ધ થાય છે. એ પછીનાં નવસો વર્ષના દીર્ધકાળમાં આ ગ્રંથોની પ્રતિલિપિઓ થતી રહી છે. આજે ભાગ્યે જ કોઈ એવો જૈન ગ્રંથભંડાર હશે, જ્યાં હેમચંદ્રાચાર્યના કોઈ ને કોઈ ગ્રંથની પ્રતિલિપિ ન હોય. હેમચંદ્રાચાર્યના ગ્રંથોનો અભ્યાસ કરતાં પૂર્વે ગ્રંથરચનાનો હેતુ કે ઉદ્દેશ જોવો જરૂરી બનશે. આ નિઃસ્પૃહીં સાધુને કવિયશ મેળવવાની તો કલ્પના જ 0 પ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy